Book Title: Buddhiprabha 1964 01 SrNo 51
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 19
________________ તા. ૧૦-૧-૧૯૬૪) બુધિપ્રભા કરે છે, અભીગ્રહના અમે, ચંદનબાળાના અમે, જો એ ઉપવાસ), અદાઇઓ, આયંબીલની ઓળીઓ અને કઠીણમાં કઠીણ એવું ઉપધાન તપ પણ જેને આચરવામાં બાકી રહેતા નથી. “ઉપધાન તપ એ સ તપમાં સર્વ શીરોમણું મહાતપ કહીએ તે કઈ અયોગ્ય નથી. ઉપધાન શ દનો અર્થ gષ-એટલે સમીપે–ગુરૂ સમીપે-ત્ર એટલે ધારણ કરવું. “નવકારાદિ સૂત્રોને શાસ્ત્રોક્ત મુજબ ગુરૂમહારાજને મુખેથી પ્રહણ કરવાં તે થાય છે. આ મહાતપ પાછળ ધણે જ શ્રમ કરવો પડે છે. ઉપધાન તપ દરમ્યાન શું કરવાનું. (૧) એક લાખ સર્વ શિરોમણું નવકાર મંત્રોને જાપ, (૨) ૩૧૦૦૦ ઉપરાંત લોગસ્સ સૂત્રના સ્મરણ દ્વારા તીર્થકર દેનું ધ્યાન. (૩) ૧૧૦૦૦ (અગીઆર હજાર) ખમાસમણુ. (૪) ૧૧૦ દિવસ પર્યત ત્યાગી જીવન. (૫) પ્રતિક્રમણ, દેવવંદન, પડિલેહણ તથા ગુરૂવંદન જેવી પવિત્ર ક્રિયાઓનું આચરણ (૬) દેરાસરમાં પ્રભુના દર્શન, આઠ સ્તુતિપૂર્વક દેવવંદના. (૭) યોજનાપૂર્વકના કઠીન ઉપવાસ અને આયંબીલ. (૮) આ ઉપરાંત અનેક નાની મોટી ધાર્મિક પ્રવૃત્તિઓ તથા Wિાઓનું પાલન. આમ ઉપધાન તપની આરાધના એટલે સમ્યમ્ દર્શન (True Faith], સમ્યગ જ્ઞાન [True Knowledge અને સમ્યગ ચારિત્ર [True Conduct] ની આરાધના માટે અનુપમ શિક્ષણ વર્ગ. મેં જ્યારે તા. ૧૬-૧૨-૬૩ ના દિવસે વાલકેશ્વર અંધેરી તથા બોરીવલીના ઉપધાન તપમાં બીરાજમાન તપસ્વીઓની મુલાકાત લીધી તે વખતે મારા મન પર જે અસર થઈ તે હું આ સ્થળ પર વર્ણવી શકવા શક્તિમાન નથી. તપસ્વીઓની શાંત મુદ્રા તથા તપસ્વીઓની શાતા પુછવા આવનાર વ્યક્તિઓ જોઈને મને કોઈ મોટી હોસ્પીટલની યાદ આવી ગઈ. મને આ સ્થળો કામ, ક્રોધ, મેહ અને માયા રૂપી દર્દીને નાશ કરવા માટેની આ હોસ્પીટલ જણાઈ. અને ખરેખર ઉપધાન તપમાં ક્રિયાઓ, તપને અને ત્યાગને ત્રીભેટ પતિ હોવાથી ઉપધાન તપ સર્વ શીરોમણું તપ બની જાય છે.

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62