Book Title: Buddhiprabha 1912 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 26
________________ ૧૫૪ બુદ્ધિપ્રભા. स्त्री महत्ता विचार. (લેખક–હિરાવી. સુરત) જ્યારે પશ્ચિમાન્ય પ્રજા તેમજ પૂર્વેને સમય સ્ત્રીની મહત્તાને મોટું માન આપે છે ત્યારે આપણે કેટલાક શાસ્ત્રમાં તેમજ હાલને સમય આપણને બીન મહતા અપે છે. નીચેના જેવા વિચારથી અને તેને લઈ આપણને યોગ્ય કેળવણી આપતા નથી તેમજ તેના અભાવે આપણે આપણું કૃતવ્ય વિચારથી જુદીજ દીશાએ દરવઈએ છીએ, જેમ પુરુષને પરથમ જ્ઞાનની અગત્યતા છે તેમ સ્ત્રીને પણ પ્રથમ જ્ઞાનની આવશ્યકતા છે. સંસારમાં પુરૂષ રાજા છે તે સ્ત્રી પ્રધાન છે. જે સ્ત્રીએ સારી કેળવણું લીધેલી હોય છે તેમજ તે ઉત્તમ માતા બની શકે છે. આપણામાં રહેલ મૂળ સ્વભાવિક ગુણ મૃદુતા, પ્રેમાળપણું આદિ ગુણને ભૂલી જઇ આપણે કંકાસીઅણુ, પતિને દુઃખ દેનાર બનીએ છીએ. આવાજ કારણને લઈને હું નમ્ર થઈ પ્રાર્થના કરું છું કે જે નીચેનું રૂપ સ્ત્રીઓને અપાય છે તે કંઈ અપેક્ષા એ અને તેની કેટલી મહત્તા છે તે તથા તે વિના સ્ત્રીની અન્ય મહત્તા સબંધે વિદ્વાન પુરૂષ પિતાના વિચાર દર્શાવી પ્રગટ કરશે કે જેથી મને તેમજ મારા જેવી અન્ય ઘણું જ બહેનને યોગ્ય લાભ થશે. જો કે હું મારી ટુંક સમજ પ્રમાણે ઉપરના યોગ્ય વિચાર તે આ સાથેજ દર્શાવું છું. નારીએ નરકનું દ્વાર છે એ કહેવામાં શું હતું છે. શું? પુરૂષ નરકમાં જાય એવા હેતુને લઈ તે નારીની ઉત્પતિ છે? જ્યારે પુરૂષને માટે નરકનું દ્વાર સ્ત્રી છે ત્યારે સ્ત્રીને માટે પુરૂષ શું નરકનું દ્વાર લેખી ન શકાય ? અને જે પુરૂષ લેખી ન શકાય તે તેમાં વાસ્તવિક હેતુ શું છે ? અને વળી વધુમાં એટલું પુછું છું કે આ વિના અર્થાત્ પુરૂવ વિના સ્ત્રીને નરકમાં લઈ જનાર બીજા કયાં કારણો છે કે જે જાણવામાં આવે તે અમો તેવા કારણથી દુર રહી ચાલીએ. વળી કહેવામાં આવે છે કે દારૂના સરખું મેહુ કરનાર સ્ત્રી છે. સ્ત્રીઓને કેફ ચઢાવનાર પદાર્થ પુરૂષ છે એમ શા માટે કહેવામાં આવતું નથી. જે અંશે સ્ત્રી પુરૂષને હાની કરનાર ગણી છે તેટલેક અંશે પુરૂષ સ્ત્રીને હાની કરનાર નથી ? હું માનું છું કે જે પુરૂષ પદાર્થ જગતમાં ન હેત તે અમને આટલાં બધાં દુઃખ ભેગવવાં ન પડત. વલી કહેવામાં આવે છે કે ત્યાગ કરવા યોગ્ય સ્ત્રી તેમજ સૂવર્ણ છે તે તહીં એમ કેમ કહેવામાં નથી આવતું કે સ્ત્રીને પણ પુરૂષ ત્યાગ કરવા યોગ્ય છે ? આ માર્ગનાં વચન ફક્ત વિરદશાને માટે છે તેથી હું ધારું છું તે પ્રમાણે જેવી રીતે સ્ત્રી અને સૂવર્ણ ત્યાગવા ગ્ય છે તેવી જ રીતે સ્ત્રીને માટે પણ પુરપ તેમજ સૂવર્ણ ત્યાગ વા યોગ્ય હશેજ અને જે એમ ન હોય તે સ્ત્રીઓને કલ્યાણને માટે શું ત્યાગવા ગ્ય છે? વલી કહેવામાં આવે છે કે પ્રાણીઓને બંધન કરનાર સ્ત્રી બેડરૂપ છે તો સ્ત્રીઓને આ જગતમાં પુરષવિના બીજી કઇ બેડી છે તે કાંઈ કહેવામાં આવતું નથી. મને તે એમ નક ભાસે છે કે પુરૂષ એ અમો સ્ત્રીઓને જગતમાં બેડીરૂપ છે. જે પુરૂષ ન હતા તે

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32