Book Title: Buddhiprabha 1912 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 7
________________ મનની શાંતિ. ૧૩૫ ટાપુ ) જોધી કાઢે છે, તેવી રીતે આપણે પણ એવી એક મનના રિયતિ શોધી કાઢવી જોઈએ કે જેને આશ્રય લેવાથી કેવળ શાન્તજ પ્રાપ્ત થાય. બધા સંજોગોને આપણે બદલી શકીએ નહિ. માર્ગમાં જતાં પર્વત આવ્યા તે આપછે પર્વતને ખસેડી શકીએ નહિં, પણ તેના ઉપર થઈને જવાનો માર્ગ તે શોધી કાઢીએ, તેવી જ રીતે અશાંતિનાં કારણોને આપણે દૂર કરી શકીએ નહિ કારણ કે તે આપણા હાથમાં નથી. પ્રના સંયોગો તે જગતમાં વિદ્યમાન જ હોય છે પણ તેવા સંજોગોમાં આપણે મનની સમતોલ વૃત્તિ એવા વગર કેમ વર્તવું એજ આપણે શિખવાનું છે કારણ કે જેને એ સ્થિનિ સિદ્ધ કરી છે, તેને વાસ્તે કઈ પણ ઉચદશા અશકય નથી. તમે રસ્તામાં જતા હો છે, એવામાં કોઈ તમને મળે છે, અને તે કાંઈક શબ્દ કહે. છે, જે તમને અનુકૂળ લાગતા નથી. તરતજ તમારા મનરૂપી ઘડીઆળનું લોલક હાલવા લાગે છે. તે ચાલ્યો જાય છે, પણ તેના શબ્દો એ તમારા મનના લોલકને ગતિવાળું કર્યું છે, તેની અસર કલાકના કલાક સુધી ચાલે છે, કેટલીકવાર અઠવાડીઆં સુધી ચાલે છે, અને કેટલીક વાર વર્ષો સુધી પણ ચાલે છે. મનને એકવાર ગતિ આવ્યા પછી તેને સ્થિર કરવાનું કામ ઘણું મુશ્કેલ પડે છે. એકવાર તમે જે રસ્તો કરી આપે છે તે રસ્તે ચાલહું તેને ઠીક લાગે છે અને વારંવાર એને એ વિચાર કરવાથી મન તેજ વિચાર કરવાને, જરા નવરું પડતાં, દોડે છે. આજ ચિંતા, આજ ઉગ, આજ મનની શાંતિમાં ભંગ કરનાર પ્રબળ શકું. આવી ચિંતા, ઉગ, અને લાભ પમાડનારી વિચાર શ્રેણિમાં તમારો અમૂલ્ય સમય ચાલ્યો જાય છે, અને તે છતાં તમે કહો છો કે મને આમાનું શ્રેય કરવાને વખત મળતો નથી. જ્યાં નાની બાબતે—હ કે શકના નવા પ્રસંગો---પ્રશંસા કે નિંદાના નાનાં વાકયો-મનુષ્યના મનરૂપી સમુદ્રમાં અત્યંત ખળભળાટ ઉપજાવી શકે ત્યાં શનિની આશ શી રાખવી. ! આ સ્થિતિમાં ત્રીજા પ્રકારના મનુષ્ય શું કરે છે, તે આપણે વિચારીએ. શું તેઓને ઉગ કરાવનારા પ્રતિકૂળ સંજોગે પ્રાપ્ત થતા નથી ? તેમ તે બને જ નહિ, તેઓ દર્પણની માફક કરે છે. દર્પણમાં મનુષ્ય પોતાની આકૃતિ જુએ છે પણ તે મનુષ્ય ચાલ્યો જાય છે, એટલે પણ પિતાની અસલ સ્થિતિ પ્રાપ્ત કરે છે તેવીજ રીતે તે મનુષ્યને બાહ્ય ઉપાધિઓ અસર કરતી નથી. તેને મુદ્રાલેખ એ હોય છે કે પિ સ્થિતિ આ પણ જતું રહે શે અર્થાત્ બાહ્ય પ્રતિકૃલ સંજોગ અવશ્ય જતા રહેવાના તેથી તે મનુષ્ય સુખના પ્રસંગમાં અતિ ચલો બન નથી તેમ દુઃખના પ્રસંગે ધૂર્વ છેડી દીન બનતા નથી પણ બને પ્રસંગે મનની સમતલવૃત્તિ જાળવી રાખી શકે છે. તમે તેની પાસે આવે, અને તેની પ્રશંસા કરી ચાલ્યા જાઓ તે પછી તેના ઉપર તે વિચાર કરતો નથી; તમે આવે અને નિંદા કરી ચાલ્યા જાઓ તે પછી તેના ઉપર તે વિચાર કરતા નથી કારણ કે તે માને છે કે પ્રશંસા કે નિંદાના તરંગો આમારૂપી ખડકને અસર કરનાર નથી, અને હું તે આત્માછું, માટે મને એ અસર કરી શકશે નહિ. એક સ્થળે કાઈ આત્મજ્ઞાનીએ કહ્યું છે કે દેહ આત્મા છે એમ માનવું તેનું નામ અજ્ઞાન, અને દેહ અને આત્માને ભિન્ન માનવા એજ જ્ઞાન આવું જ્ઞાન કેવળ શબ્દમાં નહિ પણ અનુભવમાં ધરાવનાર પુરૂષ સર્વ સંજોગોમાં એક સરખો મનની સમતોલ વૃત્તિ રાખી શકે છે. નિંદા કે પ્રશંસા દેહ આશ્રયી છે. મારી કોઈએ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32