________________ 160 બુદ્ધિપ્રભા. છે ? માટે હાલના જમાનામાં તેવા શબ્દોને દેશવટો દે એજ મુનાસીબ છે. ઉપર મુજબ દિવસે દિવસે અજ્ઞાનદશાના સબબે જેમ પુરૂષો સ્ત્રીઓને હલકું પદ આપવા લાગ્યા તેમાં કેટલીક સ્ત્રીઓ પણ તેમના ધર્મથી પરાક્ષુખ થવા લાગી ધણીનું જોઈએ તેટલું સમાન ન કરતાં તેને સુખનો અનુભવ ન કરાવતાં ઉલટું દુઃખના કારણભુત થઈ પડવા લાગી, આમ જ્ઞાન દશાના અભાવે પણ સ્ત્રી પુરૂષોનાં અન્ય અન્ય જીવન કલેક્ષમય થવા લાગ્યાં; જેનું કડવું ફલ અત્યારે આપણે અનુભવીએ છીએ. કદાચ કોઈ સવાલ કરે કે આ સઘળું આમ શાને લેઇને બન્યું હશે તો તેના જવાબમાં મારે કહેવું જોઈએ કે આપણામાં ઘણે ભાગ વેપારીવર્ગ હતો. અને વેપારમાં મચ્છલ રહી કેળવણીની બાબતમાં ઘણોભાગ પછાત રહ્ય. વળી ગૃહસ્થાવાસ કેમ ઉત્તમ શોભી શકે, તેના શા શા ધર્મો છે તેને પણ યોગ્ય રીતે ઉપદેશ મલ્યો નહિ જેના લીધે અત્યારની સ્થિતિનું કારણ ઉપસ્થિત થયું છે. જૈન ધર્મે જે સ્ત્રીઓને મહત્વનું પદ આપી માનમુરત સાચવ્યો છે એવો ભાગ્યે જ બીજા કઈ ધર્મે સાચા હશે. સિગ્ય યા તે બ્રહ્મચર્યને વિષય પ્રતિપાદન કરતાં કેટલાક અન્ય ધમએ સ્ત્રીઓને હલકા દરજજામાં મુકી છે. તે નીચેના દાખલા ઉપરથી માલુમ પડશે. ભર્તૃહરિના બનાવેલા વૈરાગ સતકની 20 મી ગાથામાં સ્ત્રી માત્રના રૂપને ધિક્કાર્યું છે. આર્ય ધર્મ અને ચાણકય નીતિસાર પુસ્તકમાં પાને 34 મે વિવિધ ઉપદેશમાં બતાવ્યું છે કે જેમ અગ્નિ પ્રાણુનું હરણ કરે છે તેમ સ્ત્રી એ પણ તકાળ પ્રાણુનું હરણ કરનાર છે. આવી રીતે જે અમુક અપેક્ષાએ વિચારીશું તે ઘણા ધર્મોવાળાએ ઉપરની બીનાને લગતું વૈરાગ્ય આદિ ઉપદેશ નિમિત્ત વન કરેલું જોવામાં આવે છે. એને ખુલ્લુંજ છે કે દુઃખને સ થતાં સુખ પ્રગટે છે. તેમજ કામ ચા વિષય વાસના આદિના વંસ થતાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. માટે વિરાગેપદેશ નિમિત કાર્ય કારણ ભાવને લક્ષમાં લેઝ એવી રીતનું એક દેશીય વિવેચન કરવામાં આવ્યું હોય એમ સમજવામાં આવે છે બાકી નહિ તે જેવું વિષયવાસનાનું બીજ સ્ત્રોમાં છે તેવુજ પુરૂષમાં છે. કદાચ એ ખરું છે કે સ્વાભાવિક રીતે એકબીજામાં તે ન્યૂનાધક ભાવે હશે પરંતુ તેથી કરી એકની ઉપેક્ષા કરવી અને બીજા તરફ અલક્ષ્ય કરવું એ વ્યાજબી તે નથી. મારા વિચાર પ્રમાણે વૈરાગ્યની અપેક્ષાએ જે સ્ત્રીઓ પુરૂષને નરકનું કાર લેખે તે તેમાં શાસ્ત્રીય અપેક્ષાએ કંઇ દોષ આવતું હોય તેમ સંભવતુ નથી. જ્ઞાનાધિકારે ને સુખસાધનમાં તે જેટલો પુરૂષને હક છે તેટલાજ સ્ત્રીઓને છે તે કોઈપણ રીતે અયોગ્ય તે નહીં જ કહી શકાય, માટે શાસ્ત્રકારાની-દષ્ટ બરાબર સમજી તે ઉપર સૂમ વિચાર કરવામાં આવશે અને સ્ત્રી પુરૂષો અન્ય અન્ય કેળવણુની બાબતમાં વૃદ્ધિાંત થશે તે દરેક રીતે શંકાનું સમાધાન થવામાં સુલભતા થશે.