Book Title: Buddhiprabha 1914 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 6
________________ બુદ્ધિપ્રભા. તેથી ત્રણ ગુણના સુક્ષ્મ સ્વભાવવાળી જે વિષમાવસ્થા થઈ તેને શાસ્ત્રીય સંજ્ઞાએ મહતત્વ પેદા થયું–ગણ્યું, અને તેથી કંઇક ત્રિગુણાત્મક વિશેષ થતી અવસ્થા એનેજ અહંકાર સંજ્ઞા આપી. તે અહંકારથી તેવાજ ગુણોના સ્વભાવવાળું આકાશ પ્રકૃતિના સુગરૂપે ઉત્પન્ન થયું અને તેથી શબ્દની ઉત્પત્તિ થઈ શબ્દ તેને ગુણ છે. આકાશથી કંઇક મ્યુલરૂપવાળા વાયુ ઉત્પન્ન થયો. ( જગતના સ્થાવર જંગમ પદાર્થોનાં અણું, અતીવ સુકમાવસ્થામાં હોય અને જેની ગતિ વિગેરે કંઈ પણ વ્યવહાર ન થાય, તેવા અણુઓની સમ અવસ્થાને મૂળ પ્રકૃતિ કહે છે, અને તે જ્યારે સ્થૂલ રૂપમાં આવતું જાય, અને સૃષ્ટિક્રમ ચાલુ થાય, ત્યારે જ સ્થૂલ પ્રકૃતિ આપણી દષ્ટિગોચર થાય છે.) આકાશ સિવાય પૂલ થતાં અણુઓને અવકાશ અથવા ગતિ મળે નહિ, તેથી તેની પહેલી જરૂર પડી હશે. વાયુ ઉત્પન્ન થતાં (૪) વળી અંક સાતમાના પાને ૧૦૮ માં ૩૩મી લીટીમાં લખ્યું છે કે “પ્રકૃતિ સદા સ્વરૂપે બ્રહ્મની સત્તાને લેઈ સત રૂપ છે તેથી પ્રકૃતિને અમરત્વ ધટે છે” આ પણ જન દ્રષ્ટિ પ્રમાણે સમીચીન નથી. કારણ કે, પ્રકૃનિ–ચા તે કર્મો સમૂળગો નાશ કર્યા પછી આત્મા પરબ્રહ્મ રૂપે થાય છે તો પછી બ્રહ્મ પ્રકૃતિ સાથે કઈ રીતની સત્તા રાખે છે તે બુદ્ધિમાં પણ બેસતી વાત નથી. પ્રકૃતિમાં આત્મા હતો અર્થાત આત્મા જ્યારે દેહી એટલે આ સંસારમાં હતા ત્યારે તો પ્રકૃતિ ઉપર તેની સત્તા હતી એ માનવું વાસ્તવિક ગણાશે પરંતુ જ્યારે પ્રકૃતિને ત્યજીને પરબ્રહ્મ રૂપે થયો ત્યાર પછી તે પ્રકૃતિ સાથે કેવી રીતની, શા માટે, શા આશયથી સત્તાને સંબંધ રાખે છે એ સમજાતું નથી. વમેલું કે પાછું જમ દુનિયામાં પણ જોવામાં આવતો નથી તે પછી પ્રકૃતિને ત્યજી પ્રકૃતિ સાથે સત્તાને સંબંધ રાખનાર બ્રહ્મ કે તે પણ એક અજાયબ જેવી વાત છે ! (૫) વળી “વાયુને ગુણ સ્પર્શ ગણે છે” આ પણ એક હસવા જેવી વાત છે કારણ કે પૃથ્વી, પાણું, વાયુ, અગ્નિ અને વનસ્પતિ એ એકેન્દ્રિય સંસારી હીં છો છે અને તેને સાયન્સ પણ હાલ સ્વીકારવા લાગ્યું છે. જે ચૈતન્ય લક્ષણવાન છે તે છવ કહેવાય છે. અને જીવને ગુણઅનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય છે તેમ જીવ દ્રવ્યના પર્યાયના ગુણ – અવ્યાબાધ-અવગાહ, અમુતિક, અને અગુરૂ લખ્યુ છે અને પુદ્ગલ દ્રવ્યના ગુણ તથા પર્યાય આગળ કહ્યા છે. તેમાં સ્પર્શ ગુણ છે તે પુદ્ગલને છે છતાં પુગલના ગુણો પૈકીના એક ગુણને વાયુ જીવ દ્રવ્યને મુખ્ય ગુણ તરીકે ગણ્યો છે તે પણું અયુક્ત છે અને ન્યાય પુર:સર નથી. આ સિવાય બીજી કેટલીક બાબતમાં પણ જન દ્રષ્ટિથી વિરૂદ્ધતા આવે છે. તત્વભિલાવીને સભા સત્યનું તોલન કરવા અને અમુક દ્રષ્ટિ અમુકમાં શી રીતે માને છે અને તેમાં આપણી દ્રષ્ટિએ તફાવત છે તેનું તોલન કરવાના આશયથી અને તાત્પર્યની સિદ્ધિને માટે આ લેખને અને સ્થાન આપ્યું છે. જૈન બંધુઓએ હંસવત તેમાંથી સાર ગ્રહણ કરવો એ પ્રગટને આય છે. જૈન ધર્મમાં પ્રાકૃતિક જ્ઞાનને માટે ઘણું ઉત્તમ પ્રકારનું દ્રવ્યાનું ગના વિષયમાં વર્ણન આપ્યું છે. અમને આશા છે કે જેને વિદ્વાન બંધુઓ તથા પૂજ્ય વિદ્વાન મુનિરાજે તે બાબતને શોધ કરી લેખ દ્વારા પ્રસિદ્ધ કરશે અને આધુનિક વિજ્ઞાન સ્ત્ર ઉપર અજવાળું પાડશે. શ. ડા,

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36