Book Title: Buddhiprabha 1910 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 12
________________ ૨૯૮ વિતરત્ન, તત્વ જીજ્ઞાસુ મહારાજ સાહેબ તથા સભ્યજનો આજે શ્રીમંત મહારાજા સાહેબના આમંત્રણથી “આમન્નતિ ” સંબંધી હારા વિચાર જણાવું છે આમાની ઉન્નતિને “આમન્નતિ ” કહે છે. જ્ઞાની પુરૂષો આત્માની શોધ કરે છે. આત્મા શરીરની અંદર રહ્યા છે, અને તે સુર્યની પેઠે સર્વ પદાર્થોને પ્રકાશ કરે છે. આત્મા અનાદિ કાળથી છે; અને તે પ્રતિ શરીર ભિન્ન ભિન્ન છે. અનંત આત્મા શ્રી તિર્થકરોએ કહેલા છે. તેમજ આમ સંબંધી વેદાંતિ, મીમાંસક, જેમીની, શાંખ્ય, વિશેષિક વગેરે દર્શને વિવેચન કરે છે. આમાની ઉન્નતિ જ્ઞાન અને શુભ આચારથી થઈ શકે છે. અને નઠારા વિચારો તથા નઠારા આચારાથી અવનતિ થાય છે. આત્માની નાસ્તિતા જડવાદીઓ કહે છે અને તેઓ પૃથ્વી તત્વ. જળ તત્વ, વાયુ તત્વ, અગ્નિ ત, આકાશ તત્વ, એ પંચભૂતના સંગે ચેતન્ય માને છે, પણ પયંભૂત થકી આત્મા ભિન્ન છે એમ હાલ જડવાદીઓમાં પણ માનતા થાય છે. અને ઈલેંડ અમેરીકા વિગેરે દેશમાં પણ તન્યવાદ પ્રસર્યો છે. પંચભૂત થકી આત્મા ભિન્ન છે એમ કેવળજ્ઞાનથી સર્વાએ કહેલું છે અને તે સિદ્ધાંતોથી સિદ્ધ થાય છે. આવો સિદ્ધાંત છેલ્લા તીર્થકર શ્રીમહાવિર સ્વામી કે જે આજથી ૨૪૩૫ વર્ષ પર વિદ્યમાન હતા તેમણે કહેલો છે અને તેમના પહેલાં અઢી વર્ષ ઉપર શ્રી પાર્શ્વનાથ તીર્થકર થયા હતા તેમણે પણ કહેલો છે અને તેમના પહેલાં શ્રી નેમીનાથ ભગવાન અને તેમનાં પહેલાં શ્રી મુનિસુવ્રતસ્વામી અને એમ પાશ્વ જતાં છેવટે પ્રથમ તીર્થ કર શ્રી રૂષભદેવ સ્વામી થયા તેઓએ પણ કવળ-જ્ઞાનથી એક સરખા કહ્યા છે. યુરોપ, અમેરીકા વગેરે દેશમાં હાલ સુધી લોકો જડવાદને માનતા હતા પણ ‘મિસરીઝમ”, ભુતાવાહાન' ક્રીયાથી તે લેકે જથી - તન્ય તત્વ ભિન્ન છે એમ સ્વીકારવા લાગ્યા અને હાલ ચૈતન્ય તત્વનો સિદ્ધાંત વિશેષતઃ પ્રસરતા જાય છે. જ્ઞાન દર્શન ચારિત્ર વિગેરે ગુણો આત્મામાં રહેલા છે અને તે કર્માવણે દૂર થતાં ખીલે છે. બીજા પ્રાણીઓના આત્મા કરતાં મનુષ્યને આમા ઉરચ ગણાય છે, કેમકે તેની શક્તિઓ એકંધિયાદિ છો કરતાં વિશેષ ખીલેલી છે. માટે ઉત્તમ સામગ્રી પામી ઉન્નતિ કરવા વિશેષતઃ પ્રયત્ન કરવો જોઈએ. આવો પ્રયન સાધવા માટે બે રસ્તા છે. ગૃહસ્થ ધર્મ અને સાધુ ધર્મ. ગૃહસ્થીઓ એ ગૃહવાસમાં રહીને એક બીજાને સમાનભાવથી જોવા જોઈએ. કેટલાક જેવો પુણ્યથી સુખી દેખાય છે, અને

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36