Book Title: Buddhiprabha 1912 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 25
________________ આપણું કર્તવ્ય. ૧૫૩ ''. -- -- ----- -- ' . ' -- -- --- . .. ••• • • -- --- આપણાથી વૃદ્ધનું સન્માન કરવું. નીંદા કુથલી ન કરવી. નવરાશના સમયે ઉત્તમ પુસ્તક વાંચવું. સર્વિચારનું સેવન કરવું, ધરના સર સામન, કર ચાકર, ગાય, ઘોડા આદિ તમામની સાર સંભાળ રાખવી. વાર્તા પણ પ્રેમથી ભરેલ વચને વાળી કરવી. પરપુરૂષ એકાંત ન સેવવું. પતિના મીત્રો તરફ બંધુ ભાવથીજ જેવું બાળકને કેળવવાં તેમજ રક્ષણ કરવું. લાલન પાલન કરવું. સદ્રણ થાય તે જ સંબંધ રાખવો, આપણે આચાર વિચાર એવો રાખો કે જેને જોઈ અન્યને પણ તે આચરવાથી લાભ થાય. આપણે જેવી માબાપ પતિ, ગુરૂ વિગેરે કાનેથી કેળવણી લીધી હોય તેવીજ રીતે આપણું છોકરાંને તેમજ છેકરીઓને યોગ્ય શિક્ષણ આપવું–નીર્ભયતા, શાંતિ અને વૈર્ય તથા હીમતવાન બને તેવાજ વિચાર તેમના આગળ દર્શાવવા. ધર્મનું પણ યોગ્ય પ્રકારે શિક્ષણ આપવું. આપણી ઉન્નતિનાં સાધનને સાધવાં. દુઃખ આવે દુઃખ ન ઘરતાં સદ્ વિચારોમાં મનને જોડવું. ગુરૂની સેવા કરવી કે જેથી આપણે સતો જાણી શકીએ. સત્સમાગમ રાખ, આપણી બહેનોને પણ સારા વિચારવાળી થવા તેમને સુચન કરવું. આપણા કૃતવ્યમાં પાછા ન પડતાં ઉચ્ચવર્તન રાખી ઉચ્ચ સુખની પ્રાપ્તી કરવા મથવું. ધરના છીદ્રની વાત બહાર ન કહેવી તેમજ ચાકર નોકરને પણ ન જાણુવા દેવી. પતિની મરજી માફક વર્તવું. તેમને યોગ્ય વિચારમાં પણ આપવું. અયોગ્ય વિચારને ટાળવા પ્રયત્ન શશીલ થવું. બાળક બાળકેનું શુભ થાય તેવી જ રીતે તેમનાં લગ્ન આદિ વ્યવહાર કરવાં નહિ કે લગ્ન કરવાના ઉત્સાહમાં મકલાઈ જઈ નાની ઉમરે ગમે તેવા અયોગ્ય પતિ સાથે લગ્ન કરી દેવાં. પતિ કદાચ અભણ મળે છે તે તેને કેળવો. તેને સુધારવા પ્રયત્ન શીલ થવું જેથી સુખની પ્રાપ્તી થાય-આનંદની પ્રાપ્તિ થાય તેમજ તેની પ્રત્યે અણગમે કદિ પણ ન રાખવો. વ્યવહાર રૂઢીની બાબતમાં પણ લાભ હાનીને વિચાર કરીનેજ વર્તન કરવું. બાળકને હલકાં વેણ કદી ન કહેવાં. બાળકની યોગ્ય ઉમર થયે તેમની કૃતિની વચ્ચે ન આવવું. આવવાની કદાચ જરૂર પડે તે તેમને યોગ્ય ઉપદેશ અપાવે અપાવવો. સર્વની સાથે પ્રીતિ ભાવ રાખવો. દૈવયોગે પતિ પરલોક ગમન કરે તે આપણે આવો ઉત્તમ મનુષ્ય ભવ પામ્યા છીએ તે અફળ ન થાય એવી રીતે વિચાર રાખી દુઃખ ન ધરતાં સદા શુદ્ધ ધાર્મિક કાર્યનુ સેવન કરવું. અરિહંત ભગવાનનુજ શરણ ગ્રહણ કરવું, યથાશક્તિ પૂજ ભકતી કરવી. અભ્યાગતને ધન આપવું. દયાને સાચવી જે કાર્ય આરંભ કરવો પડે તે કરવો–આવીરીતનાં આપણું કૃતવ્ય આપણે સાચવી શું તે સદા આનંદ મળે તેમ છે માટે-કતવ્યનિષ્ઠ બની સદા આનંદને પ્રાપ્ત કરો એવી મારી ને પ્રત્યે નમ્ર વિનંતિ છે. સચના-આપણુમાં ઘણેભાગે હાલમાં શ્રીમંતવર્ગમાં તેમાં વળી સ્ત્રી વર્ગમાં કેળવાયલો ભાગ ઘણો જોવામાં આવે છે. ઉપરની લેખક બહેન શાનાગવરી અમીન તરીકે ગણાતા મહેતા શંકરલાલ છોટાલાલની દીકરી છે તથા કપડવણજના નગરશેઠ પ્રેમાભાઈ કેવળભાઈના ચિરંજીવી શેઠ. જેશીંગભાઈનાં સ્ત્રી છે. આવી રીતે પ્રીમંતવર્ગની તેમજ અન્ય બાનુઓ પિતાના વિચારો કેળવી તે પોતાની અન્ય બહેનોના હિતાર્થે પેપર થા માસિકાઠારા પ્રગટ કરશે તે આશા છે કે આપણી કામનું ઉજજવલ ભવિષ્ય નજીકમાં છે એમ જણાશે. કોઈપણ વ્યક્તિ, સમાજ કે દેશની ઉન્નતિનું કેન્દ્રસ્થાન સ્ત્રીકેળવણી ઉપર છે. તેના માટે હાલ બે મત નથી. આવી રીતે કોઈ પણ જૈતહેને અમારા માસિકમાં વેગ નિબંધ લખી પ્રગટ કરવા મોકલશે તો અમે ઘણી ખુશીથી અમારા માસિકમાં તે પ્રગટ કરીશું.

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32