Book Title: Buddhiprabha 1910 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 19
________________ મલયાસુંદરી. પ્રકરણ ૧ લું. ધર્મનું માહામ્ય તથા સ્વરૂપ, चतुरंगो जयत्यहन दिशन् धर्म चतुर्विधम् ।। चतुष्काष्टासु प्रसृतां जेतुं मोहचमूमिव ॥ १ ॥ ચારે દિશાઓમાં પ્રસરેલી મહરાજાની સેનાને જીતવાને માટે જ જાણે ચાર શરીરને ધારણ કરી, ચાર પ્રકારના ધર્મઉપદેશને આપતા અરિહંત જયવંત વર્તે છે. ધર્મ સદ મંગલ છે. સર્વ સમૃદ્ધિને દેવા વાળો ધર્મ છેનાના પ્રકારનાં સુખની પ્રાપ્તિ ધર્મથીજ થાય છે. સંતાનને તારનાર, પૂર્વજોને પવિત્ર કરનાર, અપકીર્તિને હરનાર, અને કાત્તિની વૃદ્ધિ કરનાર પણ ધર્મ જ છે. ધ. નની ઇચ્છાવાળાઓને ધન આપનાર, કામના અર્થિઓને કામ આપનાર, સ. ભાગના અર્થિઓને સૈભાગ્ય આપનાર, પુત્રાર્થિઓને પુત્ર આપનાર, રાજ્યાર્થિઓને રાજ્ય આપનાર પણ ધર્મ જ છે. વધારે શું કહેવું ? દુનિયામાં એવી એક પણ વસ્તુ કે, એવો એક પણ પદાર્થ નથી કે ધર્મ કરનારને તે પ્રાપ્ત ન થાય. ટુંકમાં કહીએ તો સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ પણ ધર્મથીજ થાય છે. આ ધર્મમાહાસ્યનું કથન કઈ શ્રદ્ધા માત્રથીજ છે એમ નથી. વિચાર શીલ મનુષ્યો વિચાર કરશે, તો તરતજ તેઓને નિર્ણય થશે કે, દુનિયામાં એક માણસ સુખી અને બીજો દુઃખી, એક જ્ઞાની બીજે મૂર્ખ, એક નિરોગી બીજે રોગી, એક ધનવાન બીજે નિધન, એક દાતા બીજો ભિક્ષા લેનાર, લાખો મનુષ્યોને પૂજ્ય એક મનુષ્ય, લાખે મનુષ્યોને તિરસ્કાર

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40