Book Title: Buddhiprabha 1914 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 32
________________ 228 બુદ્ધિપ્રભા, બોલી –હાલા ! હવે હું બે ઘડીની મેમાન છું. મારા શરીરમાં કંઈ છે જ નહિ. બાળકને શાભનાને સંપજો. મારા ગયાને શોક કરશે નહિ. સૌ જવાનું છે. કદાચ પરણે તે બાળકને દુઃખ ના થાય તેમ કરજે. માતાજીને મારા પ્રણામ કહેશે. હાલા ! દીઘયુષ ભાવી સખી ને ! પ્રભુ આપનું કલ્યાણ કરે ! આ 1 સેંટો મને છેલ્લી વખત આલિંગન લેવા છે. બન્ને એક બીજાના આલિંગમાં દઢ થયાં. વસંતની આંખમાંથી ચોધાર અશ્રુ વહેવા લાગ્યાં, તેનાથી કંઈ બેલાયું નહિ. મનોરમાને અમર આત્મા તેણીનું સ્થલ સારી વસંતલાલના હાથમાં રાખી કયારેએ ચાલ્યો ગયે હતિ. વસંતલાલ બહુ યત્ન છે. " વાલી ! છેક નિર્દય થા નહિ. બાળકની દયા ખા” પણ કોણ સાંભળે! મનેરમાં ચાલી ગઇ. વસંત રોતે રચા. વાંચક ! ચાલે આપણે પણ તેના અબુ સાથે ચેડાં કરી પ્રેમનો પ્રવાહ ચલાવીએ !! आरोग्य. (લેખક–સ્વગય ડી. જી. શાહ, માણેકપુર) આરોગ્ય એજ મનુષ્યનું સુખરૂપ જીવન, આરેગ્ય એજ સધર્મ અને આરોગ્ય એજ ખરું ધન સમજી પ્રથમ તે ત્રણેની ઈરછા રાખનારે આરોગ્ય મેળવવા જરૂર પ્રયત્ન કરવો જોઇએ. પૃથ્વીનું જીવન પાણી, પાણુનું વન પવન અને મનુષ્યનું જીવન શુદ્ધ હવા છે. વીર્ય એ મનુષ્ય ઈમારતને મુળ પાસે છે. માટે પ્રયત્ન વડે પણ તેને સાચવવા કાળજી રાખવી. મગજમાં અણુઓની દ્ધિ થવાથી માનસિક શક્તિ વધે છે, અને તે માનસિક શક્તિને આરોગ્યતા સાથે સંબંધ છે. ઠંડા પાણીએ ન્હાવું એ ગરમ પાણીએ ન્હાવા કરતાં વધારે ગુણકારી છે, પણ તે તન્દુરસ્ત માણસને માટે રામવું. દરેક મનુષ્યની નાડી એક મીનીટમાં 70 વખત ધડકે છે, તેથી વધુ ઓછી ધડકે તે તેના શરીરની બીમારી જાણવી. ભાંગ આદિ કેટલાક માદક પદાર્થો રાકના ઉપયોગમાં લેવાથી શરીરમાં અનેક પ્રકારના રેગે ઉત્પન્ન થાય છે. | ગાડે, મૂત્ર, છીંક, બગાસુ વિગેરે કુદરતી હાજતોને રોકવાથી, મસ્તક પીડા, કબજીઆત, અજીર્ણ, અરુચી, શરીરનું ભારેપણું, સુસ્તી વિગેરે વ્યાધી લાગુ પડે છે. " દારૂ, ગાંજા આદિ સેવનથી ગમે તે શાણે મનુષ્પ પણ પોતાની સ્વભાવિક વૃત્તિઓ અને ધર્મ કર્તવ્ય ભૂલી જઈ પશુવત આચરણું કરે છે. મનુષ્ય છતાં પશુપણમાં ગણાવા ન માગતા હો તો મેથુન સેવનમાં નિયમીત રહે. વીર્ય એ આ શરીરનું બલીઝ તાવ તથા મૂલ્યવાન અને અપ્રાપ્તબ ઉમદા પદાર્થ છે. છતાં તેને નજીવી બાબતમાં ગુમાવી દો છે એજ તમારી આરોગ્યતાના નાશનો ઉપાય છે. આપણને કોઈ પણ વ્યસન વળગી પડતું નથી પરન્તુ તેને જ આપણે જોર જુલમથી વળગી પડીએ છીએ. _ વારંવાર સ્ત્રી સેવનથી મજજાતનું તથા સ્નાયુઓને સપ્ત ધક્કો લાગે છે, અને સ્મરણ શક્તિ નાશ પામી યુવાનીમાં વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે. ઇન્દ્રિય નિગ્રહ કરનારાઓજ ખરું આરોગ્ય મેળવવા ભાગ્યશાળી થાય છે. બળતી લાસની ધમાડી લેવી નહિ અને સ્મશાન ભૂમિ ગામથી જેટલી બને તેટલી દૂર રાખવી. નહાતી વખતે પ્રથમ માથું પલાળવું તે પણ ઠંડા પાણીથી જ પલાળી પછી ગરમ પાણીથી શરીરે ન્હાવું.

Loading...

Page Navigation
1 ... 30 31 32