Book Title: Buddhiprabha 1914 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 13
________________ વાનું સામર્થ. સરીને વીર પ્રભુના સાસનમાં તેને વિચ્છેદ થયો છે. ફક્ત મતિમૃતરૂપ શ્રુતજ્ઞાન પ્રસાર હાલમાં અને વિદ્યમાન છે. પૂર્વકથિત શ્રુતજ્ઞાનના ઉદેશ-સમુદેશ, અનુજ્ઞા અને અનુગ એ. ચાર પ્રકાર શાસ્ત્રકારે જણાવ્યા છે તેમાં સામાન્યપણે જે કથન કરવું તેનું નામ ઉદેશ, વિશેષપણે કથન કરવું તેનું નામ સમુદેશ, આજ્ઞા આપવી તથા અનુદન કરવું તેનું નામ અનુજ્ઞા; અને પ્રશ્ન, પૃચ્છા, પ્રાર્થના પ્રમુખ કરવું તેનું નામ અનુગ મહાન પુરુષોએ કયો છે. ઉપરોક્ત સકળ કારણોને લીધે વ્યાખ્યાન કથન કરવામાં પણ ફક્ત શ્રુતજ્ઞાન ઉપયોગી છે તેત્રાપિ અન્ય નથી. તેથી કરીને વર્તમાનકાળમાં શ્રુતજ્ઞાનની વૃદ્ધિ તથા સંરક્ષણ કરવું ખાસ જરૂરનું છે તેના માટે કાણે ઠેકાણે પાઠશાળાઓ, બોર્ડીંગ ને ગુરૂકુળ સ્થાપવાની ખાસ જરૂર છે. એ જ્ઞાન વૃદ્ધિને માટે અને જ્ઞાન સંરક્ષણના માટે ઠેકાણે ઠેકાણે જ્ઞાન ભંડારો તૈયાર થવા જોઈએ છે. ઉપરોક્ત પ્રમાણે જે ભવ્યાત્મા પિતાની મનોબળ વૃત્તિને તથા ધન બળ શક્તિને તેમજ શારીરિક શક્તિને જ્ઞાનદ્ધિ તથા જ્ઞાન સંરક્ષણમાં વાપરે છે તે જીવાત્માજ ખરેખરી રીતે ધર્મનું સંરક્ષણ તથા વૃદ્ધિ કરવાપૂર્વક ધર્મનો આરાધક બની મ કલ્યાણ કરવા ભાગ્યશાળી બની શકે છે. કારણ કે આ ઠેકાણે જ્ઞાન જે છે તે કારણ છે અને ધર્મ કાર્યરૂપ છે અને કારણ કાર્યની અભિન્નતા છે, માટે જ્ઞાનના ઉપર વધારે લક્ષ રાખવાની જરૂર છે. હવે દાખલા તરિકે જેમ પતિ તથા પ્રધાન ઉભય પ્રજાની વૃદ્ધિને માટે તેમજ સંરક્ષણની ખાતર તૈયાર રહે છે અને બને બને ખૂબ પ્રેમથી પાળે છે તેમજ અન્ને દ્વાદશાંગરૂપ શ્રુતજ્ઞાનમાં જે મૂળ સુ છે તે રાજા સમાન છે અને તેના અર્થરૂપ ટીકા ભાણ ચુર્ણપ્રમુખ પધાન તુલ્ય છે તેથી સત્ર અને ટીકા એ સર્વે ધર્મની વૃદ્ધિ તથા સંરક્ષણને માટે જ ખાસ છે અને તે સર્વ શ્રુતજ્ઞાનરૂપ છે તેથી કૃતતાનની વૃદ્ધિ તથા સંરક્ષણના માટે ભવ્યાત્માઓએ જરા માત્ર પણ વિલંબ કરો જરૂર નથી. જેમ બને તેમ જલદી કટીબદ્ધ થઈ તનમન અને ધનવડે શ્રુતજ્ઞાનની વૃદ્ધિ કરવી જરૂરની છે કારણ એના જેવું અન્ય કોઈ પણ ધર્મવૃદ્ધિ કરવાનું અત્યુત્તમ સાધન નથી. वाणी सामर्थ्य. (લેખક:-શંકરલાલ મગનલાલ વ્યાસ મુ. નાંદેલ.) यथा चितं तथा वाचो यथा वाचस्तथा क्रिया । चिसे वाचि क्रियायां च साधुनामेक रुपता ।। ભાવાર્થ-જેવું ચિત્ત તેવી વાણી, ને જેવી વાણી તેવી ક્રિયા. ચિત્તમાં, વાચા ને ક્રિયામાં સાધુઓનું એકરૂપપણું છે, અર્થાત સજજને દંભ કેપટાદિથી રહીત હોય છે. બાણથી કે ફરીથી કાપી નાખેલું વન પુનરપિ નવ વવ થાય છે; પણ નદારૂપ વાણુથી છેદાયેલું મન કદી પ્રસન્ન થતું નથી. અર્થાત વાણુનો ઘા રૂઝાતો નથી. વિદુર નીતિ કુદરતે આપણને જે અમૂલ્ય ચીજો વિના મૂલ્ય બક્ષીસ આપી છે તેમાં વાણું–વાચા પણ એક છે. આ સઘળી ચીજોને ઉપગ બરાબર કરતાં આવડે તે વિચારવાને મન આપ્યું છે કે જે વડે તેને સદુપયોગ કરવાને જોઇતા વિચારો જડી આવે છે. વકીલ કે બૅરિસ્ટર

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32