Book Title: Buddhiprabha 1912 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 16
________________ ૧૪૪. બુદ્ધિપ્રભા. ખરું સુખ પ્રાપ્ત કરે છે. એજ ઉત્તમ પ્રકારની કેળવણી છે અને જ્યાં સુધી તે કેળવણી યથાયોગ્ય પ્રાપ્ત કરી ન હોય; ક્ષમા, શાતિ, યા, પરોપકાર આદિના ઉત્તમ ગુણોનો આવિ. ર્ભાવ થ ન હોય ત્યાં સુધી કેળવણીનું કાર્ય પૂર્ણ થતું નથી. () “કેળવણીની સંસ્થાઓને આશ્રય લેવાની આવશ્યક્તા” દરેક મનુષ્યમાં સ્વાભાવિક રીતે સારા સંસ્કારોને આવિર્ભાવ થી કઠિન છે. જેથી તેને પદ્ધતિસરની, સુધરેલી, જ્ઞાનની સંસ્થાઓને આશ્રય લેવાની જરૂર પડે છે. આ સંસ્થાની સ્થાપનાને અગર હયાતિને જે હેતુ હોય છે તે હેતુને લક્ષમાં રાખી તદનુંકળ ઉત્તમ સંસ્કાર મનુષ્ય પર પડે તેનેજ કેળવણું એવું નામ આપી શકાય! પણ માત્ર લેખન કે વાચનના છાછા જ્ઞાનને જ કાંઈ કેળ વણું કહી શકાય નહિ. કેળવણીનું ફળ ઉત્તમ ગુણો અને સંસ્કારના સંભાર ઉપરથી દ્રષ્ટિગોચર થાય છે. (૭) “કેળવણું આપનારી સંસ્થાઓના લાભ” પૂર્વોક્ત કેળવણીના નામને સાર્થક કરે તેવી સંસ્થાઓને લાભ આપણે આપણી બાળાઓને--કેળવણીને ઉદેશ લક્ષમાં રાખીને આપ જોઈએ. આપણું દ્રવ્ય નિરર્થક ન જાય, અને ગર્વિષ્ટ નામ ધારક સંસ્થાઓ ઉઘાડી તે વડે ઉદ્દેશને લક્ષમાં ન રાખતાં સાધ્યની કલ્પના કરવી વ્યર્થ જેવું છે. સારી કેળવણી અને ક રીતે ફલદાતા થાય છે. દયા, નમ્રતા, સત્ય પરોપકાર આદિના ઉત્તમ સંસ્કાર મન પર પાડે છે અને ઐહિક અને પરંપરાએ આમુમ્બિક જીવન સુખી બનાવે છે. આ હેતુથીજ ને પોલી અને કહ્યું છે કે, કહે નેપિલીઅન દેશને, કરવા આબાદાન; સરસ રીત તે એજ કે, ઘા માતાને જ્ઞાન. જૈન શાસ્ત્રા સૂચવે છે તેમ ઘણી સ્ત્રીઓ પિતાના જ્ઞાન, શિલ, (ચરિત્ર) વડે પિતાનાં નામ અમર કરી ગએલી છે. તે સર્વ પ્રતાપ ઉત્તમ ધર્મ નીતિની કેળવણીનો છે. અનેક મહામાઓ, વીર પુરાની માતાએ પુત્ર રન પ્રસવ્યા છે કે જેઓ નામ અમર કરી ગયા છે. ઉત્તમ પુરૂષો ઉત્તમ માતાના ઉદરમાં જન્મ લે છે. ઉત્તમ માતા પાસેથી ઉત્તમ સંસ્કાર મળે છે કે જે સરકારે ક્રમશઃ હિંગત થતાં વીર પુત્રોમાં ઉત્તમ રૂપે પરિણમે છે. આથી સ્ત્રીઓને કેળવવાની ખાસ અગત્ય છે. આપણા જૈનોમાં સાબીઓને પવિત્ર વર્ગ છે. તેઓ પણ જૈન સમુહની સ્ત્રીઓનું ધમનીતિ વિષયક ચરિત્ર ઘડવામાં ઉપયોગી કામ કરે છે. તેમના સહવાસમાં સ્ત્રીઓ સંસારની વિકથા ત્યજી ધર્મ ધ્યાન કરે છે. ૮ “જેન વર્ગની રિથતિ: વાસ્તવે સ્ત્રી વર્ગને મોટો ભાગ નિરક્ષર છે. સ્વભાષાનું જ્ઞાન તેઓ નહિવત ધરાવે છે. લેખન વાચન જાણે તેવી સ્ત્રીઓજ જ્યારે બહુ અ૯૫ પ્રમાણમાં છે તે તે લેખન વાચનના જ્ઞાનને સાર્થક કરવા પુરતી કેળવણીની તો વાત જ શી કરવા ! ત્યાં આવી સ્થિતિ હોય ત્યાં ગૃહસંસારના સુખ અને રવાથતાની આશા રાખવી એ વ્યર્થ છે. માનસિક શક્તિઓ વિકાસની અને શક્તિ સ્વસ્થતા, આદાય, ધીરજ, દયા, ક્ષમાઇત્યાદિ ઉત્તમ ગુરાના આ વિર્ભાવની સ્વાભાવિક ગુણો વિના આયા રાખવી એ વેન તુલ્ય છે. આપણે સ્ત્રી વર્ગ અશિ. ક્ષિતહેવાથી આપણે સંસાર કલુષિત થાય છે અને કેળવણું આપનાર સંસ્થાઓની અસર તેમનાપર બહુજ અલ્પ પ્રમાણમાં થાય છે. બળવાન જૈન સાહિત્ય, તેમાંના પ્રસ્તાવિક બોધ વાળા અને ઉપદેશ ગર્ભિત કથાનકે અને ચરિત્રે પણ અશિક્ષિત સ્ત્રી વર્ગ પર તેમની બુદ્ધિની

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32