Book Title: Buddhiprabha 1912 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ ૧૩૮ બુદ્ધિપ્રભા. થાય છે તથા આપણી પાસેની વસ્તુ પરમાર્થમાં કેમ વાપરવી તે શીખવતી હતી ત્યારે કેટલીક તરૂણીઓ પતિની સેવામાં લીન થએલી દેખાતી, કેટલીક નવવિનાઓ પીયરમાં અતિશય માનનીય હેઈ સઘળું કાર્ય દાસદાસી પાસે કરાવતી તે સાસરામાં સાસુ નણંદ જેઠાણીની પ પાસના કરવા જાતે તૈયાર થઈ તેમનું મન સતેજ કરી રહી હતી. તેવા અનેક કારણોથી ચાલતા મુસાફરોને તે સ્ત્રીપુ દેવદેવી સમાન લાગતાં ત્યારે તેમનાં મકાનો દેવાના પ્રસાદ જેવાં લાગતાં એવા એક ઘરથી બીજા ઘર સુધી જતાં નવી નવી જાતની વસ્તુઓ તથા તેમની ગઠવવાની ખુબીથી સારી રીતે નિહાળતાં લેકે ના કલાને કલાકે નીકળી જતા હોવાથી પિતાની આંખને બળ જબરીથી કિબજામાં લેઈ તે મુસાફરે દેખ્યું અણદેખ્યું કરી આગળ ચાલતા, ત્યારે દેશ દેશાવરથી વેપારાર્થે આવેલી જરૂરી વસ્તુઓના સમૂહથી ભરેલી અનેક દુકાનોની શ્રેણીઓ તેમને હારબંધ જોવામાં આવતી, છતાં ચાલનારને હરકત ન થાય માટે ભાર ખેંચનારાં ગાડાને રસ્તા જુદી બાજુથીજ કાઢેલ હતું અને શ્રીમંતને ગાડીડા માટેજ સજ્યમાર્ગ વપરાતો. તેની બંને બાજુએ માણસને સુખથી ચાલવા માટે પગરસ્તો બાંધવામાં આવેલ હતા. જ્યાંથી આગળ જતાં વિશાળ બગીચે તથા તેની આજુબાજુ મોટું મેદાન હતું જેમાં દેશી વિદેશી કંઇ પણ વિશ્રાંતિ લેવા આવતા હતા પણ ઘોડાથી કે બીજ પશુથી કે અજ્ઞાન મા થી જરા પણ ગંદકી ન થાય તેવી સગવડ કરવામાં આવી હતી જેથી તે શહેર સ્વર્ગની રાજધાની અમરાપુરી સમાન લાગતું હતું અને આ વિશાળ બગીચે નંદનવન સમાન લાગતો હતે. શહેરના મધ્ય ભાગથી આજુબાજુ રાજયના અમલદારોનાં ધર હતા ત્યારે વચલા ભાગમાં રાજાને મહેલ ના અવતંસક વિમાન માફક શોભી રહ્યો હતો તેમાં પૂર્ણ ચંદ્ર નામે રાજ અનેક રાણીઓથી પાઈદ્રીના વિલાસે ભાગવત હતો છતાં પણ રાજાની અધિક રહવાળી પ્રેમદા કુમુદિનીનામે હતી તે બંને સાથે ઉભેલાં તે કામદેવ અને રતિના ભેડા સરખાં લાગતાં હતાં. તેઓને એક બીજાના ગુણાજ નજરે આવ્યાથી બેના શ. રીર જુદાં છતાં પણ તનમયતાથી અકછવ જેવાં જોડાયેલાં લાગતાં હતાં અને કાળે જેમ શીપમાં મુકતાફળ નીપજે છે તેમ તે સુંદરીએ એક પુત્ર રતનને જન્મ આપ્યો હતો. તે વખતે શહેરમાં અનેક દાનશાળાઓ હતી જ્યાં ઇચ્છિત ભજન વસ્ત્ર મળવા ઉપરાંત દીને અનાથોને જોઇતી સઘળી વસ્તુઓ મળતી તેથી દુખી કઈપણ દેખાતું નહતું તેમ ધંધા રોજગાર સાથે ચાલવાથી તથા રાજ્યની ન્યાયત્તિથી શ્રીમતિ કરે છે રૂપિયા કમાઈ તેને ઉપગિ ઈચ્છા પ્રમાણે કરતા તેથી ઠામઠામ વાત્રે વાગતાં અને સવાર બપોર સાંજ મધ્યરાત્રે સુંદર નાદવાળાં ચેવડી વાગતાં તેમ દરવાજે તોરણ બંધાતાં પણ આજે રાજાને ત્યાં રાજ્યના વારસનો જન્મ થવાથી રાજપ્રજાને અતિશે અલોકિક આનંદ વ્યાપી રહ્યા હતા, જેથી મોં માગ્યું દાન દેવા રાજાએ ઉદ્દઘાપ પણ કરાવી હતી જેથી દેશી વિદેશી દરિદ્રતાને જલાંજલિ હમેશને માટે આપવા દાન લેવા મહેલ તરફ દેડતા હતા ત્યારે રાજાના હિતચિંતકે ધાચિત ભેટવું આપવા આવતા હતા જેથી શ્રીમતની ચાલતી મટી પઢાઓ માફક નાણુની આપલે થતી હતી. મળેલા દાનથી ગરી પણ શ્રીમંત જેવા બની ગયેલા હતા અને હોંશભેર પિતપોતાને ઘેરે જતા હતા. રાજાનો ખજાને જે જમીનમાં નાહક પડી રહેલ હતા તેને અત્યારે ઉદ્ધાર થવાને સમય આવેલું હતું અને મળેલા ધનને ઉપયોગ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32