Book Title: Buddhiprabha 1910 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 16
________________ ૯, ધટતા સ્થાનકને વિષે ઘરે કરવું. મતલબ એ છે જે અરથાને (અઘટીતસ્થાન) ને વિષે ઘરે કરવું નહીં. અઘટીતસ્થાનના લાણ નીચે પ્રમાણે છે. અતિશય પ્રગટ એટલે જેની સમીપે બીજા ઘર ન હોવાના કારણથી અતિશય પ્રકાશવાળું એવું–એટલે કે ચારે પાસ ઊજડ જમીનમાં ઘર ન બાંધવું. હાલમાં બંગલા બાંધવાની પદ્ધત્તિ વિશેષ જોવામાં આવે છે. આ પદ્ધત્તિ કેટલેક અંશે હાલમાં ચાલતી મરકીના પગને આભારી છે. પરંતુ તેમ કરવામાં સીદ્ધાંતકારોની આજ્ઞાનું ઉલંઘન ન થાય તેમ વર્તવાની જરૂર છે. આ પ્રમાણે આજ્ઞા કરવામાં સિદ્ધાંતકારનો ઉંડે ઉદ્દેશ રહેલો જણાય છે. કારણકે તેવા ઘરોને વિષે ચોરાદિકથી પરાભવ થવાનો સંભવ છે. ચોરાદિકમાં વ્યભિચારી પુરૂષોનો પણ સમાવેશ થાય છે. કેટલીક વખત એવો બનાવ બને છે કે ઘરના પુરૂષ અગર સ્ત્રીઓ વ્યભિચારી હોય તો તેને પિતાનું કાર્ય કરવાને માટે આવા બંગલાઓવાળાં ઘરમાં સહેલું થઈ પડે છે. તેઓને ઘણા દ્વાર હોવાથી અમુક માર્ગે તેમને પ્રવેશ કરાવી બીજ માણે તેમને બાહાર કાઢે છે. જેથી કરી ઘરના વડીલો કે જે તે ઘરના અમુક બીજા ભાગમાં બેઠેલા હોય છે તેમને તેમજ દરવાજાની ચાકી માટે રાખેલા સીપાઈ વગેરેને તેની ખબર પડતી નથી. વળી કેટલીક વખત એવા બનાવ બને છે કે બંગલાવાસી ગૃહસ્થ જ્યારે પરદેશ ગયેલા હોય છે અગર શહેરમાં રહેવા આવેલા હોય છે ત્યારે તેમના ઘરના અમુક પુરુષ કે જેઓ ઉપર કહેલા વ્યભિચારમાં પડેલા હોય છે તે તેવા નિર્જન અને આસપાસ પાડોસરહિત મકાનમાં જઈ સ્વેચ્છાએ નિઃશંકપણે વ્યભિચારનું સેવન કરે છે. આ વાતનો આટલેથીજ અંત આવતિ નથી, પણ કેટલીક વખત વ્યભિચારી પુરૂષો અને ગર સ્ત્રીઓ સામા સ્ત્રી અગર પુરૂષને તેના ઘરમાંથી માલમત્તા લઈ જવાનું સાધન સહેલું કરી આપે છે. આ ઉપરથી જણાશે કે ચારે બાજુ ઊર્જા ઘરમાં શાસ્ત્રકારના કહ્યા પ્રમાણે રહેવું ઉચિત નથી. કદાપિ દેશકાળને અનુસરીને તેવા મકાન બાંધવાની જરૂરીઆત પડે તે શાસ્ત્રકારના ઉદ્દેશનું ઉલંઘન ન થાય તેમ પ્રયત્ન થવાની અવસ્ય જરૂર છે. એટલે કે તેને ઘણાં દ્વાર નહીં રાખવા જોઈએ અને પોતાના કુળને છાજે તેમ પોતાના ઘરની સ્ત્રીએની લજજા સચવાય તેમ થવું જોઈએ. વળી આમાં એક મુદાની બાબત એ છે કે આવા શહેર બહારના બંગલાઓમાં લાંબી મુદત રહેવાથી ઘરના પરિવારને શ્રદ્ધારહિત થવાનો સંભવ છે. કારણકે તેમ થવાથી તેઓ દરરોજના નિયમ પ્રમાણે પરમાત્માની પુજાભક્તિને માટે યોગ્ય મંદીરે જઈ શકતા નથી. તેમજ ગુરૂ મહારાજની ભક્તિ કરી જે લાભ પાર્જન કરવાને તે લાભ મેળવી શકતા નથી. વળી કેટલાએક ગૃહસ્થ કે જેઓને પોતા- રિદ્ધિને તથા સ્થિતિને અનુસરીને આવા દેરાસરો ઉપાથમા વગેરેની દે.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40