Book Title: Buddhiprabha 1914 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 32
________________ ૨૪૦ બુદ્ધિપ્રભા. વખતે કરવામાં લાભ છે કે કેમ” તે ઉપર પિતાના વિચારો ખુલા દીલે રજુ કરવા. લડાઇના સબએ જ્યારે આખી દુનીઓને તેમજ હિંદુસ્તાનને વેપાર વીખરાઇ ગયો છે, નાણુની ધીરધાર બંધ પડી ગઈ છે, ગરીબને કેવી રીતે કમાવું અને ખાવું તે સંબંધમાં મોટી ચિંતા ઉત્પન્ન થઈ છે, અને જે વખતે સર્વત્ર કાળાં વાદળાં દેખાય છે તે વખતે સધળા પ્રતિકુળ સંજોગોને નહિ ગણકારતાં પુરૂષાર્થ કેવી રીતે વાપરવું એ બાબત ઉપર સધળા આગેવાનેએ ખાસ વિચાર ચલાવવું જોઈશે. તે સાથે “ વિધાલય ” નું મકાન ક્યાં રાખવું, કે જેથી તે તંદુરસ્તી, અભ્યાસ, અને બીજા વ્યવહારિક તેમજ ધાર્મિક કાર્યોને માટે અનુકૂળ થઈ પડે તે ઉપર પણ ખાસ વિચાર કરવા પડશે. તે સાથે જે વખતે મહિને રૂ. ૧૦૦) ના પગારે સુપ્રીન્ટેન્ડન્ટ તરીકે જે માણસની નીમણુક કરવામાં આવે તે વખતે વિદ્યાલયની જનામાં જે નીચલે હેતુ રાખવામાં આવ્યો છે તે ભૂલી જવામાં નહિ આવશે એવી સર્વ કઈ આશા રાખે છે. તે એ છે કે “ શ્રી મુંબઇ નગરીના શ્રાવક સમુદાયને માલમ પડે છે કે જ્યારે વિદ્યાર્થી ૧૬ વર્ષની ઉમરે કે ત્યાર પછી, મેટ્રીક અથવા એન્ટ્રન્સ પરિક્ષા પસાર કરી સાધના અભાવે આગળ અભ્યાસ કરતાં અટકી પડે છે અને ધર્મનું શિક્ષણ નહિ મળવાથી સાચા રસ્તાને છોડી દઈ આડા અવળા માગે પકડે છે. જેને લઈને પોતાના આત્માનું કલ્યાણ કરી શકતો નથી, પરંતુ હાંરી પાત્ર થાય છે. મેટ્રીક અથવા તેની બરોબરની એન્ટ્રન્સ કે બીજી પરીક્ષા પસાર કરી જે વિદ્યાર્થી ત્યાર પછીના અભ્યાસ પિતાના ખર્ચે ન કરી શકતો હોય તથા જે વિદ્યાર્થીઓ ખર્ચ આપી આ સંસ્થાને લાભ લેવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓને આ સંસ્થામાં રાખી તેની ચાલચલગત, ખાવું, પીવું, વ્યવહારિક, ધાર્મીક તથા શારીરિક શીક્ષણ ઉપર પુરેપુરૂ ધ્યાન આપી તેને વ્યવહારિક તથા ધાર્મિક બાબતમાં હુશીઆર કરી સંપૂર્ણ શ્રદ્ધા અને લાયક બનાવવા શું એ હેતુ પાર પડશે ? “ વડિલે, મહાત્માઓ અને આગેવાનો જે કાર્ય હાથમાં લે તે ઉત્તમજ હોવાં જોઈએ.” એવું મનાવવાની પ્રથા આપણામાં લાંબા વખતથી અને બરાબર કહીએ તો વંશપરંપરાથી– છે. આગલા જમાનામાં તે પ્રથા ઠીક હશે એમ માની શકાય, પણ કાલનો જમાને તદનજ ફેરવાયું છે, એમ જે સર્વત્ર કહેવાય છે તે ઉપર પણું ધ્યાન આપવાની જરૂર છે. જ્યાં ત્યાં કહેવામાં આવે છે કે “ જમાને બદલાઈ ગયો છે. ધર્મ ઉપર કોઈને શ્રદ્ધા રહી નથીઃ અંગ્રેજી શીખીને સર્વે પીવાળા બની જાય છે. સારાં કપડાં, નેકટાઈ, કોલર પહેરવા, એમાંજ ગૃહસ્થાઇનાં લક્ષણે આવી જાય છે.” આવું કહેનારાઓ ખોટું નથી કહેતાં અને ઘણે દરજજે તેઓના કહેવામાં તત્વ છે એમ કહ્યા વગર ચાલે એમ નથી, પણ તેથી કાયદે શું થાય ? તે માટેના વાસ્તવિક ઉપાયો યોજાયા વગર મા શું ફાયદે ? અને તેના ધણ યથાર્થ ઉપાયોમાં એક ઉપાય એ છે કે નાનપણથી જ બાળકોને ઉત્તમ ધાર્મીક અને વ્યવહારિક કેળવણી આપવી. એ માટે ગુરૂકુળ જેવી કઈ સંસ્થા ઉપયોગી થઈ પડે, તે પણ તે આ જમાના માટે સંપૂર્ણ પ્ય થઈ પડશે કે કેમ તે એક સવાલ છે. આ જમાનો “પૈસાને ” “ બળને ” અને “હુન્નર ઉધાગ”ને છે. જેઓ પાસે પૈસા છે તેઓને બીજાઓની તેમજ પૈસા કમાવાની ફિકર નથીતેથી તેઓ

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36