Book Title: Buddhiprabha 1914 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 16
________________ ૨૧૨ બુદ્ધિપ્રભા. અપંગ ડે ધીમે ધીમે ચાલતો હતો. તેની બગલમાં જેવી તેવી એક સારંગી હતી, અને અંગપર પુરાં પાધરાં વસ્ત્ર પણ ન હોવાથી તે ધ્રુજતે હતો. પુલ પરથી તે મેટાં સુંદર મકાનવાળી એક શેરીમાં આવ્યો. એ બારીઓમાંથી, રોશની અને મેજશખમાં પડેલા પૈસાદાર માણસોના આનંદી સ્વર અને ગાયન સંભળાતાં હતાં. એ બારીઓ તરફ જોડીવાર જઇ રહી, ડોસાએ પિતાનું દીન વદન નીચું નમાવ્યું, અને એક ખુણાના અંધારામાં જઈ બાંધેલી નીક આગળ ઉભો રહ્યા. પછી તેણે પિતાની ખરી સારંગી વગાડવા માંડી. પૈસાની તેને જરૂર હતી, અને ગાયન સિવાય કમાણુનું તેની પાસે કંઈ સાધન નહતું. જુવાનીમાં તે એક નાટક મંડળીમાં હતા. એટલે બાઈ વગાડી સારું જાણતો હતો, પણ હાલ તેની સારંગી સારી નહતી, અને આજે તેનું મન છેક દુ:ખી અને ઉદાસ હતું, એટલે ગાયનમાં તેનું મન બહુ વાર રહ્યું નહિ. તેની સારંગી ધીમી અને બેસુર બોલવા લાગી, અને તેની આંખમાંથી રહી રહીને એક એક મેટું ટીપુ ટપકવા માંડયું. એવામાં એક પાસથી ત્રણ ખુબસુરત અને જુવાન છોકરાઓ દોડતા, એક બીજાની સાથે ગમત કરતા, ને હસતા હસતા આવ્યા. એમાંના વચલાની અડફટમાં પિલે ઓસે આવી ગબડી પડે, અને તેની સારંગી નીકમાં પડી ભાગી ગઈ. ડોસો ડસકાં ખાવા લાગ્યો, તે સાંબરી પેલે છોકરે તેને ઉઠાડે ને માફ માંગી. ડોસે એકથી બીજા તરફ જોવા લાગ્યો ને ચીતશ્રમ થયેલા જેવો દેખાવા લાગ્યો, પણ કેટલીક વારે એના મુખમાંથી, મારી છોકરી, મારી સારંગી છોકરી એવા શબ્દો નિશ્વાસ માફક નીકળ્યા. ત્રણે છોકરાઓ એની આસપાસ વીટળાઈ વિન્યા, અને થોડીવારમાં નરમાશથી બધી હકીકત જાણી લીધી. એ ડોસાની એકની એક છોકરી ક્ષયની આજરે માવા પડી હતી, અને તેની પાસે જવાને રસ્તા પર માટે પણ ડોસા પાસે એક પાઈ પણ ન હતી. દીકરીની હાયમાં ડોસાએ ત્રણ ઉપવાસ કર્યા હતા, અને આજે એક લાચાર બની, દીકરી પાસે જવાના પૈસા મેળવવા સારૂ સારંગી વગાડી ભીખ માંગવાનો, નીચ ઉધમ તેણે માંડે, ત્યાં તો સારું ગઈ હવે બુટ્ટાના મનની વેદના તથા શરીરની સ્થિતિ જોઈ ત્રણે વિચારમાં પડ્યા. ઘડીક વારમાં સૌથી મોટાએ પિતાની સારંગ છોડી સુર મેળવવા માંડ્યો. એટલે પિલા બે જણા એને મનસુને સમજી ગયા. એક પિતાના હાથમાં બુદ્દાની ટેપી લીધી, અને બીજાએ પિતાનો કંઠ, સારંગી સાથે મેળવ્યો કે ગાયન શરૂ થયું. ત્રણે જુવાનેએ નાની ઉમ્મરમાં ગાયનનો અભ્યાસ કરી સારી કુશળતા મેળવી હતી. આ છોકરાએ આમ શા માટે કરે છે, તે પેલે બુદ્દો ન સમયે પણ એમના મનહર ગાયનથી એનું દુઃખ ધીમે ધીમે પાછું હઠયું, અને મન ગાયનમાં લીન થવા લાગ્યું. થોડી વારમાં તે ઠેકાણે લોકોની તથા ગાડીએની મેટી હઠ બાઝી, અને બુની ટેપી સેનાનાં અને રૂપાનાં નાણાથી ભરાઇ-લકાઈ ગઈ એ જુવાનોની ત્રણે ટોપીએ પણ ભરાઈ ગઈ. મેટા છોકરાએ સારંગી બંધ કરી. ત્રણે મળી બુદ્ધા પાસે ગયા અને એના ગજવામાં ટોપીઓ બેબે ખોબે ખાલી કરવા મંડયા, એ જોઈ દેસે દીંગ થઈ ગયો. છોકરાઓએ પુઠ ફેરવી જવા માંડયું, એટલે મેટાને પાછળથી ઝાલી, ડોસો બોલી ઉઠશે. ભાઈ તમારૂ નામ ? જરાક પંચાઈ તેણે ગંભીરતાથી જવાબ આપ્યો “આસ્થા.' ડોસાની આંખ બાજા તરફ વળી ભાઈ તમારૂ? “ આશા.” ડોસાએ ગભરાઈ ત્રીજ તરફ જોયું અને પુછયું-નમારૂ? “દાન! ”

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32