Book Title: Buddhiprabha 1912 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 29
________________ સ્ત્રી મહત્તાના લેખ સંબંધી બે બેલ ૫૭ તેમજ પુરૂષ પ્રતિ અમારી મહત્તાનું તેમજ અમોને કેળવણી અર્પવાનું અને તેથી થતા યથાર્થ લાનું તેમજ અમારી અન્ય કતવ્ય કક્ષા તેમજ મહત્તાનું અમને અમા. રા પ્રતિ કૃપા કરી જ્ઞાન અપશે તેમજ ઉપરના સવાલનું યથાર્થ સમાધાન કરશે એવી અભ્યર્થના છે. રાધાર-ઉપરનો લેખ એક જૈન શ્રાવિકાએ લખેલ છે. તેમાંથી જે કંઈ સત્ય હોય તે જૈન દષ્ટિએ ગ્રહણ કરવા યોગ્ય છે. સ્ત્રી અને પુરૂષ એ બન્નેને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. પુરૂષ ધર્મમાં પ્રધાન છે એમ શાસ્ત્રમાં દર્શાવ્યું છે પણ તેમાં એમ નથી દર્શાવ્યું કે સ્ત્રીને મોક્ષ ન મળે. સો વર્ષની સાવીએ એક દીવસના દીક્ષાવાળા સાધુને વંદન કરવું એમ લખવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે ધર્મ માં પુરૂષની પ્રધાનતા છે પણ તેથી શ્રીએ સ્ત્રીના ગુણો વડે પોતાની અધિકાર પરત્વે જે મહત્તા સાચવવાની છે તેની ન્યૂનતા થતી નથી. તીર્થકરોની માતા અને સતીઓને બહુમાન આપવામાં આવ્યું છે. ભરતેશ્વરની સ જ્જયમાં સતી સ્ત્રીઓનું સ્મરણ કરવામાં આવ્યું છે તેથી જૈન શાસ્ત્રો ગુણવંતી ધર્મીસ્ત્રીએના ગુણોને પ્રહણ કરવાનું સ્પષ્ટ સૂચવે છે. સ્ત્રીને નરક કહી છે તે વૈરાગ્ય લાવવાની અ પેક્ષાએ અવબોધવું. વૈરાગ્યના કારણે સ્ત્રીએ પણ પુરૂષોને એમ કહે છે તેમાં તે અપેક્ષાએ ગ્ય છે. સ્ત્રીઓને જેમ અપેક્ષાએ અમૃત અને વિષ કહેવામાં આવે છે, તેમ પુરૂષો માટે પણ સ્ત્રીઓએ પિતાની બુદ્ધિથી સમજી લેવું. સંસારવ્યવહારમાં પણ ઘરનાં કાર્યોમાં સ્ત્રીની પ્રધાનતા બતાવી છે તેથી સ્ત્રીના અધિકાર પ્રમાણે સ્ત્રીના કાર્યોમાં સ્ત્રીની મહત્તા જે જે ઠેકાણે યોગ્ય લાગે તે તે ઠેકાણે અવબોધવી. પુરૂષોની પિતાના અધિકાર પ્રમાણે કાર્યો કરવામાં મહત્તા અવધવી. આ પ્રમાણે અપેક્ષાએ પુરૂષ અને સ્ત્રીના અધિકારે સ્વીકાર્યમાં મહત્તા સમજવામાં આવે તે અધિકાર વિનાની મહત્તા માટે તકરાર રહે નહિ એમ સહેજે સરો સમજી શકશે. स्त्रीमहत्ताना लेख संबंधी बे बोल. (લેખક, શંકરલાલ ડાહ્યાભાઈ. કાપડીઆ આ વખતના અંકમાં હીદેવી એ જે સ્ત્રી મહત્તાના વિચાર દર્શાગ્યા છે તે ઘણું રસ્તુત્ય છે. સ્ત્રી જાતિમાં જન્મ લેઈ સ્ત્રીઓની ઉન્નત દશાના વિચારોમાં મન રહી સ્ત્રીઓની ઉન્નતિ કરવાના વિચારો કરવા અને તેને પેપરો યા માસિક યા વર્તમાન પ દ્વારા પ્રગટ કરવા એ આર્ય તરીકે ગણાતી દરેક મહિલાઓની ફરજ છે. આટલું કહી હવે હું મારા લખવાના મૂળ આશય પર વાચકનું લક્ષ્ય ખેંચું છું. આ સ્થળે મારે જણાવવું જોઈએ કે જેવું જૈનધર્મે સ્ત્રીઓને મોક્ષ પામવાનું મહત્વનું પદ આપ્યું છે તેવું ભાગ્યે જ બીજા કોઈ ધર્મ આપ્યું હશે. તેને વિશેષ ખ્યાલ મારા ધાર્યા પ્રમાણે નીચેની બીનાઓનું અવલોકન કરવાથી વિશેષ થશે. છે, જેનધર્મ બેધડક એટલે સુધી કહે છે કે સ્ત્રીઓ સકળ કમને ક્ષય કરી પરમાત્મ

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32