Book Title: Buddhiprabha 1914 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 17
________________ સુવિચાર નિઝર. ૨૭૫ આત્મ સ્વરૂપે પ્રગટ કરવાના ઉપાયની શોધ કરવાના ઉપાય શોધતી વખતે બીજી કેટલીક વાતને તે પહેલાં વિચાર કરવો પડશે. જીવને જે કર્મ વળગેલાં છે, તે કર્મને કર્તા કહ્યું? અને તેને જોતા કોણ? એ બે વાતને સાથે સાથે વિચાર કરવાથી આપણને કેટલીક મદદ મળશે. કેટલાક દર્શનમાં એમ માનવામાં આવેલું છે કે, દરેક જીવ પોતાની મરજીથી–પિતાની સત્તાથી જગતમાં કંઈ પણ કરી શકતો નથી. તે જે જે શુભાશુભ કર્મ કરે છે, તે ઈશ્વરની મરજી તેની પ્રેરણા પ્રમાણે કરે છે. ઈશ્વરની મરજી તેની પ્રેરણું કે ઇરછા સિવાય માણસ કંઈ પણ કર્મ કરવા અસક્ત છે. આ વાતને ન્યાય અને અતિપુરઃસર વિચાર કરતાં તે અસત્ય ઠરે છે. (અપૂર્ણ. } सुविचार निर्झर. ( લેખકઃ-સદ્ગત ડી. જી. શાહ-માણેકપુર.). ( ૧ ) યુવાવસ્થાથીજ ધર્મપરાયણ થવું જોઈએ, કેમકે એ ખરેખર અનિત્યજ છે, વળી કોઈ પણ જાતું નથી કે આજે કોનું મૃત્યું થશે. * * * જેનાં મન અને વાણી સર્વદા સારી રીતે વશ હેાય છે, અને જે સત્ય, દાન તથા તપનું પાલન કરે છે, તેવા સર્વ મનુષ્ય પરમ પદને પ્રાપ્ત થાય છે. (મહાભારત) (૨) અપમાન પમનાર માણસ સુખથી સુવે છે. સુખથી જાગે છે. અને લેકમાં સુખથી ફરે છે, ત્યારે અપમાન આપનારે મનુષ્ય પોતે સર્વ વાતે દુઃખી થઈ વિનાશને પામે છે. (મનુસ્મૃતિ.) (૩) વાઘણની પેઠે તિરસ્કાર કરતું ઘડપણ પાસે જ રહે છે, શત્રુઓની પેઠે રગે સર્વદા દેહને પ્રકાર કરે છે અને ફુટેલા ઘડામાંથી ઝરી જતા જળની પેઠે આયુષ્ય નષ્ટ થાય છે, તે પણ લોક વિરૂદ્ધ મનુષ્ય કાર્યો કરે છે, એ આશ્ચર્ય છે? (વૈરાગ્યશતક) (૪) છે. પુરૂષોમાં ઉત્તમ? સુખને તથા દુઃખને સમાન ગણનારા જે ધીર પુરૂષને ઇન્દ્રિથી થતા વિષય સંબંધી આદિ અને આત્મ નિછામાંથી ચલિત કરી શકતા નથી, તે પુરૂષો મોક્ષને માટે યોગ્ય થાય છે. (શ્રીમદ્ ભગવદ્દગીતા.) (૫) જેમ મલયાચલના સંગથી વાંસ ચંદનરૂપ થતું નથી, તેમ અન્તરમાં બુદ્ધિ વિનાના મનુષ્યોને ઉપદેશ લાગતો નથી. જેમ દુધ અને ઘીનું મૂળમાં સિંચન કરવા છતાં પણ લીમડાના ઝાડમાં મધુરતા આવતી નથી, તેમ બહુ પ્રકારથી ઉપદેશ આપ્યા છતાં પણ દુર્જન પુરૂષમાં સાધુતા આવતી નથી. (ચાણક્ય નીતિ) (૬) વીસ આંગળ પહેલું અને ત્રીજી આંગળ લાંબુ વન્મ લઈ તેને બેવડું કરી તેનાથી પાણી ગાળીને પીવું, ને તે વસ્ત્રમાં રહેલા જીવોને કૂવા વિગેરેમાં નાંખવા. આવી રીતે કરીને જે માણસ પાણું પીએ તે ઉત્તમ ગતિને પામે છે. (વિષ્ણુ પુરાણુ.) (9) ઘણું ધનને લાભ થવા છતાં પણ જે હર્ષ પામતો નથી, અને દુઃખના સમયમાં મુંઝાતું નથી, તેમજ સુખ તથા દુઃખની મિશ્ન અવસ્થામાં પણ તેવી જ સ્થિરતા રાખે છે, તેજ સર્વોતમ પુરૂષ છે. (ાન્તિપર્વ)

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36