________________
11
અનેક અડચણો છતાં, પોતાના નિશ્યને દઢ રીતે વળગી રહે છે, કારણ કે તે જાણે છે કે અંતે આ ખાણમાંથી હિર નીકળવાનો છે, તેવી જ રીતે ખરે આત્મહીર શોધનાર પુરવ પણ અડચણો નહિ ગણકારત, શંકાઓને દૂર કરતા અને નિરાશામાં પણ આશાનું કિરણ નિહાળતિ એકજ નિશ્ચયથી આગળ વધ્યાં કરે છે, અને જડ વસ્તુ ઉપર આત્મા સામ્રાજ્ય ચલાવશે એ સિદ્ધાંતમાં દર શ્રદ્ધા રાખે છે.
ખાણ ખોદવામાં કેવળ બળ અને પુરુષાર્થની જરૂર નથી, પણ સાથે ભૂસ્તરવિદ્યાના જ્ઞાનની પણ જરૂર છે. આ જ્ઞાની કીંમત અગણ્ય છે. હીરો મેળવવા આ કીંમત આપવાની જરૂર છે. જેનામાં 'મત આપવાની શક્તિ ન હોય તેણે આ બાબતને આરંભ જ ન કરવો એજ ઉચિત છે.
તેવીજ રીતે આમીરે પ્રાપ્ત કરવાને જેટલી કીંમત બેસે તેટલી આપવી જ જોઈએ. આ કાર્યમાં મિત્રો આપણને તજી જાય, ધનનો નાશ થાય, આપણી આ જગત સંબંધી આશાઓ અને અભિલાષાઓ સર્વથા વિનાશ પામે, છતાં આ કામને દરરીતે વળગી રહેવું જોઈએ. ઉચ્ચ પ્રકારને આનંદ મેળવવાને હલકા પ્રકારના વિષયસુખનો ત્યાગ કરવો જોઇએ, સુખ મેળવવાને દુઃખ ભેગવવું જોઇએ, આપણે ખરો આત્મા અનુભવવાને આ માયાવી ઉપાધિ ઉપરનો પ્રેમ ઓછો કરવો જોઈએ; મેળવવાને આપવું જોઇએ, અને છેવટે પવિત્ર કરનારી અગ્નિમાં પ્રવેશ કરવો જોઇએ કે જેથી આત્મિકબળ સાથે આપણે તેમાંથી બહાર નીકળી
ખણું બદનારાઓને એવો બનાવ કેટલીકવાર બને છે કે સપાટી ઉપરજ કીમતી સુવર્ણનો આભાસ જણાય છે. પણ આ કામનો અનુભવી જાણે છે કે આ તેની નિત્યતા અને ઉરચતાની નિશાની નથી. .
તેજ રીતે જગતમાં જણાતા ઉપર ઉપરના વિષયસુખથી લલચાઈ તેને આત્મિક આનંદ માનવાની ભૂલ કરવી નહિ. તે આનંદ તે આત્માના અંદરના ભાગમાં બિરાજે છે. તે બાહ્ય વિમાં કે પુસ્તકમાં કે મિત્રોમાં કે સ્વજનોમાં રહેલી નથી. અંદર તપાસો. બાહ્ય વેગને અટવો. મનને અંતર્મુખ વાળો અને ત્યાં પ્રથમ કાંઈ તમને આત્મ હીરાની ઝાંખી થશે. પુરૂષાર્થ વડતા નહિ. તે કાર્યમાં આગળ વધ્યાંજ કરજો. આખરે તમને તે હીરે તેના સઘળા પાસા સાથે પૂર્ણ પ્રકાશમાં ઝળકત જણાશે.