Book Title: Buddhiprabha 1914 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 27
________________ એક આર્ય મહિલાની જીવન કથા. ઉપર પ્રમાણે ઘણે દિવસ-મહીનાવ ચાલવાથી ડોસા કંટાળ્યા અને મનોરમાને પિતાના ખર્ચ જુદી રાખી. મનોરમા જ્યારથી જુદી રહી ત્યારથી વસંતલાલે તેની સાથે કોઈપણ પ્રકારને સંબંધ રાખે નહોતે, અને મિત્રો આદિની શીખામણથી તે સંબંધ રાખવા લલચાતો ત્યારે તેની માતા રૂક્ષ્મણીબાઈ એ નિશ્ચયને તેડી નાંખતાં અને તેથી જ હિણ ભાગ્યવતી મનોરમા પતિ છતાં વિધવાને અવતાર ગાળતી હતી. મને માના પિયરમાં તેણીની એક વિધવા ભેજાઈ સિવાય બીજું કોઈ નહતું અને તે પણ હાલમાં ગરીબાવસ્થામાં આવી પડી હતી એટલે મનેરમાને બીજી કોઈ મદદ આપી શકાતી નહોતી, પણ વખતોવખત તેણીને આશ્વાસન આપવા સારું તે આવતી, અને પાંચ સાત દિવસે મનોરમાને આનંદ કરાવતી. ડોસાની અવસ્થા ઘણી જીર્ણ થવાથી તે પણ પિતાની પુત્રવધુનું દુઃખ જોઈ મર્યલેમાંથી સ્વર્ગ સીધાવ્યા. રૂક્ષ્મણી વિધવા થયાં પણ સ્વભાવ સુધર્યો નહિ અને મનોરમાને તે ક” લખેલાં દુઃખ ભોગવવાંજ પડયાં. વસંતલાલ એલ. એલ. બી. માં પાસ થયા. વરિષ્ટ કિર્ટની સનંદ લીધી પણ વકીલાત તો વજનગરમાં જ કરવા લાગ્યા. આપણે જ્યારે મનોરમાને ખંડના પ્રથમ ભાગમાં જોઈ ત્યારે વસંતલાલને પાસ થયે ફક્ત બે માસ જ થયા હતા અને મનોરમાની જે આશા હતી કે મને પાસ થયા પછી સ્વામીનાથ સ્વીકારશે–તે નિષ્કળી ગઈ. મનેરમાને તેના માબાપ તરફથી સારી કેળવણું આપવામાં આવી હતી. તેમાં સંસ્કૃત, અંગ્રેજી અને ગુજરાતી વિગેરે ભાષાઓનું તેણુને સારું જ્ઞાન હતું. તેમાં સંગીતનો તેણીએ સારે અભ્યાસ કર્યો હતો. એક વખતે એમ બન્યું કે વસંતલાલ પોતાના એક મિત્રને ત્યાં–જે મનોરમાના ઘરની નજીક રહેતા હતા તેને ત્યાં ઈ કામ પ્રસંગે આવ્યો હસ્તે. મિત્રની ગેરહાજરીમાં તેને ત્યાં બેસતાં તે ખબચા, પણ તેના મિત્રની પત્નીએ આગ્રહ કરી પાછલા ખંડમાં બેસાડયો, અને પોતે બહાર ચાલી ગદ હવે વસંતલાલ એટલે બેઠો હતો તેથી તેને પિતાને કાળ નિર્ગમન કરવા સારું આમ તેમ જોયું અને ટેબલ ઉપર પડેલી એક સંસ્કૃત બુક લીધી અને વાંચવામાં મશગુલ થયા. એટલામાં તેની સાથના–એટલે બાજુના ઓરડામાં કેઈ સ્ત્રીઓ વાત કરતી હોય તેમ લાગ્યું. તેથી તે પડી બંધ કરી બારીએ શું વાત ચાલે છે તે સાંભળવા લાગ્યા. પહેલી સ્ત્રી–બેન શા માટે શેવાય છે ? વખત આવ્યે સા સારા વાનાં થશે. માટે ધીરજ રાખ અને ઈશ્વર ભજન કર. બીજી સ્ત્રી–બેન, શું ધીરજ રાખું? શું આશા રાખું ? મારી આશા અને ધીરજ હવે બધી નાશ પામી ગઈ છે. પહેલી મી-જે આજે વસંતલાલ અત્રે આવ્યા છે, તેમની સાથે પ્રસંગ પાય, અને વાતચીત કર્ય, પછી શું પરિણામ આવે છે તે મને જણાવ? જા ! મનેરમાં પિતાની બેનપણી ભનાની અતિશય વિનંતિથી વસંતલાલ યાં બેઠે હતા તે ઓરડામાં આવવા નીકળી કે તરતજ વસંતલાલ પિતાની જગ્યાએ બેશી ગયે. મનોરમા અંદર આવી. વસંતલાલે તેના સામું જોયું પણ તે બેમાંથી એકે પણ કંઇ ઉચ્ચાર કરી શક્યાં નહિ. આખરે વસંતલાલ બોલ્યા

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32