Book Title: Buddhiprabha 1910 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 19
________________ ન્મ બહુદિન, દેહ, વાણી, મનને વિષે જે જે આમ બ્રાંતિથી આત્મબુદ્ધિ થાય તે, મહનિદ્રામાં પડીને દોરાત ચેતન, બહિરામ કહેવાય છે. તે શરીર વાણી મનને જ આમાં માનનારા પ્રાણ કરી પણ સંસારને પાર પામી શકતા નથી. અને જ્યાં સુધી બહિરામ બુદ્ધ છે, ત્યાં સુધી તપ જપાકિયા અનુષ્ઠાન યથાયોગ્ય ફલને આપી શકતા નથી. હવે અન્તર આત્માનું સ્વર્યા કહે છે. ઉપર કહેલી શરીરાદિ બાહિરની વસ્તુઓ છોડીને જે પિતાનાજ આત્મામાં આ મનિષ થાય, તેને અંતરામાં કહે છે. હવે પરમાત્માનું સ્વરૂપ કહે છે, શરીર અને કમદિના પવિના હોવાથી નિલે પી; શરીરાદિકનો સંગ નહિ હેવાથી અસંગી; ભાવ કર્મ રહિત હોવાથી પરમ શુદ્ધ; સિદ્ધિ પદને પામેલા હોવાથી નિષ્પન્ન; અવ્યાબાધ સુખી હોવાથી આનંદમય; વિકલ્પ સંકલ્પ રહિત હોવાથી નિર્વિકલ્પ; અનંતજ્ઞાન, અનંત - ન, અને અનંત ચારિત્ર, તથા અનંત વીર્યરૂપી લક્ષ્મી પામવાથી જે સિદ્ધ કહેવાયા તે જ પરમાત્મા કહેવાય છે. ત્યારે હવે પરમાત્માનું સ્વરૂપ ઓળખવાને માટે શું શું કરવું જોઈએ? તે કહે છે. આ શરીર, વાણી, અને મન તે, હું નથી. ભી, ધન, કુટુંબ, પુત્ર વિગેરે મારાં નથી; અને હું તેમનો નથી. પાંચ ઇકિયાંથી ભાગવાતા જે વિષયો તે મારા નથી, કારણ કે બાહિરના વિષયમાં હું અને મારું એવી બુદ્ધિ કરાવનાર રાગ અને દે છે. અને જે જે અંશે આમામાંથી રાગપ છુટા પડશે, તે તે અંશે આત્મા સ્થિરતા અનુભવતા જશે. અને તે એટલે સુકિ અગાઉ કોઈ પણ દિવસે નહિં અનુભવેલી એવી શાંતિ, પિતાનામાંજ અનુભવશે. એવી શાંતિ અને સ્થીરતા અનુભવ, આત્મામાંજ અંતર આત્મા જણાય છે અને અંતર આમાં બાહિર વિઘાથી દૂર થઈ, પરમાભાની સન્મુખ થઈ, તેનું દર્શન કરવાને ચગ્ય થાય છે. માટે જેને પરમાત્માનાં દર્શનની કે પરમાત્મ પદની જીજ્ઞાસા હોય તેને આ ઉપાય કામે લગાડવાની હું પ્રાર્થના કરું છું. શ્રીમદ્દ દેવચંદજી પણ કહે છે કે-“ પ્રીતિ અનંતિ થરથકી, જે તેડેહા તે જોડે એહ; પરમ પુરપથી રાગતા, એકલતા હૈ દાખી ગુણગેહ.”અનાદિ કાળથી શરીર, વાણી અને મન, તેમના જે વિયે, તે પરવસ્તુ છે, માટે તમે તેની સાથે પ્રીત તોડે એટલે પરમાત્માની સાથે પ્રીતિ થવાને તમારી યોગ્યતા આવશે. અને યોગ્યતા થઈ, પછી જે પરમાત્માની સાથે રાગ કરશે તો ગુણના ધર૩૫ તમે પોતે પરમભા થઇ જશે.

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36