Book Title: Buddhiprabha 1914 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ બુદ્ધિપ્રભા. અપૂર્વ ધર્મની પ્રાપ્તિ થાય. અન્યથા દયામાં જેમ જેમ ન્યુનતા તેમ તેમ ધર્મમાં પણ ન્યુનતા અવબોધવી. સર્વ માવલંબી જનોને દયા ભાન્ય છે સહિ, તત્રાપિ સર્વે જનોની માન્યતાના ભિન્નપણાને લીધે શ્રેષ્ટતાપૂર્વક દયાને સશે ખરો ઉપયોગ તેઓ કરી શકતા નથી. ઉદાહરણ તરીકે કેટલાક મતાવલંબી જનેની એવા પ્રકારની માન્યતા છે કે, પશુઓ નાના પ્રકારના દુઃાથી પીડાય છે માટે તેઓને વધ કરવે જેથી તેઓ પશુ જમના દુઃખમાંથી મુક્ત થાય. એવા પ્રકારની માન્યતાને લીધે હપૂર્વક પશુવધ કરી તેઓ તેમાંજ દયા માને છે. અન્ય કેટલાક જનોની માન્યતા એવા પ્રકારની છે કે પાવન પર્યન્ત પાએ તન્દુરસ્ત હેય તાવત પર્યન્ત તેમની દયા પાળવી પરંતુ જ્યારે તે વ્યાધિગ્રસ્ત બની જુદા જુદા પ્રકારની પીડા અનુભવતા હોય ત્યારે તેમનો વધ કરી તેમને થતી પીડામાંથી મુક્ત કરવા તેમાં જ દયા છે. વળી કેટલાક મનુષ્યોની એવા પ્રકારની પણ માન્યતા છે કે બેટા તથા નાના જે જે પ્રાણીઓ મનુષ્યોને તકલીફ આપે છે જેમકે જુ, ચાંચડ, માંકડ, મચ્છર, ડાંસ એ નાનાં તથા ઉંદર, વીંછી, સર્પ, દે આદિ મોટા તેનો સંહાર કરવા એજ દયા. પુનઃ કેટલાક ધધ જને હસ્તિ, અશ્વ, મહિબ, આજ આદિ પશુઓનો યજ્ઞનિમિત્ત નાશ કરી તેમાં જ ધર્મધુરન્ધરતા માને છે. આગળ ચાલતાં કેટલાક જનની એવા પ્રકારની પણ માન્યતા છે કે કેટલાક પ્રાણુઓ અતિ સૂક્ષ્મ છે જે આપા દષ્ટિએ અવકી પણ શકાતા નથી તેની જરા માત્ર પણ કાળજી કરવી આપણે જરૂરી નથી. ફક્ત પ્રષ્ટિએ જણાતા મેટા મેટા ની દયા પાળવી એજ ખરી દયા. - ઉપરોક્ત પ્રકારે ભિન્ન ભિન્નપણે અન્ય મતાવલંબીજને દયાને સ્વેચ્છાનુસારે ઉપર કરે છે ત્રાપિ તેઓ સર્વ પ્રભુએ કથિત-સ્વદયા, પરદય, દિવ્યદયા, ભાવદયા, નિશ્ચયદયા, વ્યવહાદિયા, સ્વરૂપદયા, અનુબન્ધદયા આદિ અનેક પ્રકાર દયાના છે જે ઘણુજ વિસ્તાર પૂર્વક જૈન સિદ્ધાન્તોમાં વર્ણવેલા છે તે પ્રમાણે વર્તી ખરી દયાના ખરા સ્વરૂપને નયશેલીપૂર્વક સમજવા અધિકારી બની શકતા નથી. તેમજ દયાના સ્વરૂપને જાણ્યા સિવાય તેની આરાધના પણ તેઓથી બની શકતી નથી કારણ તેઓની મતિમાં અજ્ઞાન દશાએ પૂર્ણ જોર શેરથી વાસ કર્યો છે અને પૂર્વોક્ત કથીત અજ્ઞાન દશાના બળથી ભ્રમિત થએલી છે મતિ જેની એવા મતાવલંબી જનોને મત કપિ કાળે પણ શુદ્ધ ગણાય જ નહિ. પરંતુ પરિપૂર્ણ રીતે આત્મપદાર્થનું આ પણું જણાવવાપૂર્વક, સવશે દવાનું સ્વરૂપ કેદ પણ દર્શને વર્ણવ્યું હોય તો તે જૈન દર્શન છે, કે જે ભાગ્યે જ સાક્ષર જન જાણવા બહાર હશે ! જેથી કરીને જૈન ધર્મ સવેદ ગણાય છે તે સર્વથા રીતે સત્ય છે. પૂર્વકથિત સર્વથા પ્રકારે સત્ય એ જે જૈનધર્મ તેના ચાર ભેદ છે, જેમકે આચાર ધર્મ, દયાધર્મ, કિયાધર્મ, વસ્તુધર્માદિએ ઉપરોકત ધર્મના જે ચાર ભેદ કહ્યા તેનાં દાન, શીલ, તપ, નાવ એ ચાર કારણે શાસ્ત્રકાર પ્રભુએ કથન કર્યા છે. તેમાં પણ દાન દેવાની ખાતર ધન બળની જરૂરત પડે છે, અને શીલ પાળવા માટે મન બળની અપેક્ષા રહે છે. તેમજ નિપના માટે શારીરિક બળની ખાસ અગત્ય છે. હવે આગળ ચાલતાં ભાવને માટે તે ખાસ સમ્યક નાનોબળ જોઈએ, કારણ સભ્ય જ્ઞાનથી જ ભાવ ધર્મની વૃદ્ધિ થાય છે, અને એ જે ભાવધર્મ છે તે દાન, શીલ, તપ એ ત્રણે કરતાં અધિકાધિક છે તેનું સ્પષ્ટીકરણ કરતાં

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32