Book Title: Buddhiprabha 1914 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 33
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય ૨૪૧ ક કેળવણી તેમજ વ્યવહારિક કેળવણી લેવા માટે પુરસદ તેમજ વખત મેળવી શકે છે. જેઓ પાસે “ બળ” અને “હુર” છે તેઓ પણ પિતાને નિર્વાહ કરવા માટે બહુ ચિંતા રાખવાની જરૂર જોતા નથી, પણ જેઓ મધ્યમ વર્ગના છે, જેને કાલે શું ખાવું, શું પહેરવું, સંસાર વહેવારમાં કેમ રહેવું, પિતા ગરીબ કુટુંબીઓને કેમ પાળવા એવી અનેક ચિંતા કોટે વળગી છે તે કેળવણી લેવા માટે વખત પણ ફાજલ પાડી શકતા નથી તેમજ તેઓ પાસે પૈસા પણ તે માટે પુરતા નથી. તે જ વર્ગ–કોમને ખરેખરો ઉપયોગી થઈ પડે એમ છે. તેઓને જ ખરેખરી કેળવણી આપવી જોઈએ અને તેની શરૂઆત બાળપણથી થવી જોઈએ. “ કુમળું ઝાડ વાળીએ તેમ વળે” એમ કહેવામાં આવે છે તે અનુભવ સિદ્ધ ખરું છે. મેટ્રીક થયેલાઓને ધામક અને વ્યવહારિક કેળવણી આપી શ્રદ્ધાળુ અને લાયક બનાવવા એ ઠીક છે, પણ તે હેતુ શું આ જનાથી પાર પડશે? જે વખતે તેના ઉપર દુનિઆના સારા નરસા અનેક સંસ્કાર પડી ચુકયા હોય છે, જે વખતે તેઓનાં મગજ કુમળાં નથી પણ કાંઈક પાકટ થયેલા હોય છે, અને જે વખતે તેઓને કોલેજના અભ્યાસ માટે બહુ વખત કાજલ પાડવાની જરૂર છે, તે વખતે તેઓ ઉપર એક નવો જે નાખવાથી તે શું અસહ્ય થઈ નહિ પડે? અને જે હેતુ પાર પાડવાની આશા રાખવામાં આવી છે તે પાર પડશે કે? અમે તેવી આશા પાર પાડવામાં મુશ્કેલીઓ જોઈએ છીએ ! પછી તે ખોટી હોય તો અમે વધુ ખુશ થઈશું પણ એક કામની શરૂઆત કરવા અગાઉ તેને લગતી બીજી-કાળી બાજુજેવા માટે વિચાર રાખવામાં આવતા નથી તે ભવિષ્યમાં તેથી નુકશાન થવા સંભવ રહેતા હેવાથી અમે આટલું ખુલ્લા શબ્દોમાં લખવા હિંમત કરી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે શરૂઆત મેટીક અથવા તેથી આગળ વધેલા વિદ્યાર્થીઓની બાબતમાં કરવા વિચાર રાખવામાં આવ્યો છે, તેને બદલે નાના કુમળા મગજવાળા વિદ્યાર્થીઓ સંબંધમાં કરવામાં આવે તે વધુ લાભ થાય. તે માટે જે અનેક એવાં બીજાં ખાતાએ હસ્તિમાં છે તેઓને એકત્ર કરી મોટા ૬ડ મારફતે શરૂઆત થાય તે જ કાંઈક સારા ભવિષ્યની આશા રાખી શકાય. કોમના યુવાન અને વિદ્વાન વર્ગને શ્રદ્ધાળુ બનાવવા માટે તથા લાયક કરવા માટે જે ઉપાય યોજાય છે, તે કેટલે લાયક છે અને ખર્ચના પ્રમાણમાં તે કેટલો લાભ આપશે તે ઉપર જૈન આગેવાએ પ્રથમ વિચાર કરવાને છે. ધર્મની અને વ્યવહારિક કેળવણું લેવા માટે સેળ વરસની ઉમર લાયક છે કે કેમ ! અને મેટ્રીક સુધી અભ્યાસ યોગ્ય છે કે કેમ તે ઉપર તેઓએ વિચાર કરવાનું છે, અને તેનું પરિણામ તેઓ બહાર પાડશે તે એક ઉપયોગી ખાતાને સારી મદદ આપવાના કામમાં તેઓ સહાયક થઈ પડશે. આપણે કેળવણી અને સુધરેલી દુનીઆની કેળવણી સાથે તેની સરખામણી. “ મહાવીર જૈન વિદ્યાલય સંબંધમાં અમેએ ઉપર પ્રમાણે લખ્યા પછી કઈ પુછશે કે ત્યારે તમે શું કરવા માગે છે અને કેળવણીનું તમારૂં ધેરણ શું છે? કોઈને પણ અવિનય કરવાની જરા પણ ઈચ્છા રાખ્યા વગર અમે કહીશું કે તે બાબતમાં બીજા ઘણુ વિધાનની સલાહ લેવી જોઇએ. વ્યાખ્યાન સમયે જેઓ ભેગા થતા હોય, અથવા જેઓએ ફંડમાં નાણાં ભર્યા હોય તેઓની સભા મેળવી અમુક ઠરાવ પસાર

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36