________________
૧૫૬
બુદ્ધિપ્રભા.
પ્રધાન વિના કેમ ચાલી શકે? વળી જે યોગ્ય અને ડાહ્યા પ્રધાન નથી લેતા તે રાજ્ય યોગ્ય વ્યવસ્થાથી નથી ચાલતું તે પછી બીન કેળવાયલી સ્ત્રીથી કેવી રીતે સંસાર વ્યવહાર.” ઉચ્ચ સુખની આશા રખાય. તેવી જ રીતે વળી પુરૂષ અને સ્ત્રીઓના સમાન હક જ છે. ઉચ્ચ સુખ મેળવવામાં અને સરખાંજ હકદાર છે, ઉચ્ચ ગુણે ખીલવાની બન્નેને જરૂર છે. શું પુરૂષને મુક્તિને અધિકાર છે અને સ્ત્રીને નથી? મારા સમજવા પ્રમાણે બન્નેને છે તો પછી તેના હકમાં ખલેલ પાડ્યા સ્ત્રીને માટે નીચી પદવી આપવી જોઈએ ? આથી મારી બહેનેએ એવા વિચાર પર દેરવાઈ જવાનું નથી કે આપણું દરેક હક સમાન છે માટે પુરૂષ ઉપર આપણે રાજા થઈ બેસવું ખરેખર પુરજ શાહ છે અને આપણે તે પ્રધાનજ છીએ તે જેમ રાજાના હુકમથીજ પ્રધાન કાર્ય કરે છે તેમજ જે લેખી શકાય તેમજ આપણે પણ તેમની આજ્ઞાથી જ કાર્ય કરીએ તો જ યોગ્ય હોઈ શકે. વળી વાસ્તવિક સ્થિતિ વિચારતાં પુરૂષના ને આપણા સ્વભાવીક ધર્મમાં પણ ફરજ છે. પુરૂષ કઠણ સુદયનો અને શ્રીએ ભીરૂ હૃદયની જ હોય છે. બાળક પ્રસવ ત્રીમાંથીજ થાય તે કાળે કંઈ પુરૂષ કરી શકે તેમ નથી. આવી જ રીતે આપણું અને તેમના વાસ્તવીક ધર્મ પૃથક પૃથક છે તેથી આ પણે આપણું ગૃજ કાર્યમાં, વિચારમાં વહેવાનું છે. ગૃહવ્યવહારમાં, વાત વીનોદમાં આ પણે આપણા વિચારો પુરૂષને દર્શાવી શકીએ તેમ છીએ અને તે દ્વારાજ પુરૂષ પિતાના વિચાર ઉચ્ચ ખીલવી બહાર મુકી શકે છે તે ઉચ્ચ કાર્ય કરવામાં આપણે પુરૂષને એક સાધનરૂપ છીએ. વળી ઉચ્ચ વિચારવાળા, સદગુણી, તેમજ બહાદુર બાળકોને આપણે બેનાવી શકીએ તેમ છીએ તેથી મને તે એમ સ્પષ્ટ જ ભાસે છેકે આપણું મહત્તા પણ જગતમાં કંઈ ઓછી નથી છતાં શા માટે પુરૂષ જગતમાં આપણી મહત્તાને ઓછી કરે છે તેજ મને સમજાતું નથી. પુરૂ શા માટે આપણને કેળવણુથી દુર રાખે છે, તે પણ સમજાતું નથી. આપણે આપણું વાસ્તવીક ધર્મ સમજીશું તે આપણે કદી પણ પુરૂષથી વિરૂદ્ધ વર્તન કરીશું નહીં. તેમજ તેના ઉપર રાજા પણ નહીં થઈ બેસીશું. હાલ જોતાં તો
ગ્ય કેળવણીના અભાવે ઘણેભાગે સ્ત્રીઓ પુરૂષની ઉપર રાજા થઇ બેઠેલી માલમ પડે છે. ખરેખર જતાં તે પુરૂએજ હાથે કરી તેમને વ્યવહાર બગાડી નાખેલ છે કારણું તેઓએ જ સ્ત્રીઓની મહત્તા ઘટાડી તેમના તરફ અભાવ બતાવ્યો છે અને તેના પરિશામેજ સંસાર વ્યવહારમાં અનેક બખેડા અને ખુનામરકી વધી પડેલ છે, તેમજ આપશુને બીન કેળવાયલી રાખવાથીજ આપણી પ્રજા નીશ્ય, બુદ્ધિવિનાની, મવાલા
વીજ ઉત્પન્ન થતિ માલમ પડે છે. હવે મારી છેલ્લે નમ્ર પ્રાર્થના એટલી જ છે કે પુરૂષોએ શા કારણથી સ્ત્રીને નીચી મહત્તા આપી છે તે યોગ્ય રીતે સમજાવામાં આવે તો અમે સ્ત્રીઓ તેવા કારણને ત્યાગ કરીએ અને અમે અમારો યથાર્થ લાભ મેળવી શકીએ. બાકી તે પુરૂવરૂપ પરતંત્રતાની બેડીમાં સપડાઈ અમે અનેક રીતે દુઃખી થઈએ છીએ કારણ કે પ્રથમ અમો માબાપના કબજામાં હોઈએ છીએ તેમાં પણ માબાપની પરતંત્રતારૂ૫ બેડીમાં સપડાયેલ હોઈએ છીએ એટલે ખરેખર રીતે તે અમે બાપ પુરૂષારૂપ અને પછી પતિ પુરૂષરૂપ બેડીમાં સદાને માટે સપડાયેલજ છીએ. આવે વખતે કેળવણીના અભાવે વાસ્તવીક ધર્મ ન સમજતાં અને અનેક પ્રકારના દુઃખનાં ભેગ થઈ પડેલ છીએ તો ભલા દયાળુ વિદ્વાન તેમજ મહાતમા પુરૂ અમોને આવા કારનું