Book Title: Buddhiprabha 1914 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ દાન. ૨૬૮ બહુ મોટું નથી પણ પોસ્ટ ઓફીસ અને ટેલીગ્રાફ ઓફીસ છે. નજીકના ખેતરમાં શેરડી, કેળાં, શાક, ભાછ વિગેરે થાય છે તે જોઈએ તેને મળે છે. ત્યાં આ દિવસ રહેવું પડે છે અને ત્યાંથી સાંજના દીવા વખતે પાછાં ગાડા જોડે છે તે સવારમાં ૬ વાગે ગામ શિરપુર (અંતરિક્ષજી) પહોંચાય છે. ગામ શિરપુરમાં શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથનું દેરાસર છે. જેડે ધર્મશાળા છે અને કુવે છે. ફરતી ખુલ્લી જગ્યા અને ચારે બાજુ કેટ છે. આગળ એક માટે દરવાજે છે. દહેરાસર ઘણું જુનું, મજબુત ને એર ફેશનમાં છે. ત્રણ બાજુ રવેશ, પથ્થરના થાંભલા અને ઉપર અગાશી છે. તે એક ઉપરને મજલ ને તેની નીચે બે માળ જમીન અંદર ભેરા તરીકે ઉપર છે તેટલાજ છે. ત્રણ બાજુ મકાન ને આગળ કોટ છે. તેમાં દરવાજે તે નાની બારી જેવડે છે. ચોકમાંથી દેરાસરમાં જવાય છે. થવાને ત્રણ પગથી છે. તે પગથી ઉપર અસલી જુના સિક્કાના રૂપીઆ જડેલા છે. ત્યાંથી ઉપરના માળામાં દિગમ્બરની પ્રતિમાઓ છે તેમાં બાજુની ભીંતમાં નાનું બારણું છે. તેમાં પગથી ઉતરીને નીચે ભોંયરામાં જવાય છે. તે ભોંયરાને માળ પણ ઉંચો છે. તે જોયરામાં શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથજીની પ્રતિમા ઘણી જ પ્રાચીન અને ચમત્કારી અલૌકિક ભોંયરાના દિવાલના ગેખલામાં બીરાજમાન છે. આ પતિમાછ શામ રંગની માથે નવમુખીની નાગના ફણાનું છત્ર છે અને બેઠકથી અરધે આંગળ ઉચી અહર છે. પછાડી દીવાલથી પણ અલગ છે તેથી અંગલોહચું નીચે તથા પેઠે થાય છે. આ ભયરાની નીચે બીજો એક માળ પણ વડેજ છે. તેમાં માની ભદજીની મૂર્તિ છે. આ મૂર્તિને તેલ સિંદુર ચડે છે. મૂર્તિપર સિંદુર ચઢતાં ચઢતાં ઘણે વરસે સિંદુરને જાડા થર થઈ મૂર્તિથી અલગ પડી ભળી નીકળીને ગીની પડે મૂર્તિના અંગેના આશ્વરના નીકળેલા બેભળાનો એક ઢગલે સંગ્રહ કરી રાખેલો પાસે જવામાં આવે છે તે ઉપરથી વિચાર ઉત્પન્ન થાય છે કે આ કેટલા વરસે થઈને આટલું સિંદુર ચહ્યું હશે. સારાંશ કે તીર્થની પ્રાચીનતાની સાબીતી થાય છે. (અપૂર્ણ) વાન. જે ઘરમાં દાન થતું નથી તે ઘર નથી. પછી તેમાં નિત્ય સેવાનું ગમે તેટલું ડોળ જોવામાં આવતું હોય, અને પ્રાર્થનાઓને ઘોંઘાટ ગમે એટલો ગાજતે હોય. દાન વિનાની શ્રદ્ધાને પિકળ પવિત્રતા સમજવી. તે એક કુલ વગરના વાંઝીયા રક્ષા જેવી છે. જે મનુષ્ય પ્રભુ પ્રતિ પ્રેમ દર્શાવે છે–પણું જેને પોતાના ભાઈ–બીજા મનુષ્ય પ્રતિ બીલકુલ પ્રેમ નથી તે દાંભીક ધુતારે છે. ગૃહસ્થ સ્વાર્થવૃત્તિને પાપ તથા દુષ્ટતાનું લક્ષણ ગણુને પરહરવી, અને પિતાના ઘરને દાન તથા પ્રેમનું ભવન બનાવવું. ગરીબોને તું જે કંઈ આપ ! તે અહંકાર ને ગર્વથી ના આપ! તેઓ જાણે નીચ, જાતિભ્રષ્ટ ને કેવળ ધિક્કાર કે દયાપાત્ર હોય એમ માનીને તેમને તિરસ્કાર ન કર.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36