Book Title: Buddhiprabha 1912 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 24
________________ ૧૫૨ બુદ્ધિપ્રભા. आपणु कर्तव्य. (લેખક, શાનાગવરી, કપડવણજ ) આર્તવ્ય ઉપર મારા વિચાર દર્શાવતાં પહેલાં હું જણાવીશ કે હું કંઇ એટલી બધી વિદ્વાન નથી કે આ વિષય ઉપર ઉત્તમ લેખ લખી શકુ છતાં મારી મતિ પ્રમાણે જે વિચાર સ્ફય તેજ અવ દર્શાવીશ તેમાં કંઈ ભૂલ લાગે તે વાંચક વર્ગની ક્ષમા ચહીશ. આપણાં કૃતવ્ય સંબંધી વિચાર કરતાં પ્રથમ તે આપણે મા બાપની આજ્ઞામાંજ મુકાયેલ છીએ. અર્થાત કુંવારિકા છંદગી તેમની આજ્ઞા પ્રમાણે જ આપણે ગાળવાની છે અને પછી તેઓ આપણને દાન તરીકે આપેલ અથત આપણને લગ્ન સંબંધથી જોડેલ પતિની આઝામાં ગાળવાની છે, માટે એ નશ્વયજ છે કે આપણું મા બાપ તથા પતિ અને તેમના સંબંધે સાસુ સસરા નણંદ તેમજ દીયર-જેઠ આદિ તેમજ મા બાપના સંબંધે ભાઈ ભેજાઈ વડી બહેન આદિના યોગ્ય વિચારને અનુકરણ કરી આપણે આપણું વર્તન રાખવાનું છે. હવે હું પ્રથમ તે કુવારી સીએનાં કર્તવ્ય તરીકે આપણું લક્ષ ખેંચી. ઉપર બતાવ્યા તે સંબંધીઓના યોગ્ય વિચારનું અનુકરણ કરી તેમની આજ્ઞા પ્રમાણે વર્તવું, યોગ્ય અભ્યાસ કરવો યોગ્ય ગુરૂની પાસે આપણે આપણો એમ વ્યવહારીક અભ્યાસ શીખ તથા શરીર સબંધી, મન ખીલાવવાનું અને નીતિના ગુણ સંપાદન કરવા માટે યોગ્ય શિક્ષણ લેવું જોઈએ આપણે લેખન વાંચન આદિ શીખવાથી આગળ જતાં મનને યોગ્ય વિચારમાં રાખી શકીએ છીએ. વિદ્વાન પુરૂષો તેમજ જનસમાજના વિચાર જાણી શકીએ છીએ તેમજ શરીર કેળવવાથી આપણે મજબુત બનીએ છીએ તેમજ શકતીવાન થઈએ છીએ. માનસિક કેળવણીથી પ્રફુલ્લતા, મૂતા તેમજ પ્રેમ ભાવના તેમજ નીર્મળ ભાવના ગુણને કેળવી શકીએ છીએ તેમજ ધર્ષ, હીં. મત તેમજ આનંદ આદિ ગુણમાંજ રમણતા કરી શકીએ છીએ. ધાર્મીક શિક્ષણથી આ પણ વાસ્તવ ધર્મોને સમજી શકીએ છીએ તેમજ ધર્મ તત્વનાં ઉચ્ચ નિયમનું જ્ઞાન મેળવી તેને આદરી આ લોક તેમજ પરલોક સુખ પ્રાપ્ત કરીએ છીએ. વળી જ્ઞાન ભણી આપણે ગર્વ કરવાનો નથી પણ નમ્ર ભાવે વર્તવાનું છે વળી આપણે કુંવારી અવસ્થામાં આપણું ગૃહ કાર્યને પિગ્ય એવાં સર્વ કાર્યો શીખી લેવાની અગત્યતા છે જેવાં કે બાળક ઉછેરવાનું, બાળક કેળવવાનું, સુવાસ્થિતિનું, ચીત્ર કળા, ગાયનકળા, સીવણ, ગુથણ, ભરત, રઈ બનાવવાનું અને ગૃહ સંસારને વેશ્ય સર્વ કાર્ય શીખી લેવાં જેથી આગલ જતાં આપણને દરેક કામ સુગમ પડે અને આપણું જીવન હરેક રીતે ઉપયોગી થઈ પડે. હવે પરણીત સ્ત્રીનાં કર્તવ્ય પ્રત્યે લક્ષ ખેંચીશ, પતિની આજ્ઞા પ્રમાણે વર્તવું, પતિને પૂજ્ય ગણવો. પતિ એજ સ્ત્રીઓનું દૈવત છે. માટે તેનું મન રંજન થાય તેવુંજ કાર્ય કરવું. વાર્તા વિનોદ પણ તેજરાખવે, રસેઈ કરવી-સાસુ-સસરા આદિ વૃદ્ધ મંડળની સેવા કરવી, કોઈની પણ સાથે કટુ વચન બોલવું નહિ. નોકર ચાકર હેય તે પણ તેની સાથે મમતાથી વર્તન રાખવું તેના વધુ સબંધમાં આવવું નહિ. વસ્ત્ર ૫ પહેરવાં બહુ ઘરેણાં પહેરવાને લેભ રાખ નહિ. ખરેખર દેહ તે ત્યારે જ શોભે છે કે જ્યારે શીલરૂપ ધરેણુ ધારણ કરાય ત્યારે માટે કપટ વિના શીલનું રક્ષણ થાય તેવું જ વર્તન રાખવું.

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32