Book Title: Buddhiprabha 1910 08 SrNo 05 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 5
________________ ૧૩ गुरुवोध. (લેખક મુનિ બુદ્ધિસાગર) શ્રદ્ધા મનની કોઈ પણ પદાર્થ સંબંધી નિશ્ચલતાને શ્રદ્ધા કહે છે. અમુક પદાર્થ આમજ છે, એમ મનમાં જે નિશ્ચય થાય છે તે શ્રદ્ધાના અનેક ભેદ છે. મનુષ્ય પોતાનાથી બને તેટલો વિચાર કરી કોઈપણ પદાર્થનો નિશ્ચય કરે છે. બાહ્યવસ્તુઓને મનુષ્ય જોઈને તેઓને નિશ્ચય કરે છે. કોઈ પદાર્થ આવોજ છે, એમ બુદ્ધચનુસાર જે નિશ્ચય કરવામાં આવે છે તે નિશ્ચય પરિપૂર્ણ અંશે સત્ય છે કે કેમ તે પરિપૂર્ણ જ્ઞાનવિના કહી શકાય નહીં, પરિપૂર્ણ જ્ઞાનવિના (કેવળજ્ઞાનવિના) જે પદાર્થોનું અવલોકન થાય છે તે સંપૂર્ણ અંશે સત્ય છે એમ કહી શકાય નહીં. માટે અલ્પજ્ઞાનિયોના નિશ. યની શ્રદ્ધા સંપૂર્ણ અંશે વ્યાજબી નથી. ત્યારે હાલ કોના નિશ્ચયને માન આપવું એમ પ્રશ્ન થશે, તેના ઉત્તરમાં કહેવાનું કે, કેવલજ્ઞાનિએ દીઠેલા પદાર્થોનું જેવું સ્વરૂપ છે, તે જ ખરૂં સ્વરૂપ ગણાય માટે તેમના વચનને અનુસરી પદાર્થોની શ્રદ્ધા કરવી એજ સત્યશ્રદ્ધા ગણાય. કેવલજ્ઞાનિએ દેવગુરૂ અને ધર્મનું જે સ્વરૂપ કહ્યું છે તે જ સત્ય છે. કેવલજ્ઞાનિયે જગતમાં નવ તત્વ જણાવ્યાં છે. તેજ સત્ય છે, કેવલજ્ઞાનિએ પદ્વવ્યનું સ્વરૂપ જાણ્યું, દેખ્યું અને કહ્યું છે તેજ દ્રવ્ય સત્ય છે. કેવલજ્ઞાનિએ વ્યવહાર અને નિશ્ચયનયથી પદાર્થોનું જે સ્વરૂપ વર્ણવ્યું છે તેજ સત્ય છે. કેવલજ્ઞાનિએ નિગોદનું જે સ્વરૂપ જે પ્રમાણે પ્રરૂપ્યું છે તેજ સત્ય છે. આપણી અલ્પમતિના યોગે તેનું યથાર્થ સ્વરૂપ સમજાય નહિ તેપણ મુંઝાવું નહિ. કારણ કે કેવલજ્ઞાનમાં જે વસ્તુઓ ભાસે છે તેને પરિપૂર્ણ અનુભવ શું મતિજ્ઞાન અને યુતજ્ઞાન કરી શકે, ના કદી કરી શકે નહિ. માટે સર્વજ્ઞના વચનમાં અશ્રદ્ધા કરવી નહિ, જેમ જેમ નિગોદ વગેરેનું સ્વરૂપ સમજવા માટે સંયમ કરવામાં આવે છે, તેમ તેમ તેના સ્વરૂપનો પ્રકાશ થાય છે. કેવલજ્ઞાનિએ ચાર ગતિનું જેવું સ્વરૂપ કહ્યું છે તે જ પ્રમાણે તે સત્ય છે. સંસાર અને મોક્ષનું સ્વરૂપ જે પ્રમાણે કહ્યું છે, તે જ પ્રમાણે સત્ય છે. તેમજ લોક અને અલોકનું જેવું કેવલજ્ઞાનિએ સ્વરૂપ કહ્યું છે તે જ પ્રમાણે સત્ય છે. કેવલજ્ઞાનિએ લોકને શાશ્વત અને અશાશ્વત કહ્યો છે તે જ પ્રમાણે તેનું સ્વરૂપ છે. બહિરામા, અંતરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ જેવું કેવલજ્ઞાનિએ કહ્યું છે તે જ પ્રમાણે સત્ય ભાસે છે. મુક્ત થવા કેવલજ્ઞાનિએ જ્ઞાનદર્શન અને ચારિત્રની પ્રરૂપણ કરી છે તે જ પ્રમાણે સત્ય છે. ગૃહસ્થ અનેPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40