________________
બુદ્ધિપ્રભા
(૮) આલસ્યજ મનુષ્યોના શરીરમાં રહેલો મોટો શત્રુ છે. ઉધોગ જે બીજો કોઈ પણ બબ્ધ નથી. માટે ઉગ કરનાર પુરૂષ દુઃખી થતા નથી. પુરૂષને ફળ મળતું તે કર્મને વશ છે અને બુદ્ધિ કમાનુસારી છે તથાપિ વિધાન માણસે વિચારીને કામ કરવું જોઈએ.
(ભર્તુહરિ.) (૪) જે વાક્ય અપ્રિય છતાં પણ હિતકારી હોય તે પરિણામે સુખને આપનારૂં થાય. મ મ ઝ વિધાન સાથે ગુપ્ત વાત કરવી, શક્તિવાન પાસે કાર્ય કરાવવું, સ્નેહિ સાથે નીતિ અનીતિને વિચાર કરે, અને મૂર્ખ મનુષ્યનો સર્વદા ત્યાગ કરવો. ( હિતોપદેશ)
(૧૦) પિતાને યશ, પરમ, ગુપ્ત રાખવાને કહેલી વાત, ઉપકાર માટે કરેલું કામ, એટલાં વાનાં ધર્મને જાણનાર મનુષ્ય બીજાની આગળ જણાવવાં નહિ. (મહાનિર્વાણ)
(૧૧) પ્રત્યક્ષ કારણોથી કંઈ ફળની પ્રાપ્તિ થતી નથી, કિંતુ પૂર્વ જન્મમાં કરેલાં કર્મથી ફળની પ્રાપ્તિ થાય છે. કર્મ સિવાય બીજી કોઈ પણ વસ્તુ ફળ આપશ્વાને શક્તિમાન નથી થતી, આવો વિદ્વાનોએ નિશ્ચય કર્યો છે. x x x મનુષ્યો પૂર્વ જન્મમાં જેવાં કર્મ કરે છે, તેવાં કર્મ ફળોને ઉપભોગ કરવા એગ્ય તેની બુદ્ધિ થાય છે. (શુકનીતિ)
(૧૨) જે મનુષ્ય ધર્મને તથા અર્થને પરિત્યાગ કરીને ઇન્દ્રિયને આધીન થાય છે. તે જલ્દીથી શોભા, પ્રાણ, ધન અને સ્ત્રીથી રહિત થાય છે, તેમાં બુદ્ધિને હણે છે, બુદ્ધિ હાયાથી લજજા હણાય છે, અને લજજા હણવાથી ધર્મને નાશ થાય છે. (ઉદ
(૧૩) ભેજરાજાએ કહ્યું કે “મારી પાસે ચિત્તને હરે તેવી સ્ત્રી, અનુકૂળ મિત્ર, સારા સંબંધી, નમ્રતા તથા વિનયયુક્ત વાણીવાળા પરિજન અને ગર્જના કરતા હતિ તથા ચંચળ ઘડાઓ છે.” ત્યારે કાલિદાસ કવિએ કહ્યું કે “આંખ મીંચાયા પછી તેમાંનું કાંઈ પણ નથી.”
(ભેજ પ્રબંધ) (૧૪) જે અનિત્યને નિત્ય તથા ચેતનને ચેતન છે, અને સર્વ પ્રાણીઓને તેમના કર્મનું ફળ આપે છે. તેને જે ધીર મનુષ્ય પોતાના હૃદયમાં અનુભવ કરે છે તેને નિરંતર સુખ જ મળે છે
(યજુર્વેદ-કઠોપનિષદ) (૧૫) નીતિમાં કુશળ પુરૂષો નિંદા કરે, સ્તુતિ કરો, લક્ષ્મી ભલે આ વા જાઓ, આજ મરણ થાઓ વા યુગાન્તરે થાઓ પરતુ ધીર પુરૂષે ન્યાય માર્ગથી એક પગલું પણું ચલાયમાન થતા નથી.
(નીતિશતક) (૧૬) મનુષ્ય પારકાનાં હૃદય ભેદાય એવું ક્ય ન કરવું, તેમ બીજાને જ થાય એવું ભાષણ પણ ન કર્યું પરાયા મનુષ્યને હીણપ કે હલકાઈથી ન બેલા, તેમજ પોતાની જે વાણીથી પરને ઉગ થાય તેવી નરકને પ્રાપ્ત કરાવનાર વાણું કદી ન ઉચ્ચારવી.
(હંસગીતા) (૧૭) પતે દોષિત છતાં, અન્યને દોષારોપણ કરી અપમાન કરે છે, નિર્બળ છતાં બળવાન ઉપર લેપ કરે છે. વગર બેલાવે બીજાને ઘેર જાય છે, વિના પૂછે વાત કરે છે, અને વિશ્વાસ વગરનાને વિશ્વાસ રાખે છે. તે જ મૂર્ખ છે.
(વિદુરનીતિ.) (૧૮) હે તળાવ ! હમણાં પાણીની આટલી બધી સંપત્તિ છતાં જો તુ તુષાતુરની તુષાને છીપાવીશ નહિ, તે ઉનાળામાં સૂર્યનાં તિક્ષણ કિરણ ચારે બાજુએથી અંગાર સમુહ ફેલાવશે. ત્યારે સુકાયેલ તું કોની તૃષા છીપાવીશ? તેમ હે નર? તું તારી જુવાનીમાં કોઈ પણું સતકર્મ કરતો નથી, ત્યારે શ્રદ્ધાવસ્થામાં તું શું કરીશ ? (રસિક જીવન).