________________
૨૭૦
બુદ્ધિપ્રભા
ગરીબ ને ગરજવાન મનુષ્યને માન આપવું, અને તેની સે મુખ્યદાયી છે. તે તારે અધિકાર વધારે છે એમ સમજવું.
કેમકે દાન–લેનારનું કલ્યાણ કરે છે, તે સાથે દાન દેનારનું સેગણું કલ્યાણ કર્યા વિના રહેતું નથી. લેનારના હાથમાં કયું આવે છે પણ દાતાને તે તેના હાથમાં સેનું કે હીરાજ મળે છે.
જ્યારે જ્યારે ગરીબ મનુષ્યો તમારી પાસે આવીને આશ્રય માગે, અન્નની આશા કરે ત્યારે તેમને સંતોષવા. તમારાં દ્વાર બંધ દેખી અગર તમારો અભાવ જોઈ તેઓ ખીન્ન થઈ પાછા ફરે તેમ ન થવું જોઈએ.
પાચક ગમે તેટલે નીચ ને કંગાલ હોય, પણ તમારે તેને આવકાર આપો, તે જે કંઈ કહેવા માંગતા હોય તે સઘળું સાંભળવું અને પછી શાંત તથા દયાળુ વૃત્તિથી તેની હકીકતના ગુણદોષને વિચાર કરવો.
જે તે દાનને પાત્ર હોય તો તે હર્ષપૂર્વક ને પૂજ્યભાવથી અન્ને વસ્ત્રાદિ આપવાં.
જ્યારે તમે તમારા કુટુંબ માટે મહિનાનું અનાજ ખરીદો ત્યારે ભીક્ષકો માટે પણ દાળ ચોખા આટો ખરીદી તેમને માટે અલાયદાં રાખવાં.
તમારાં જુનાં વસ્ત્ર ને જીર્ણ વસ્તુઓ જુદી રાખવી અને તે ગરીબોને આપવી કે નકામી ગણ કાઢેલી વસ્તુઓને સદુપયોગ થાય.
તમારી શક્તિ અનુસાર દર માસે ગરીબોને કંઇક આપે. ઓછી બને તે ઓછી પણ ગરીબના હક છીનવી લેવાને તમને અધિકાર નથી.
આ વાત લક્ષમાં રાખો કે તમારું દ્રવ્ય તે તમારી મીલકત નથી કે તમે તમારી મરજી માફક વાપરે. એ તે વિધિએ પિતાના હેતુઓ બર લાવવા તમોને સેપેલે માત્ર પવિત્ર જુઓ છે.
દાનારા ઘણા લોકોપયોગી કરવાના પ્રસંગે છે.
ભુખ્યાને અન્ન, તરસ્યાને પાણ, નવસ્ત્રાને વસ્ત્ર, માંદાની સારવાર, ઘર વગરનાને રહેવા ઘર, મત્યુએ વિયોગી નિરાશ્રીત કરેલાને દિલાસો, વિધવા ને નિરાધાર બાળકનું દુઃખ નિવારણ, સાધનહિન વિદ્યાર્થીને પુસ્તકાદિ મદદ, ઔષધશાળાઓ, વિદ્યાલય, દેવાલયો અને પુસ્તકાલયો સ્થાપવા અને ચાલુ રાખવાં એ સર્વ ધર્મકાર્યો છે. તે બજાવવાના જયારે પ્રસંગ આવે ત્યારે તત્પર રહેવું.
જ્યારે દેશમાં દુકાળ પડે અથવા મરકી કે ચેપી રોગ પ્રસરે અગર આગ લાગે, અગર તમાસ કે અન્ય દેશના લોકો પર આફત આવી પડે અને તેનાથી વિનાશ, ભુખમરો ને સંકટ નીપજે તે વેળા તમારે સત્વર મદદ આપવી અને દુઃખનિવારણ માટે દેડી જવું એ કર્તવ્ય છે.
ઉન્ડાળામાં સૂર્ય ઘણો તપે છે ત્યારે તરસ્યા માટે શિતળ જળની જોગવાઈ કરવી ને થાકેલે મુસાફર તથા કષ્ટાયલે મજુર તમારા દ્વારે આવે ત્યારે તેને વિસામે, આરામ અને સ્થાના ઝરામાંથી વહેતું સ્વચ્છ પાણુ સદા મળે તેવું કરવું.
શીયાળાની કકડતી ઠંડીથી હેરાન થતા રંક ને ચીથરેહાલ લોકને ગરમાવો આપ
વિચાર શૂન્ય દાન કરીને આળસ અને અરિક્રમને ઉત્તેજન આપવું નહીં. માત્ર સુપવનેજ આશ્રય આપ