Book Title: Buddhiprabha 1914 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 30
________________ ૨૮૮ બુદ્ધિપભા. ન કીર્તનકાર તરીકે અહીં કરતા હોવાથી તેમણે જીવનને સાંદર્યમય કેમ બનાવવું તેમજ આત્મકર્ણ કરવા માટે સર્વ પ્રત્યે સમાનતા તથા અભેદ બુદ્ધિ રાખી સર્વ જીવોનું ભલું કરવું, સર્વેની સાથે પ્રેમભાવથી રહી સબિષ્ણુતાનું બળ સંપાદન કરવું વિગેરે બાબતોનું અસરકારક મનન કરવા યોગ્ય નૈતિક સંકીર્તન કર્યું હતું. ત્યારબાદ નામદાર ગાયકવાડ સરકારે દેશનો ધંધે ખીલવવા તેમજ ધંધામાં ચોબાઈ, સાદાઈ, વૈર્ય, કુશલતા, કામના વિભાગ (Division of labour ) વિગેરે આદર્શની પેઠે દેખાડવા અને પ્રજાજનોને તેની માહીતી સીનેમેટોગ્રાફની ફીલમેારા આપવા હમણાં યોજના કરી છે એટલું જ નહિ બક્કે તેને અમલમાં પણ મુકી છેજેના પ્રભાવે સીનેમેટોગ્રાફના એક નાના કંકમશીન દ્વારા હુન્નર, ઉદ્યોગ વિગેરેની ફિલ્મો મી. લલીત દેખાડી હતી. ફીલમ બતાવતી વખતે તેઓએ ફીલમે અનુસાર કેટલુંક વિવેચન પણ કરી બતાવ્યું હતું. ત્યારબાદ મી. ભાલેકર કે જેઓના નામથી કોઇ ભાગ્યેજ અાચું હશે અને જે અત્યારના જમાનામાં Byrn Caricarrioist એટલે “જન્મથી નકલ કરનાર” તરીકે ગણાય છે. તેમણે જુદી જુદી ભાવાએ બેલી, પંખીઓની ભાષાઓ બેલી તેમજ નસતરંગ એટલે કે ગળે સુંગળીઓ મુકી રાગ ગાઇ બતાવી અવર્ણનીય આનંદ આયે હતું. ત્યારબાદ વકીલ મી. નંદલાલ લલુભાઈએ મે. વહીવટદાર સાહેબને તથા મુનશબ સાહેબને તથા જે જે સબ્રુહસ્થ પધાર્યા હતા તેમનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું જે છે કે આ સ્થળે મારા સ્નેહી, સબંધી મી. મોહનભાઇને માટે બોલવું એ “ મુસાળમાં મા પીરસનાર ” બરાબર છે છતાં ભારે બોલવાની જરૂર પડે છે કે મી. મોહનભાઈએ લગ્ન પ્રસંગે આવી રીતે જે આનંદોત્સવ કરવા પ્રયાસ સેવ્યો છે તે તુત્ય છે. ઘણું શ્રીમો લગ્ન પ્રસંગે વેશ્યાએ બોલાવી નાચ નાટારંગ કરાવે છે જેને જેન શાઅ તદ્દન રીતે વખોડે છે અને જે જૈન દષ્ટિએ ધિક્કારને પામે છે તેના કરતાં આવી રીતે જે આનંદેવ કરવાની પહેલ કરવામાં આવી છે તે હજજાર દરજજે ઉત્તમ છે એવું મારું માનવું છે. વળી પ્રસંગને લાભ લેઇ તેઓએ જણાવ્યું હતું કે ગામના લોકો અને શહેરના લેકેનું અરસપરસ મીલન થવાથી એક બીજાના રીત રીવાજોમાં મોટો ફેર થાય છે એટલું જ નહિ પરંતુ અરસપરસ બ્રાતૃભાવ અને પ્રેમ ભાવની લાગણુઓ પણ વિસ્તૃત થાય છે. આ સવાલ નાત સબંધને છે એટલે તે સંબંધમાં હું કાંઈ વધુ બોલ માગતો નથી પણ એટલું તો બોલવાની રજા લઉં છું કે જેમ જેમ નાતનાં ક્ષેત્રે વિશાળ હોય તેમ મેટા ફાયદા થાય છે અને અરસપરસ સ્નેકનાં બીજાંકુરે શપાયાં હોય છે તેમ સ્નેહની લાગણી વૃદ્ધિ ત થઈ સંપની વૃદ્ધિ થાય છે એ નિર્વિવાદ છે. આ સ્થળે મારે જણાવવું જોઈએ કે આપણું નામદાર ગાયકવાડ સરકાર પ્રજાજનોના હિતાર્થે જે જે ભગીરથ પ્રયત્ન સેવે છે અને દેશને વેપાર, ધંધો, કેળવણું ખીલવવાને અર્થે જે જે સ્તુત્ય પ્રયાસનું આવાહન કરે છે તેઓ સાહેબને આપણે જેટલો ધન્યવાદ આપીએ તેમજ તેઓ સાહેબને આપણે જેટલે ઉપકાર માનીએ તેટલે આછો છે. હું આ સ્થળે બલવાની રજા લઉં છું કે તેઓ સાહેબે જે જે યોજનાઓ યોજેલી છે તે સ્તુત્ય છે એટલું કહી બેસી ન રહેતાં તેને અમલમાં મુકવા દરેક પ્રજાજને પિતતાથી બનતું કરશે એવી આશા રાખું છું. મી. લલીતે પધારેલ ગૃહસ્થાને ભજને ધારા-ન્માષણે દ્વારા જે નિર્દોષ

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36