________________
એક આય મહિલાની જીવન કથા.
एक आर्य महिलानी जीवन कथा.
(રારો, પરદોઘાન-અમદાવાદ. ) પ્રથમ ખંડ.
(લેખક--મી. હરિ. અમદાવાદ.)
" स्वां प्रसूर्ति चरित्रं च कुलमात्मानमेव च ।
स्वं च धर्मे प्रयत्नेन जायां रक्षन् हि रक्षति ||
""
૨૨૧
( પેાતાની સ્ત્રીનું સારી રીતે રક્ષણ કરવાથી પેાતાના સંતાનની, ચરિત્રની, કુળની, પેાતાની અને પોતાના ધર્મની રક્ષા થાય છે. )
આકાશ અંધકારમય થઈ ગયું છે. રાત્રીને વખત છે. નામડળમાં તારાઓ કે ચદ્રમાતા ખીલકુલ ભાસ જણાતા નથી. ભાદરવા માસના શુકલપક્ષની પંચમી છે. અત્યારે રાત્રીના આઠ સાડાઆઠતા સુમાર થયા છે. અધામય આકાશમાંથી મેઘરાળ પેાતાની પ્રીય ભૂમિકાને આછા આછા વરસાદના છાંટાથી સંતુષ્ટ કરે છે. પવનની લહેર શીતળ અને મધુરી વાય છે. સર્વત્ર જનસમુહ પોતપોતાના વૃદ્ધ તરક વળે છે, અને કેટલાંક તા બીછાનામાં પડવાની તૈયારીમાં છે; કેટલાક પોતાની પાસે સઘડી લઇ તાપવા લાગ્યા છે, અને ગામગપાટા હાંકે છે. આ સમયે જનગરના એક નાના પણ સારી રીતે શણુગારેલા મકાતમાં એક લાવણ્યમય સુંદરી અટારીના કહેરાને અઢેલીને ઉપરનું વાક્ય મેાલતી ઉભી છે. આ સુંદરીનું વર્ષ સત્તર અઢાર વર્ષનું જણાતું હતું. તેણી શરીરે પાતળી અને ઉંચી લાગતી હતી. શરીરના રંગ ધઉં વર્ણો પણ શ્રી જણાતા હતા. તેપણ તેને ચહેરા સુંદર અને આકર્ષક હતા. આ સમયે તેણીએ મલમલના છાપેલા સાળુ પહેર્યા હતા અને ગરમ લાલીનને કમખા કસીને પહેરેલા હતા. આભૂષણમાં મંગળસૂચક ઘરેણાં સિવાય કાંઈ જણાતું નહેતું. તેણીનું નામ મનારમા હતું. ઉપરના ક્ષેાક જે વખતે મનેરમા મેલી તે વખતે ઘરમાં તે એકલી હોય તેમ લાગતું હતું. તેણીએ ધીમે ધીમે નીચા સાદે ખીજા ક્લાક ખેલવા માંડ્યાઃ
" यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः ।
22
यत्रैतास्तु न पूज्यन्ते स्वस्ति त्राफलाः क्रियाः ॥
*
( જે કુળમાં સ્ત્રીઓનું સન્માન થાય છે તે કુળમાં દેવતા પ્રસન્ન રહે છે, અને જ્યાં તેએનું સન્માન થતું નથી તે કુળમાં થતી ખીજી સર્વ શુભ ક્રિયાએ નિષ્ફળ થાય છે.)
આ શ્લોક ખેલતાં ખેલતાં તેણીની આંખમાં શ્રાવણ ભાદરવે ચાલવા લાગ્યા અને તેણીની અદેખાઈ કરવામાં મશગુલ હોય તેમ મેધરાજા પણ વધારે નેસથી પડવા લાગ્યા. તેનાથી વધારે ખેલાયું નહિં અને એક ઉંડા નિશ્વાસ નાંખો તે અટારીમાં નીચે ખેડી અને ગગુણવા લાગીઃ-~~
હૈદુ! મે હારૂં શું બગાડયું છે ? મને શા માટે આ પ્રમાણે વીતાડે છે ? અરેરે ! મે પૂર્વજન્મમાં શાં પાપ કયાં હશે? કોનાં બાળકો ધાવતાં વછેડયાં હુકો ? કોને વીયેાગ