________________
२५८
બુદ્ધિપ્રભા.
૩. ફરવામાં, અંગમહેનત કરવામાં, અગર છેકરાં સાથે બાગબગીચામાં, ખુલ્લી હવામાં કરવામાં એક કલાક ગાળવે.
૪. સ્વરછ હવા મળે તેવી ખેળીમાં સાત કલાક બરાબર નિદ્રા લેવી. ૫. પીવું હોય તેટલું પાણી જમતાં જમતાં વચ્ચે 'પીવું.
૬. શત્રુ વિષે અગર બીજા કોઈ વિષે પણ મનમાં દેશ મત્સર વિગેરે વિકારોથી મગજને નકામે ત્રાસ ન આપવો અને તેમને ક્ષમા કરી અપરાધ વિસરી જવાનો પ્રયત્ન કરવો.
૭. હમેશાં કોઈ પણ કામમાં રોકાયેલા રહેવું. ખરેખર જુવો તો આ જગત ઘણુંજ આનંદદાયક ને રમણીય છે તેથી પણ તે અધિક રમણીય આપણે તેને બનાવવું જોઈએ, અને તેમ કરવાની આપણામાં શક્તિ છે એવો દ્રઢ વિશ્વાસ આપણુમાં હોવો જોઈએ.
ઉપરના નિયમનું યથાર્થ પરિપાલન અવશ્ય આપણને નિરોગી ને સુદ્રઢ બનાવશેજ.
નિરોગી શરીર હોય તે જનસેવા, પરોપકાર, ધર્મસાધના અને આત્મસાધના થઈ શકે છે માટે પ્રત્યેક બધુઓએ તે તરફ લક્ષ આપવું ઉચિત છે.
श्री अंतरिक्ष पार्श्वनाथ तीर्थ.
(લેખક:-શા. બહેચરદાસ દલવદાસ. વડેદરા.) આ તીર્થ ખાનદેશ જીલ્લામાં છે. સુરતથી તાપતીવેલી રેલવે લાઈન જાય છે. તેમાં થઈને જવાય છે અને મુંબાઈથી ભૂંશાવળ લાઈન જાય છે તેમાં પણ જવાય છે. સુરતથી સવારના ૮ વાગે એક ટ્રેન ઉપડે છે અને બીજી બપોરના ૪ વાગે ઉપડે છે. સુરતથી અકેલા સ્ટેશનની ટીકીટ લેવી, તેનું નુર રૂ. ૩-૬-૦ પડે છે. ટ્રેન બહુ ધીમી ચાલે છે, સ્ટેશન ઉપર પણ ઘણે વખત ઉભી રડે છે. વયમાં અમલનેરનું મોટું સ્ટેશન આવે છે. પછી આગળ જતાં જળગામ જંકશન આવે છે. મુંબઈથી આવતી ટ્રેન આ સ્થળે મળે છે. ત્યાર પછી ભુસાવળને જંકસન આવે છે. ત્યાં ઉતરવું પડે છે અને ત્યાંથી નાગપુરની લાઇનમાં બેસી અકોલા સ્ટેશને ઉતરાય છે. સુરતથી ૪ ની ટ્રેનમાં બેઠેલા પિસેંજર બીજે દિવસે સાંજના ૫ વાગે પહોંચે છે. અકેલે મોટું શહેર છે. ત્યાં ધણુ જીન તથા મીલે છે. આ દેશમાં કપાસનો પાક ઘરો થાય છે તેથી વેપારનું મથક છે. ગામમાં જન ધર્મશાળા તથા ઉપાશ્રય પણ છે. ધર્મશાળામાં આદેશ્વર ભગવાનનું દેરાસર તથા કુવે છે. ધર્મશાળા ને દેરાસર નવું બંધાયેલું છે. ઉતરવાની સવડ સારી છે. વાસણ, ગોદડાં ને ઉના પાની સવડ છે. ગામ સ્ટેશનથી ૧ માઈલ દુર છે. અહીંથી શ્રી અંતરિક્ષ ૪૦ માઈલ દુર છે અને ગાડા રસ્તે પાકી સડક છે. ભાડાનાં ગાડાં જોઈએ તે વખતે મળે છે. ગાંડાનું ભાડુ રૂ. ૬ અગર ૭ લે છે. અને ૪ માણસ બેસાડે છે. ગાડાં બીજાની મારફતે કરે તે તેની દલાલી રૂ. -૪-૦ ચડે છે. ગાડાં રાતનાં ચાલે છે. દિવસે કોઈ જેડતા નથી. સાંજના દીવા વખતે ગાડા જોડે છે તે સવારમાં ૬ વાગે વચમાં ૨૦ માઈલ ઉપર પાથુર ગામ છે ત્યાં છોડે છે. સડક ઉપરજ જેની ધર્મશાળા છે તેમાં કહે છે. ધર્મશાળામાં એક પરદેશી ભે રહે છે. તે વાસણ ગોદડાં વિગેરે આપે છે તથા સીધુ સામાન પણ રાખે છે. ગામ