Book Title: Buddhiprabha 1912 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 22
________________ ૧૫૦ બુઢિપ્રભા. ચુપકી બોલવું નહિ-પણ તમને અને બીજાને જેથી લાભ થાય તેમ હોય તેવું જ બોલવું નકામી વાત ત્યજી દેવી. વ્યવસ્થા તમારી દરેક ચીજ તેના બરોબર સ્થાનકે હોવી જોઈએ અને તમારા ધં. ધાને દરેક વખત ચોકસ હોવો જોઈએ. દ્રઢતા-તમારે કરવા લાયક કૃય નક્કી કરો અને જેમાં નિષ્ફળતા ન મળે તેમ કરે. કરકસરતા-ખર્ચ એવું કરવું કે જેથી તમને અને બીજાને લાભ મલે પણ ન. કામું ગુમાવે નહિ. ઉગવખત ઘેર ઉપયોગ ન કરે. ઉપયોગી કાર્યમાં મચ્યા રહો. નિરૂપયોગી કાર્યને ત્યજી દે. પ્રમાણિકપણું–કેઈને પણ તરતા નહિ. નિર્દીપણે અને વ્યાજબીપણે વિચાર કરે અને તેજપ્રમાણે વર્તન કરે, ન્યાય–કેઈને ખરાબ કરતા નહિ. કોઈને દુઃખ ઉપજાવતા નહિ. લાભદાયી હોય તે કર્તવ્ય કરે. જે કરવાની ખાસ અગત્ય છે તે પણ બીજાને નુકશાન ન થાય તેવી રીતે કરો. હદ બહારપણું––ગુસ્સાવાળું કર્તવ્ય કરતા નહિ, હદ બહાર જતા નહિ, બીજાને જે લાયક હોય તે પ્રમાણે તેના પ્રત્યે કૃત્ય કરે. સ્વચછતા-રીતભાતમાં, લુગડાં લત્તાં અને શરીર ઉપરની અસ્વચ્છતાને ત્યાગ કરો. ધમાક્ષ થાઓ--બીજાઓ કે જેણે ઉચ્ચ જીવન ગાળ્યાં હોય તેવાંનાં જીવન તપાસ કે તેઓ કેમ કરી આગળ ચઢયા છે. ઉપરના નિયમ બાંધી બેનામીન ફ્રેન્કલીન પિતાનું જીવન ચલાવતા હતા અને એક મહાન પ્રખ્યાત પુરૂષ તરીકે તે ગણુતે તેથી આ દાખલો અત્ર લીધેલ છે. આ પ્રકારનું વર્તન રાખવાથી ધણેજ ફાયદો થાય તેમ છે માટે ઉપરના સર્વે નિયમનું પાલન કરવું એ ઉચ્ચ જીવન પ્રાપ્ત કરવાનાં પગથી તુલ્ય છે અને તેથી જીવનની કંઇ પણ્ અંશે સાઈકતા થાય તેમ છે. પૂર્ણ સાર્થકતા છે ત્યારે જ થાય કે જ્યારે આત્મ સ્વભાવ યા સ્વ સ્વભાવ માં રમતા થાય. જ્યારે સ્વસ્વભાવમાં રમતા પ્રાપ્ત થાય છે ત્યારે પરમાત્મ પદને પ્રાપ્ત કરે છે. આ ઉપરના નિયમોના પાલનથી તેનાં પગથી એ ચકાય છે અને વ્યવહાર પણ ઉત્તમોત્તમ બને છે તેમજ જીવન આનંદમય બની રહે છે માટે મારા નમ્ર વાંચક ને જણાવું છું કે પોતાનાં પ્રાપ્ત કર્તવ્ય ઉત્તમોત્તમ થાય તેવી જ રીતે દરેકે ચાલવાની જરૂર છે તેમ દરેકે આગળ વધવાની પણ જરૂર છે માટે આ નિયમનું પાલન કરવું જેથી ભ. વિષ્યમાં તમને ઘણો લાભ થશે માટે દરેક બંધુએ તેનું લક્ષ્મપૂર્વક મનન કરવું. છેલ્લે એટલું જ કહેવાનું કે વાંચકગણ. તમે તમારું પ્રાપ્ત કર્તવ્ય સાધી જીવનની સાર્થકતા કરો અને સદા સુખ સતિમાં મગ્ન રહે એવું ઇચ્છી વરમું છું ને લેખની પૂર્ણાહુતી કરું છું. મૈ શ્રી ગુરુ

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32