Book Title: Buddhiprabha 1910 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 24
________________ ૩૧ અલખનું જ્ઞાન તે સત્ય આપે સદા, જન્મ મૃત્યુ તણું દુઃખ કાપે. સદ્ ગુરૂ જ્ઞાન સુગંધ પ્રસરાવતા. જીવને શુદ્ધ પદમાં જ થાપે. - જ્ઞાનકર. ૭ શાંતિ શાંતિ શાંતિ. પાદરાકર આત્મહીરો. કેવી રીતે જડી શકે? આરે કાયામાં ચેતન હીરો, અનંત જ્ઞાનાદિક ભરિયો. આમ હીરે દરેક હાથમાં વસેલે છે, તેને શોધ, પીછાવો અને અનુભવ તે કામ દરેક મનુષ્ય કરવાનું છે. તે કામ સાન અને ઉચ્ચ અભિલાવાના બળથી થઈ શકે તેમ છે. જેવી રીતે કાઇ કીમતી ધાતુ ખાણના અંદરના ભાગમાં સમાયેલી હોય છે. અને તે મહા મહેનતે ઘણી અડચણે અને અનેક નિરાશાના પ્રસંગે પછી પ્રાપ્ત થાય છે, તેવી રીતે આ આત્મહિરે આપણા હદયમાં ગુપ્ત રહે છે તેને શોધવાને ઘણા પ્રયાસની જરૂર પડે છે. એકવાર ખાણ ખેદનાર કીમતી ધાતુ શોધી કાઢવાને હાથ ધરે પછી તેણે માટીની અંદર અને સન્ત ભેખડોની અંદર થઇને કામ કરવું જોઈએ; તે દરમ્યાન છેવટે ફતેહ મળવાની છે એવી અચળ શ્રદ્ધા રાખી તેને આગળ વધવાનું હોય છે. તેજ રીતે જે મનુષ્ય પોતાની અંદર આહીરાને શોધે છે, તેણે અડચણ અને શંકારૂપી રેતમાંથી, ઈન્દ્રિએ રૂપી માટીમાંથી અને સ્વાર્થ અને જડવાદની સસ્ત ખડકમાંથી પસાર થવું જોઇએ. આ રીતે જયારે તે પસાર થાય છે, ત્યારે જ તે આમિક આનંદ અને શાંનિરૂપી હીરાની જળહળની જ્યોતિ નિરખી શકે છે. વચમાં એવા એવા ઘણા પ્રસંગે આવે છે કે જે વખતે આ શોધ મુકી દેવા અને બીજી જગ્યાએ સુખ શોધવાને તે લલચાશે, શંકા અડચણે અને નિરાશા તેના હદયમાં જાગૃત થશે અને તેના પ્રયત્નમાં તે ફાવશે નહિ એવા અનેક નાસીપારી ભય વિચારે તેને હૃદયમાં પ્રકટ થાય છે. જગતની સુખ આપનારી વસ્તુઓ તેને વિશેષ આનંદકારક લાગશે, પણું જેને ભૂસ્તરવિદ્યાનું યથાર્થ જ્ઞાન છે, તે પુરૂષ માર્ગમાં આવી પડતી

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36