Book Title: Buddhiprabha 1914 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 13
________________ આત્મ સ્વરૂપ શી રીતે પ્રગટ થાય ? ૨૭૧ લોકો તમારી વાહ વાહ બોલે ને પ્રશંશા કરે એમ ઢેલ વગાડીને દાન કરવું તે ખોટું. જે અંઈ આપે તે ગુપ્તપણે અને નમ્રભાવે આપવું ને તેમાં કીર્તિની આશા રાખવી નહીં. ખરું દાન હાથથી નહીં પણ હૈયાથી જ થાય છે. તેને મહિમા આપવાના કૃત્યથી નહિ પણ મનના સંકલ્પથી છે. વગર હૈયાની મોટી મોટી સખાવતે કરતાં, રંક વિધવાની મુઠી ચપટી વધારે ઉત્તમ છે. જાત અને જીવન, દેહ અને આત્મા પરહિતાર્થે અર્પણ કરી દેનાર, અને જનમંડળની અખંડ સેવા કરવાનું વ્રત સ્વીકારનાર વિરલ પુરૂષોને ધન્ય છે. તેઓનું આ લોક ને પરલોકમાં કલ્યાણ થશે. તમારા હૃદયને ઉન્મત્ત, ઉત્તમ, નીતિવાળા, ને ધામfક વિચારોનું દાન તમે કરી શકે તે કેવું સારું ? आत्म स्वरूप शी रीते प्रगट थाय ? (વકીલ. નંદલાલ લલુભાઈ–વડેદરા.) पातक पंच पखालता, प्रगटे आत्म स्वरूप. શ્રી દેવવિજયજીકૃત અષ્ટપ્રકારી પૂબ. आत्म स्वरूप रमणे रमे, मन मोहनमेरे; म करे जुठ डफाण, मन मोहनमेरे. શ્રી વિરવિજયજીત નવા પ્રકારની પૂન. આત્મ સ્વરૂપે પ્રગટ કરવાની જીજ્ઞાસા ધરાવનારે પ્રથમ આત્માની ઓળખાણ કરવા પ્રયત્ન કરવો જોઈએ. આત્મા છે કે નહિ અને છે તે તેનું લક્ષણ શાસ્ત્રાકારે કેવું બતાવ્યું છે તે જાણવું જોઈએ. આમા એક છે કે અનેક છે, નિત્ય છે કે અનિત્ય છે તે પણ સમજવું જોઈએ ઈત્યાદિ. આમાના એળખાણ સંબંધી વાતો આમ સ્વરૂપે પ્રગટ કરવાને પ્રયાસ કરતા પહેલાં સમ્પકરીતે જાણવાથી અને તેની શ્રદ્ધા કરવાથી આગળને પ્રયાસ સરળ થશે. જન દર્શનમાં આ જગતમાં નવ તત્વ છે એમ બતાવ્યું છે. ૧ જીવ, ૨ અછવ, ૩ પુણ્ય, ૪ પાપ, ૫ આશ્રવ, ૬ સંવર, ૭ નીર્જર, ૮ બંધ અને & મોક્ષ. તેમાં પણ મુખ્ય બે તત્વ છવ અને અજીવ છે. બાકીના સાત ગૌણ છે, અને તે એ બેમાં તેને સમાવેશ થાય છે. | નવતત્વ પ્રકરણમાં જીવનું લક્ષણ એવું બતાવ્યું છે કે, જ્ઞાનદર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ એ જીવનું લક્ષણ છે. આ જ્ઞાનદર્શન, ચારિત્ર, તપ, વીર્ય, એ આત્માની શક્તિ છે. આત્મા કહો યા જીવ કહે એ બે પર્યાયવાચક છે. એ નામથી આપણે જે તત્વને - ળખીએ છીએ તે એકજ છે.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36