________________
દિવ્ય પિતૃ પ્રેમ.
૧૪.
લાગ્યા. કુમારી લલિતા ! હવે શિક્ષાની વાટ જોવા લાગી. તે આતુર નયને અછતના મુખ તરફ એક સરખી જોવા લાગી. તેને આશા હતી કે, આપણા પોતાને પુનઃ મંત્રીપદ મળશે. સર્વ સભા ચિત્રપટ પર આ લેખાયેલી હોય તેમ જણાવા લાગી.
સંપૂર્ણ ગંભિરતાથી સહર્ષ વદને, હવે આપણે રાણે અજીતસિંહ સભાને ઉદ્દેશીને બેલવા લાગે. સમાજને ! હું રાણા તરીકે પૂર્વજોને વંદન કરીને, કંઈક બોલવા માગું છું. તમે તે એ કઈ જાતને દગો ફસાદ ન કરતાં, સત્યને વળગી રહી એકમતે મને રાણા તરીકે સ્વીકાર્યો તે માટે હું તમે સર્વને અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને તે પરથી તમારી સ્વામિભળી સ્પષ્ટ જણાઈ આવે છે. આવી રાજનિષ્ટ પ્રજાપર કયા રાણાનું હૃદય પ્રેમમય ન બને ? હું હવે અમારા કાર્ય તરફ વળું છું !
સર્વ માન્ય, પુજનિય, વંદન એવા આ બીરાજે રાજધાતકી, અપરાધીનું, આધામ દષ્ટિએ જે સ્વરૂપે જણાવ્યું તેમને ને સર્વેને સમત છે, ને તેથી જ તેમની આજ્ઞાનુસાર લાકિક રીબ અપરાધીને એ શિક્ષા દેવી એ મારું કર્તવ્ય છે. રાજ દેહ, રાજધાત, એવા મહા ભયંકર ગુનાહ માટે, દેહાંતને તેથી પણ વધુ ભયંકર શિક્ષા કરેલી છે તે પણ આવા આનંદ પ્રિત્યર્થે, હું એવા પ્રકારની ઘાતકી શિક્ષા નહી કરતાં મંત્રી અમરનાથને, તેની વૃદ્ધાવસ્થા તરફ સાત્વિક વૃત્તિ તરફ પશ્ચાતાપ યુક્ત નિર્મળ હૃદય તરફ જોઈ હદ પારની શિક્ષા કરું છું. રાજધાતકી મંત્રી અમરરાય! તમારે અત્યારથી બે દિવસની અંદર તમારા સર્વ પરિવાર સમેત વિંધ્યાચલનું ઉલ્લંઘન કરી દક્ષિણ તરફ ચાલ્યા જવું! ને તમારા વંશજોએ ચીતાડની હદમાં કદીપણ પ્રવેશ કરવો નહીં! બીજા અપરાધીઓની કાલે ચેકશી થશે. ન્યાય મને આવી કડક શિક્ષા કરમાવે તે બદલ મને બહુ દુઃખ થાય છે પણ મહા ફરજ મહારે બજાવવી જ જોઈએ. ” એટલું બોલી. રક્ત. અયુપૂર્ણ નયને અછતરાણે અટક.
ધીમે ધીમે આનંદ તથા દુઃખના મિશ્રણથી વિચિત્ર ફેરફારવાળા ચહેરા સાથે સરદાર વિગેરે રાજ્ય મંદિરમાંથી બહાર પડવા લાગ્યા પણ પ્રેમબદ્ધ-અછત અનુરાગીણી બાળા લલિતાના હદયની શી દશા? તેણે આંસુભરી આજીજી કરતી આંખડીઓએ એકવાર અછત તરફ જોયું! અને કર્તવ્યનિષ્ટ અછત તેની પણ તેજ દ! તેનાં નેત્ર કમળમાંથી પણ અણુ માર્તિક ઝરવા લાગ્યાં. પ્રેમની આતુરતાવાળા પતંગ અને કર્તવ્ય બજાવવા જતાં વેઠવો પડતો તડફટાઇ તેઓ જ જાણે છે ! કપાઈ જતાં હદયોની છીન્નભિન્ન સ્થિતિ મૃત્યુ સદસ્ય દુખદાયક તેમને લાગે છે -
પણ-કર્તવ્યથી વિમુખ નહી થનારા. રાજ્ય પ્રેમીઓનીજ બલિહારી કહેવાય ! લલિ. તાના સુંદર વદન કમળ તરફ જોઈને ગદગીત કહે અજીતસિંહ લલિતા કિવા યોગીરાજની લજા ન રાખતાં બોલ્યો-“નિર્મળ હૃદયા પ્રેમાળ લલિત લલિતા? એકવાર અર્પણ કરાવેલું હૃદય મહારાથી પાછું નહીજ લેવાય તને અર્પણ કરેલું હૃદય તહારું જ છે ! તારા શિવાય અન્ય સ્ત્રિ મહારે માતા યા ભગિની સમાન છે. આ લોકમાં નહિ તો મૃત્યુ પછી સ્વર્ગ માં પણ આપણે વિવાહીત થઇશું? મહારૂ સર્વસ્વ તું જ છે ? માત્ર પિતૃ પ્રેમ અર્થે જ આ પણે આ ચિર વિરહ સહન કરીશું !!!” શ્રાવણ-ભાદરવાને વર્તાવ કરતી-આખડીઓ એ