Book Title: Buddhiprabha 1910 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 15
________________ નહીં પણ તેઓનું નવીન ઉત્પન કરવું પણ બની શંક નહિ આથી કરીને આ લોક તથા પરલોક એ બે લાકને વિષે અનર્થ થાય છે. હાલમાં મરકિને સમય કેટલેક સ્થળે ચાલે છે. તે જે વખતે મરકીનો ઉપદ્રવ કોઈપણ સ્થળે થાય તે વખતે ઉપદવવાળું સ્થાન ત્યાગ કરવાની ખાસ જરૂર છે. કારણ કે જૈન સિદ્ધાંતકારે કહે છે કે સાત પ્રકારે આયુષ્ય ગુટે છે અને તેમાં આવા રોમાદિકના કારણનો પણ સમાવેશ થાય છે જેથી કરી તેના સ્થાનનો ત્યાગ કરે ઈએ. કેટલાક લોકો એવું સમજે છે કે જે આયુષ્ય બળવાન હશે તે કાંઈ થવાનું નથી. પરંતુ તે સમજવું બરાબર નથી. તિર્થંકર વિગેરે અમુક વ્યકતીને જ નિરપક્રમ આયુષ્ય છે સબબ, સપક્રમ આયુષ્યવાળાને શાસ્ત્રમાં જે જે કારણે સોપકમ આયુને તોડવાને માટે કારણ ભૂત બતાવેલાં છે તે કારણથી દૂર રહેવું એ જરૂરનું છે. નિરૂપક્રમ આયુષ્ય શસ્ત્ર વિગેરેના કારણોથી તુટતું નથી અને સાપક્રમ આયુ શસ્ત્ર વિગેરેના કારણથી ફૂટે છે. છે. પોતાને યોગ્ય કહેતાં રચિત એવા પુરૂષનો આશ્રય કરવો. જે પુફા રક્ષણ કરી શકે તેવો હોય અને જેનાથી લાભ મળે તે હોય અને જેનાથી મળેલા લાભનું રક્ષણ થઈ શકતું હોય એવા રાજા વિગેરે પુરૂને ઉચિત પુરૂષ કહેવાય છે. કહ્યું છે કે પ્રજાને આધાર સ્વામિ એટલે રાજા ઉપર છે. તે ઉપર દ્રષ્ટાંત કહે છે. મુળ વગરના વૃક્ષને ઉછેરવાનો પ્રયત્ન પુર શરીતે કરી શકે છે જેમ ત્રાનું મુળ સારૂ હોય તે તેને ઉછેરવાને પ્રયત્ન સાર્થક થાય તેમ પ્રજાનો મુળરૂપ સ્વામી સારો હોય તે સર્વપ્રજાનું સા જ થાય. આવી સ્વામી, ધર્મવાળ, શુદ્ધ કુળવાળ, શુદ્ધ આચારવાળે, શુદ્ધ પરિવારવાળો, પ્રતાપવાળો અને ન્યાયને અનુસરતો જોઈએ. ૮. ઉત્તમ અને સારા આચરણવાળા પુરૂનો સ્વીકાર કરવો. પિતાના વંશપરંપરાથી ચાલતા આવેલા જે ગુણે તેને અન્વય ગુણ કહીએ. તે અન્વય ગુણો નીચે પ્રમાણે છે. સુજનપણું (સજજનપણું,) ડહાપણુ, કૃતજ્ઞતા વગેરે વિગેરે આવા પ્રકારના ગુણો જેનામાં હોય તે ઉત્તમ પુરૂષ કહેવાય. સારા આચર ણવાળા પુર જગતમાં સુપ્રસિદ્ધજ છે તેથી તેના વિવેચનની જરૂર નથી. આ પ્રમાણે કરવાનું કારણ એ છે જે કે પુરૂષોનો પરિવાર અગંભીર હોય તેવા પુરૂષનો આશ્રય કરવો યોગ્ય નથી. વળી ઉત્તમ પુરૂષોને અંગીકાર કરે કરીને અમુક પુરૂષ ગુણવાન છે એવી જગતમાં પ્રસિદ્ધિ થાય છે. જેવી રીતે સુગંધીવાળા પુપિએ કરીને વસંતરૂતુ સુરભી નામે પ્રસિદ્ધ. પણાને પામી છે તેમ સમીપ રહેલા ગુણવાન પુરૂવડે તેની પાસે રહેલા બીન પર પણ ગુણવાન તરીકે લેખાય છે.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40