________________
બુદ્ધિપ્રભા
વિગેરે કડક જેમ જેમ ગવાતી ગઈ તેમ તેમ સુંદરીનું હદય વધારે ને વધારે ભરાઈ ગયું. તેણીની આંખમાંથી ચોધાર આંસુપ્રવાહ ચાલવા લાગ્યો. તેણી મનમાં જ બેલી:-“હાય ! હિતણું લલાટ, લખ્યા ન લે જાણતી.' અરેરે ! હે વિશ્વેશ્વર! હે જગન્નિયંતા પ્રભુ ! મારી અનાથધી વહારે ધાવ અને મને આ ખારા ઝેર જેવા સમુદ્રરૂપી સંસારમાંથી બચાવે ! હે પ્રભુ ! મેં પૂવે એવાં શાં પાપ કર્યા હતાં જેથી મને તે બદલે આ ભવમાં મળે છે ? હે કરૂણાસાગર દેવ ! મ્હારું રક્ષણ કરે. હું અનાથ રંક છું. મારું આ જગતમાં આપના સિવાય કોઈ અન્ય સંબંધી નથી. હાય ! હાય ! હે વિભુ ! મહારું શું થશે ?... હવે તે જે થવાનું હશે તે થશે પણ ચાલ જીવ બે ઘડી વિશ્રાંતિ લઉં.”
ઉપરના શબ્દો બોલી જેવી તે પાછી ફરે છે કે તરત જ તેણીની નજર શાબના ઉપર પડી. તેણીને જોતાં જ તે શરમાઈ ગઈ. તેણીને રોરો શીયાળા જે થઈ ગયે, અને વધારે વખત તેણીના સામું નહિ જોવાવાથી તેણીના ખભા ઉપર તેનું મસ્તક નાંખી ધ્રુસકે ધ્રુસકે રેવા લાગી. શેભનાએ તેને લી વખત તેવી જ સ્થિતિમાં રહેવા દઈ પછી તેનું મન શાંત કર્યું.
આવી રાત્રીએ અને આવા દિવસે દિનપરિદિન ચાલ્યા જવા લાગ્યા પણ મનોરમાનું કાંઈ પણ હીત સચવાયું નહિ. પાષાણ હૃદયી વસંતલાલ કાંઈ કરી શકે નહિ. આખરે એમ બન્યું કે સુંદરલાલના ધણું સમજાવ્યાથી વસંતલાલે તેણીને દર માસે દશ રૂપિયા આપવાના ઠરાવ્યા પણ તેણીને બીજી કોઈ પ્રકારને સંબંધ રાખવાની ચોખ્ખી ના જણાવી.
આજે વસંતલાલ કંઈ ખુશ મીજાજમાં હોય તેમ જણાય છે. પિતાની ખુરશી ઉપર તે બેઠો છે. ટેબલ ઉપર બ્રીફના થોકડા પડ્યા છે. નીચે ગાદી ઉપર ચાર ગુમાસ્તા ધમધોકાર કામ કરે છે. અસીલે આજે રાફડો ફાટ્યો હોય તેમ એક પછી એક આવે છે અને મનનું સમાધાન થયે જાય છે. આજ ઘણે વખત થયાં વસંતલાલને આવાજ તડાકા પડતા હતા. પ્રેકટીસ ઘણી વધી ગઈ હતી. રૂપિયાની છોળો ઉછળાની હતી. આવા પાંચ સાત વરસના અરસામાં તેણે રૂપીયા દશ લાખ એકઠા કર્યા હતા પણ આને ઉપયોગ કરનાર ફરજંદ નહિ હોવાથી તેને કાંઈ ખેદ થતો હતો.
હવે સુંદરલાલને પણ સારી કમાણી થઈ હતી. તે પણ એ પૈસે સુખી હતો અને મનોરમાને પિતાથી બનતી મદદ તે કરતો હતો. જ્યારે ધસંતલાલ પિતાની ઓફીસના કામથી પરવાર્યો ત્યારે તે સુંદરલાલને ઘેર ગયા અને અરસપરસ સુખી સમાચાર પૂછીને બેઠા કે નતજ શોભનાએ વાત ઉપાડી.
વસંતભાઈ, હવે કાંઈ મનોરમાનું ધારે. બીચારી આમને આમ મરી જશે. તમે આવા નિર્દય શું થયા છે ? ભાજી પણ કદ્દાવસ્થામાં દુઃખી થાય છે તે તેમને પણ સમજાવે. મનોમા તમને ઘરમાં બહુ ઉપયોગી થશે.”
વસંતલાલ-હા ! પણ...શું કરું? મહારું કંઈ ચાલતું નથી. હશે આજે હું ઘેર જાઉં કે મારી સાથે સુંદરભાઇને મેકલજે. તે ભાઇને સમજાવશે અને આજે તેને કંઈ ઠરાવ કરીશું. પછી છે કઈ?
સુંદરલાલ–તમારી વાત તો સારઆના પણ બલ્ય પળો ત્યારે, નહિ તો ધૂળ ઉપર લપણ!