Book Title: Buddhiprabha 1910 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 14
________________ સંપીને વર્તવામાં આવે તે કલેશ , મારામારી દૂર થાય. શરીરના દરેક અંગે સંપીને વર્તે છે તે સુખી રહે છે પણ પરસ્પર કુસંપ કરી રહે તે શરીર નભી શકે નહીં આ દાંતથી સંપીને રહેવાને ફાયદો આપણને માલમ પડે છે. દરેક ધર્મના ધર્મગુરૂઓ સાપેક્ષ બુદ્ધિ રાખી વ તો ધર્મના ઝગડાઓ દૂર થઈ શકે અને તેથી ગૃહસ્થોમાં સંપ થઈ શકે. આવી સાપેક્ષ બુદ્ધિ શ્રી મહાવીર સ્વામીએ શ્યાવાદ રૂપે પ્રરૂપી છે. શ્રી મહાવીર સ્વામીના વખતમાં કેટલાક મતવાળા એકાંત નિત્ય આતમાં માનતા હતા. ત્યારે ધો કે જે તે વખતે ઉત્પન્ન થયા હતા તે આત્માને ક્ષણિક એટલે અનિત્ય માનતા હતા. આ બે દર્શનવાળા વચ્ચે મતભેદ કુસંપ વર્ત તે હતિ. તે વખતે શ્રી મહાવીર સ્વામીએ કેવળી જ્ઞાનથી દરેકના મતની નિત્યાનય અપેક્ષા સમજાવી હતી તેવી જ રીતે હાલના જમાનામાં અપેક્ષા સમજાવવામાં આવે તો ધર્મના ઝગડાએ કમી થઈ દેશોન્નતિ-ધર્મોન્નતિ થાય જુના મતવાળાઓ કેળવાલાઓને ધિકકારે છે, અને કેળવાએલાઓ જુના વિચારવાળાને ધિકકારે છે. આમ એક બીજાની વચ્ચે કલેશ થાય તો કઈ પણ પ્રકારની ઉન્નતિ થઈ શકે નહી માટે બન્ને વિચારવાળાઓ પરસ્પર એક બીજાનું સત્ય ગ્રહણ કરે તો બની ઉન્નતિ થઈ શકે, તેમજ વ્યવહારમાં ઉન્નતિ ક્રમમાં જોડનાં પ્રજાએ રાજાની આજ્ઞા પાળવી જોઈએ, તેમ રાજાએ પણ પ્રજાના વિચારોને માન આપવું જોઈએ આમ રાજા પ્રજા પરસ્પર સંપથી વતી તે શીધ્ર ઉન્નતિ થઈ શકે દોષ દષ્ટિના આ ન્નતિ કરવા માટે નાશ કરવો જોઈએ. જેમ માતા પિતાના નાના બાળકનું મળ ઘેઈન સાફ કરે છે તેમ ગુણી પુરષોએ અન્ય જનોના દેવોનો માતૃ દષ્ટિથી નાશ કરવો જોઈએ. યોગ્ય શાસ્ત્રમાં કહ્યું છે કે શુદ્ધ વિચારોથી મનુષ્ય શુદ્ધ થઈ શકે છે અને અશુદ્ધ વિચારોથી મનુષ્ય અશુદ્ધ થઈ શકે છે માટે જ્યાં ત્યાંથી શુદ્ધ વિચારે ગ્રહણ કરવા જોઈએ. નીતિ શાસ્ત્રમાં વર્ણવેલા ગુણ ભિન્ન ભિન્ન દેશવાળા ધારણ કરે અને પાપની વૃત્તિઓને દુર કરે તો તેઓની ઉન્નતિ થઈ શકે. બ્રહ્મચર્યનું રક્ષણ કરવામાં આવે તો તે પણ ઉન્નનિનું મોટું સાધન છે. તેને માટે નાની વયનાં લગ્ન બંધ થવાં જોઈએ. કન્યાને વરની ઉમરમાં તફાવત હોવો જોઈએ. કુમારપાળ રાજાના રાસમાં પુરૂષની અને સ્ત્રીની ૧૬ વર્ષની ઉમ્મર પાણિ ગ્રહણ માટે કહેલી છે. તેવી રીતના લગ્નથી પ્રજા ઉત્પન્ન થાય તે ઘણીજ બળવાન થવાનો સંભવ છે અને બળવાન પ્રજા અનેક પ્રકારની ઉન્નતિ સારી રીતે કરી શકે. માટે નાની ઉંમરનાં લગ્ન અટકાવવાં જો એ તેમજ

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36