Book Title: Buddhiprabha 1910 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 22
________________ જગતમાં છે તેમાં દુનિયાનાં સર્વ દશ્ય અને અદશ્ય પદાથોનો સમાવેશ થાય છે. જડ પદાર્થની સાથે આત્માની જે આસક્તિ છે તેનાથી જ આ સવો પ્રપંચને દેખાય છે. આત્મા અને પુદગલની ( જડ પદાર્થની ) મિત્રતા તેજ આ સવી દેહ ધારણ કરવાનું કારણ છે. દાનિ જડ પદાર્થ ની પ્રાપ્તિથી થતા હર્ષશોક તેજ આ મિત્રતાનું કારણ છે. જડ પદાર્થો માંટે ઉત્પન્ન થતા રાગદેવથી કર્મનું આગમન થાય છે, આ કેમ અનેકરૂપ છેચાઈ જ, આત્માના શુદ્ધ ગુણોને આવરી ( દબાવે ) છે. તે કમ આવરણાની મદદથી આ આત્મા ચાર ગતિમાં પરિભ્રમણ કરતાં નાના પ્રકારની યાતનાઓ (પીડાઓ ) અનુભવે છે. દુનિયાની અનેક પ્રકારની યાતનાઓની શાન્તિનું મુખ્ય કારણ જ્ઞાન છે. જ્ઞાનથી સત્યાસત્યનો, હિતાહિતને, સ્વપરનો કે નિત્યાનિત્યનો બોધ થાય છે. વસ્તુને વસ્તુરૂપ બોધ થતાં, સત્ય અને હિતકારી વસ્તુ તરફ પ્રીતિ થાય છે તે જ સુખદાઈ છે અમ શ્રદ્ધાન થાય છે. આ શ્રદ્ધાન થવા પછી તે પ્રમાણે વર્નન કરવાની ઈચ્છા થાય છે, અને તે પ્રમાણે વર્તન કરાતાં આત્મા પોતાના વિશુદ્ધ સ્વરૂપને પામી શકે છે. આથી એટલે ફલિતાર્થ થયો કે જ્ઞાનથી સત્ય વસ્તુ જણાય છે, દશનથી તેમાં શ્રદ્ધાન કરાય છે, અને ચારિત્રથી તે મારક વર્તન કરાય છે. અથવા સત્ય વસ્તુને જણવી તે જ્ઞાન, તેને નિશ્ચય તે દર્શન; અને જેવું નવું તથા સહ્યું છે તેવું જ અનુભવવું તે ચારિત્ર; આ ત્રણે ધર્મ છે; તેમાં જ્ઞાન મુખ્ય છે. તે સિવાયનાં પાછલાં બે અંગે હોતાં નથી. વ્યવહાર રૂપમાં હોય છે તે તેથી સંસારની વૃદ્ધિ થવાનાં કારણરૂપ શુભાશુભ કર્મોની જ પ્રાપ્ત થાય છે. અદણાર્થનું પ્રકાશક જ્ઞાન ત્રીજું નેત્ર છે. ગાઢ અનાન અંધકારને દર કરનાર જ્ઞાન બીજું સૂર્યબિંબ છે. તે સૂર્યથી પણ ચડે છે. જ્ઞાાન નિષ્કારણ બંધુ છે, જ્ઞાન સંસાર સમુદ્રમાં પ્રવાહણ ( જહાજ ) તુલ્ય છે. ખલના પામતા અશક્ત મનુષ્યોને પણ સાન સહાયક યષ્ટિ (લાકડી) સમાન છે. વધારે શું કહીએ ? હદય ગુફામાં પણ પ્રકાશ કરનાર સાન નહિ બુઝાય તેવો દીપક છે. કર્મનો સિદ્ધાંતનું જ્ઞાન બહુજ મનન કરવું જોઈએ, અને તે દરેક પ્રસંગે ક્રિયામાં મૂકવું જોઈએ. દુઃખદાદી સંગમાં તેને મુખ્ય ( આગળ ) કરવું જોઈએ. અને વૈર્યતાથી તેવા પ્રસંગે એલંધવા જોઈએ. એક - કને અર્થની વિચારણાથી મલયાસુંદરી મહાન દુ:ખ સમુદ્રને પાર પામી.

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40