________________
ને પાત્ર બીજે મનુષ્ય, ઇત્યાદિ વિવિધ પ્રકારની વિચિત્રતાનો અનુભવ શા માટે થાય છે ? મનુષ્યપણું સરખું છતાં આ તફાવત શા કારણને લઈને
એકજ કાર્યને માટે સર્વ જાતનાં સાધનો એકઠાં કરી, સરખી રીતે પ્રયત્ન કરવા છતાં એકનો તે કાર્યમાં વિજય અને બીજાની નિષ્ફળતા જણાય છે. આ વિજય અને નિષ્ફળતાનું કારણ શું?
આ વિષમતાના કારણની શોધ માટે ગમે તેટલા વિતર્ક વિચારવંતે ઉઠાવે પણ છેવટે તેના મુખ્ય કારણ રૂપ ધર્મનો સ્વીકાર કર્યા સિવાય ચાલવાનું નથીજ.
ધર્મ વિષય ઘણે ગહન છે. તેનાં કાર્ય કારણનાં નિયમોનો અભ્યાસ ઘણી બારિકતાથી કરવાનો છે. તેમ કર્યા સિવાય ધર્મના ઉપચેટીયા જ્ઞાનથી ઘણી વખત મનુષ્ય ગંભીર ભૂલ કરી દે છે, અને ધર્મ શ્રદ્ધાને શિથિલ કરી દે છે.
દાખલા તરિકે ઘણીવાર ધર્મશ્રદ્ધાન શિથિલ થવાનું કારણ એ બને છે કે, પાપવૃત્તિથી આજીવિકા કરનારાઓ, કાળ પ્રપંચ કરનારાઓ, અને પાપમાં વિશેષ પ્રવૃતિ કરનારાઓ કેટલાએક સુખી દેખાય છે. વ્યવહારિક કાર્ય પ્રપંચમાં પણ કદાચ તેમને વિજય થતો જોવામાં આવે છે. દયાદિ પ્રત્યક્ષ કારણેને જોઈ કેટલાંક મનુષ્યો “ ધર્મ છે કે નહિ ? ધર્મનું ફળ મળતું હશે કે કેમ ? પાપીઓ સુખી શા માટે ? ધમીઓ દુઃખી કેમ થાય?” વગેરે શંકાની નજરે ધર્મ તથા તેના કોને જુવે છે. ખરું પુછો આવી શંકા કરનારા મનુષ્યો ધર્મની અને કાર્ય કારણના નિયમની ઉંડી શોધમાં ઉતરેલા નથી હોતા. તેઓએ વિચારવું જોઈએ કે, કારણું પહેલું અને કાર્ય પછી, આ વ્યવહાર દુનિયાના મોટા ભાગનાં કર્તવ્યોને લાગુ પડે છે.
એક બીજ, જમીનમાં વાવ્યા પછી તેને જમીન, હવા, પાણી, ખાતર, વિગેરે નિમિત્તે તદન અનુકુળ હતો, તે બીજ ઘણા થોડા વખતમાં અંકુરા, ડાળાં, પાંખડા, વિગેરેને ઉત્પન્ન કરી એક વૃક્ષના રૂપમાં દેખાવ દેશે, અને ફળ પણ આપશે. છતાં આ બીજને ગમે તેટલાં અનુકૂળ સાધનો હોય, તથાપિ એક જ દિવસમાં કે એકાદ કલાકમાં મહાન વૃક્ષ રૂપે થઈ ઉત્તમ ફળો આપનાર તમે નહિ જ જોઈ શકો. કારણ કે, કારણને કાર્યના રૂપમાં આવવાને કાંઈપણ અંતર (આંતરું કે વ્યવધાન) ની જરૂર છે. આ વૃક્ષનું બીજ સ્વાદુ ફળ આપનાર લેવાથી તેમજ તેને જોઈતાં સાધનો ઘણી ઝડપથી