Book Title: Buddhiprabha 1910 01 SrNo 10 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 5
________________ ૨૯૧. પણ દયાનું પૂર્ણ સ્વરૂપ વર્ણન કરી શકે નહીં. પ્રત્યેક મનુષ્યોની નિમલબુદ્ધિ કરાવનાર દયા છે. દયાવિના કદ ચોગમાર્ગમાં પ્રવેશ કરી રાક નથી. દયાવાન સર્વશાશ્વત સુખના સંયોગી મંળવી શકે છે. સર્વ જીવોની દયા પાળનાર અવશ્ય પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. સર્વ જીવોની સાથે બ્રાતૃભાવ રાખો હોય તો દયાવિના બની શકતો નથી. સર્વ જીવોનું ભલું કરવું. કેઈ જીવનું બુરું ઈચ્છવું નહીં, તે દયામાં સમાય છે. પરમેશ્વરના નામના પાકાર કરી કરીને સ્તુતિ કરે પણ જ્યાં સુધી દયા નથી, ત્યાં સુધી પકારી તે ખરેખર અરણ્યમાં રૂદન સમાન છે. પરમેશ્વરા નામની માળાઓ ગણ પણ ત્યાં સુધી હદયમાં દયાદેવીએ વાસ કર્યો નથી ત્યાં સુધી માળાઓના ઢગલાથી કંઈ થઈ શ. કતું નથી. શામાટે આડા અવળા ભટકવું જોઈએ. દયા કરો તે તમારા આત્મામાં મુક્યા છે. સર્વ કર્મચી મૂકાવું તેને મુક્તિ કહે છે તેની આરાધના દયાવિના થઈ શકતી નથી.: દયાથી ખરેખર સર્વ જીવો મુકિનપદ પ્રાપ્ત કરી શકે છે. પણ ભવ્ય સમજશે કે જ્ઞાનવિના દયા થકી શકતી નથી. દશ કાલિક સૂત્રમાં કહ્યું છે કે પઢમં નાણતઓ દયા જ્ઞાનવિના દયા થઈ પ્રથમ જ્ઞાન, અને જ્ઞાનથી દયા થઈ શકે છે. જ્ઞાનશકતી નથી. વિના અંકિય આદિ ને ઓળખી શકાતા નથી. સર્વ પ્રકારના જીવોનું જ્ઞાન કરવા માટે જિનાગનું વાચન તથા શ્રવણ કરવું જોઇએ. જેનશાસ્ત્રમાં જીવન ભદોનું જે વર્ણન કર્યું છે તે અન્યત્ર જોવામાં આવતું નથી. જેનશા વાંચતાં સર્વ જીવોનું સ્વરૂપ સમજાય છે, માટે દયારૂપ અમૂલ્ય રનની પ્રાપ્તિ કરવાની ઈચ્છાવાળાએ પ્રથમ સદગુરુ પાસે જીવનન્દનું જ્ઞાન કરવું જોઇએ. જૈન તથા ગ્રંથોમાં દયા પાળવાની જે જે આવશ્યક્તા છે તે યુક્તિપ્રમાણથી સારી રીતે બતાવી છે. દયાના પાળનાર વિશેષત: જોતાં જેને છે એમ સર્વ દશનવાળાઓ કબુલ કરે છે. દયાના સિદ્ધાંતોના શ્રવણથી જૈનવર્ગમાં એટલી બધી અસર થઈ છે કે તે દયાના માટે સદાકાળ પ્રયત્ન કરે છે અન્યધર્મવાળાઓ એકદેશીય સ્વાર્થિક દયામાં વિશેષતઃ પ્રયત્ન કરે છે ત્યારે જેનો સર્વદેશીય દયાને માટે પ્રયત્ન કરે છે. સ્વાભાવિક પ્રશ્ન થશે કે, દયાની શી જરૂર છે શું જવાની દયા ન કરીએ તો શું કંઈ હરકત આવે છે ? દયા વિના શું આત્માની દયાની શી જરૂર, ઉન્નતિ થઈ શકતી નથી ? પ્રત્યુત્તરમાં કહેવું પડશે કે, દયાના પરિણામવિના આત્માને વાગેલાં કર્મ ખરી જતાંPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36