Book Title: Buddhiprabha 1912 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 4
________________ ૧૩૨ બુદ્ધિપ્રભા. જ્ઞાનને પ્રકાશ થાય છે તે વખતે અન્ય પદાર્થોનું જ્ઞાન કંઈ હીસાબમાં ગણાતું નથી. આવું ઉત્તમ અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવું એ સદગુરૂની પૂર્ણ કૃપા વિતા બની શકે નહીં. હરિણુ જેમ સિંહથી ભય પામે છે તેમ બાળજીવો વિયેના વશમાં હોવાથી હરિણ જેવા બની ગયા હોય છે અને તેથી તેઓ અધ્યાત્મજ્ઞાનરૂપ સિંહથી બીવે છે. કોઈ બાળકને તેના ઉપરીઓ એહાવું આવ્યું એમ કહીને નાહક બીવરાવે છે તેમ બાળજીવોને એકાન્ત વાદીએ અધ્યાત્મજ્ઞાનને હા કહીને બીવરાવે છે તેથી તે બાળજીવો અધ્યાત્મ જ્ઞાનની રૂચિ ધારણ કરી શક્તા નથી અને તેથી તેઓ પરભવમાં પણ અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી શકતા નથી. અધ્યાત્મજ્ઞાનરૂપ અમૃતમાં ઝેરની બુદ્ધિ કરાવનાર એકા-નવાદીઓ પોતે સુખ પામતા નથી અને અન્યોને અન્તરાય કરીને આઠમા અન્તરાય કર્મને બધ કરે છે અને તેથી તેઓ સંસારચક્રમાં વારંવાર પરિક્રમણ કરે છે. આધ્યામિકશક્તિ ખીલવવાને માટે અધ્યા મજ્ઞાનની આવશ્યકતા છે એમ શાસ્ત્રકાર પોકારી પોકારીને કહે છે. અધ્યાત્મજ્ઞાન ખીલવવાને માટે આમાથે પુરૂષો પ્રયત્ન કરે છે અને કઈ પણ મનુષ્યની રૂચિને નાશ કરતા નથી. અધ્યાત્મજ્ઞાન એ આત્માના સદ્ગુણોના ઉદ્યાનને ખીલવવા માટે પુષ્પરાવર્ત મેવ સમાન છે. કેટલાક મનુષ્યો એમ કથે છે કે અધ્યાત્મશાસ્ત્ર અથવા અધ્યાત્મજ્ઞાનથી લોકોની ક્રિયા ઉપરથી શ્રદ્ધા ઉઠી જાય છે માટે અધ્યાત્મશાસ્ત્ર વાંચવાની તથા અધ્યાત્માન કરવા ની મનાઈ કરવામાં આવે છે. આના ઉત્તરમાં કહેવાનું કે અધ્યામશાથી વા અધ્યામજ્ઞાનથી ધર્મની વા ધર્મક્રિયાની શ્રદ્ધા કદી ટળી જતી નથી. અધ્યાત્મજ્ઞાનથી આશ્રવ ક્રિયા કરવાનું મન થતું નથી પણ સંવરની ક્રિયામાં તે અધ્યાત્મની જરૂર પડે છે જ અને તે માટે વિશસ્થાનકની પૂજામાં શ્રીમદ વિજયલમસૂરિ કથે છે કે-માતા વન સે દિલ સે જે વારવાર-તાવાર છો નમો નો શિલા વિશ૪ અધ્યાત્મ જ્ઞાનથી વિધિ પૂર્વક સંવરની ક્રિયાઓ કરવામાં રૂચિ થાય છે અને તે પ્રમાણે પ્રકૃતિ થાય છે સાકરખાવાથી કેઇનું મૃત્યુ થતું નથી પણ રામનું સાકર ખાવાથી મરણ થાય છે તેમાં રાસભનો દેષ છે પણ કંઈ સાકરનો દોષ નથી. શ્રીમદ્ વીરપ્રભુ છઘરાવસ્થામાં અધ્યાત્મજ્ઞાની હતા તેથી તેઓ દીક્ષા લીધા બાદ સંવરની ક્રિયામાં તત્પર થયા હતા. અધ્યાત્મજ્ઞાનના ઉપર બુરા થવાનો આરોપ કઈ તરફથી મૂકવામાં આવે તે યોગ્ય નથી. કેટલાક કહે છે કે અષામઝાન તેરમા ગુણઠાણે હોય છે આમ જેઓ કહે છે તેઓ શ્રીમદ્દ યશોવિજય ઉપાધ્યાયત અધ્યાત્મસાર ગ્રન્થ વાંચે તે તેમની ભુલ જાય-ચોથા ગુણ સ્થાનકમાં અધામ જ્ઞાન છે તેથી ઉપરના ગુણસ્થાનકમાં તો અધ્યાત્મજ્ઞાન હોય એમાં કંઈ આશ્ચર્ધનથી-શ્રીમદ્દ યશોવિજય ઉપાધ્યાય જેવા મહાનાની પુરૂષના વચનને જેઓ માને નહીં અને તેમની સાક્ષી આપવામાં આવે છે તે પ્રમાણે કરે નહિ તેવા બાળ અધ્યાત્મનું સ્વરૂપ સમજ્યા વિના અધ્યાત્મ નામથી ભડકીને આડા માર્ગે ગમન કરે છે. આગમાના આધારે જે ભવ્ય જીવો અધ્યાત્મજ્ઞાનનું સ્વરૂપ અને વધે છે તેઓ આગમના આરાધક જાણવા. આકાલમાં આગમોના આધારે અધ્યાત્મજ્ઞાનપ્રાપ્તિ થઈ શકે છે, કેટલાક મનુષ્ય પોતાની સૂમબુદ્ધિના અભાવે કહે છે કે અધ્યાત્મનાન થવાથી પત્થ કાઢી શકાય છે. આમ જે કથે છે તેઓ અધ્યાત્મજ્ઞાનનું સ્વરૂપ સમજ્યા વિના સર્વ ક્રિયાના આધાર ભૂત એવા અધ્યાધ્યાત્મજ્ઞાનને કલંક દેનાર જાણવા કારણ કે અધ્યાત્મજ્ઞાનથી પન્ય કાઢવાની બુદ્ધિ થાય છે એવું જૈન શાસ્ત્રોમાં કાઇ ડેકારે કહ્યું નથી તેમ છતાં જેઓ ઉપર પ્રમાણે પત્થ કાઢવાને આરેપ ખરેખર અધ્યાત્મજ્ઞાન ઉપર મૂકે

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32