Book Title: Buddhiprabha 1910 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 35
________________ બુદ્ધિપ્રભાના ગ્રાહકો માટે. અમુલ્ય લાભ. “ સજ્ઞાનનું વાંચન અને પરમાર્થ ? બાલવા કરતાં કરવું શ્રેષ્ઠ છે એ ન્યાયે અમારી ઈચ્છાનો અમલ પર્વધિરાજ શ્રીપર્યુષણ પર્વના પ્રસંગને લઈ સપ્ટેમ્બરના અંક મહાવીર પ્રભુના જન્મ વાંચન અને ઉત્સવના શુભ દિવસે ગ્રાહકોના હાથમાં પહોંચાડવાનક્કી કર્યું છે. જે અંક હંમેશ કરતાં ત્રણ ઘણો ઓછામાં ઓછા ૯૬ પૃષ્ટનો થશે. જુદા જુદા વિષયો ઉપર જુદા જુદા લેખકો લેખ લખનાર છે અને તે લેખે મહાવીર પ્રભુના ગુણગાનમાં, કર્મ અપાવવાની ક્રિયાઓમાં, વાર્ષિક ક્ષમાપનામાં, મન, વચન, કાયા ને શુભ વિચારોમાં વિશેષ પુષ્ટી કરનાર થઈ પડશે, એમ અમારું માનવું છે. ( ભાદરવા સુદ ૧ ના દીવસે જ આ અંક વાંચકોના હાથમાં આવે તે માટે નિયમિત કરતાં સવા અઠવાડીઉં વહેલો કાઢવા ઠરાવ્યું છે. ) ગ્રાહકોએ લવાજમ સર મોકલી આપવું. કેમકે આ માસિક બેગને મદદ કરવાના શુભઉદેશથી નીકળે છે, અને તેનો આધાર ગ્રાહંકાના વધારા ઉપર તથા લવાજમની આવક ઉપર છે. તેથી અમારા માનવંતા ચાલુ ગ્રાહકો આ પરમાર્થના કાર્યને મદદ કરવા તથા સદજ્ઞાનને બોધ વધારવા વધુ નહી તે બળ ગ્રાહક તો અવશ્ય વધારશે જ એવી આશા છે. ગ્રાહકોને મંડળે વધુ લાભ આપવા માટે શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળાના પુસ્તકે ઓછી કિંમતે આપવા ઠરાવ્યું છે. માટે ગ્રાહકોએ તેને લાભ અવશ્ય લેવો. આગષ્ટના અંકથી શરૂ કરવામાં આવેલ “મલયાસુંદરી” નેāલ બહુજ રસિક છે, જે વાંચનારને પુરૂ વાંચવું પડે તેવું છે. તે પ્રાચીન શાસ્ત્ર શેલીયુક્ત વિદ્વાન મુનિ પંન્યાસ શ્રીકેશરવિજયજીએ રચ્યું છે. લવાજમને માટે જે ગ્રાહકનું લવાજમ શ્રાવણ વદ ૫ સુધીમાં વસુલ નહી આવ્યું હોય તેઓને આ ખાસ અંક લવાજમ જેટલા વી. પી. થી મોકલવામાં આવશે. અને તેમાં માત્ર ૦) વધુ ખચ લાગશે પણ નાણાં ગેરવલે જવાની જરાપણ ચિન્તા રહેશે નહી. મુંબઈ અને અમદાવાદના ગ્રાહકોને તે અંક લવાજમના બીલ સાથે માણસ મારફતે પહોંચાડવામાં આવશે. માટે ત્યાંના ગ્રાહકોએ અંક પહોચતાની સાથેજ લવાજમ વસુલ આપવા તદી લેવી. ખાસ અંકની થોડી નકલ વધુ કહાડવામાં આવનાર છે અને ગ્રાહકો વધુ થવા સંભવ છે છતાં પણ

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40