________________
પુરૂષ, આ શૂન્ય શહેરમાં વિશ્રાંતિ માટે પ્રવેશ કરે છે, તેવામાં સુંદર કૃતિવાળા એક પુરૂષ ત્યાં તેના જેવામાં આવ્યા.
તે પુરૂષને, આ શહેરમાં દાખલ થતા પુરૂષની કાંઈ અપેક્ષા (જરૂરીયાત) હોય તેમ તેના ચહેરા ઉપરથી જણાતું હતું. શહેરમાં દાખલ થતા પુરૂષને જોઈ તે પુરૂષ બોલી ઉઠયો.
હ વીર પુરૂષ ! તું કોણ છે ? અને ક્યાંથી આવ્યો છે ?” તે સાં. ભળી શહેરમાં પ્રવેશ કરનાર પુરૂષે જણુવ્યું કે “ભાઈ, હું વટેમાર્ગુ છું; દેશાટન કરતાં રસ્તાના પરિશ્રમથી ખેદ પામી, વિશ્રાંતિ માટે આ શહેરમાં પ્રવેશ કરૂં છું.”
“ તમે પોતે કોણ છો ? એકલા કેમ દેખાઓ છે ? આ શહેર રિદ્ધિ થી પૂર્ણ છતાં મનુષ્યોથી શન્ય શા માટે ? આ નગરીનું નામ શું ? વિગેરે તમે મને જણાવશે ?” શહેરમાં પ્રવેશ કરનાર પુરૂષે આ સર્વ પ્રશ્ન તેને પૂછ્યા.
વટેમાર્ગનાં આવાં વિનય ભરેલાં વચન સાંભળી ઘણે ખુશી થઈ તે પુરૂષ કહેવા લાગ્યો.
હે ભદ્ર ! આ કુશવર્ધન નામનું શહેર છે. વીરપુરૂષામાં અગ્રેસરી સૂર નામનો રાજા આંહી રાજ્ય કરતો હતો. તેને જયચંદ્ર અને વિજયચંદ્ર નામના અમે બે પુત્રો હતા. આયુષ્ય પૂર્ણ થતાં મારા પિતા આ ફાની દુનિયાનો ત્યાગ કરી દેવભૂમિમાં જઈ વસ્યા. ખરેખર નામ તેનો નાશ છે. દેહધારી એનાં આયુવો ગમે તેટલાં મોટાં હોય તથાપિ અવશ્ય તેનો અંત આવે છે. | મારા પિતાના મૃત્યુ બાદ માર ભેટ બંધુ જયચંદ રાજ્યસનપર આ વ્યા. મારા વડિલ બંધુએ મને રાજ્યનો ભાગ ન આપો, તેથી મારું અપમાન થયેલું સમજી આ રાજધાની મૂકી હું બીજે સ્થળે ચાલ્યો ગયો. રસ્તે ચાલતાં ચંદ્રાવતી નગરી આવી; તે નગરીના બહારના ઉદ્યાનમાં એક વિદ્યાસિદ્ધ સિદ્ધપુરૂષને મેં જોયે. પણ તે સિદ્ધ પુરૂષ અતિસારના રોગથી
એવી રીતે પીડાતો હતો કે તેનાથી જરા માત્ર ચલાતું કે, બોલાતું નહોતું. તેની આવી અવરથા જોઈ મને નિઃસ્વાર્થ પણે દયા આવી.
દુઃખી મનુષ્યને જોતાં નિઃસ્વાર્થ પણે જેને દયા નથી આવતી તે મનુબે મનુષ્ય નામ ધરાવવાને લાયક નથી. જ્યારે પોતે દુઃખી હોય છે ત્યારે તે દુઃખમાંથી મુકાવા માટે પોતે ઈછા કરે છે, બીજા મનુષ્યોની મદદ માંગે