Book Title: Buddha ane Mahavira
Author(s): Kishorlal Mashruvala
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 6
________________ પ્રસ્તાવના આ નાનકડી પુસ્તકમાળામાં જુદી જુદી પ્રજાએમાં અતિશય પૂજાયેલા કેટલાક મહાપુરુષોના ટૂંકા જીવનપરિચય કરાવવા ધાર્યુ છે. આ પરિચય કરાવવામાં જે દૃષ્ટિબિંદુ ધ્યાનમાં રાખ્યું છે એ વિશે એ શબ્દ લખવા આવશ્યક છે. આપણે હિંદુએ માનીએ છીએ કે જ્યારે પૃથ્વી પરથી ધર્મના લેપ થાય છે, અધર્મ વધી પડે છે, અસુરોના ઉપદ્રવથી સમાજ પીડાય છે, સાધુતાનેા તિરસ્કાર થાય છે, નિર્બળનું રક્ષણ થતું નથી, ત્યારે પરમાત્માના અવતારો પ્રકટ થાય છે. પણુ અવતારે કેવી રીતે પ્રકટ થાય છે, એ પ્રગટ ય ત્યારે એમને કેવે ક્ષણે ઓળખવા અને એમને એળખીને અથવા એમની ભક્તિ કરીને આપણા જીવનમાં કેવા ફેરફાર કરવા એ જાણવું જરનું છે, યંત્ર એક પરમાત્માની શક્તિ સત્તા જ કાર્ય કરી રહી છે. મારામાં તમારામ સર્વેમાં એક જ પ્રભુ વ્યાપી રહ્યો છે. એની જ શક્તિથી સર્વેનું હલન-ચલન-વલણુ છે. રામ, કૃષ્ણ, ભુ, ઈશુ વગેરેમાં પણ એ જ પરમાત્માની શક્તિ તી. ત્યારે આપણામાં અને રામકૃષ્ણુાદિકમાં શેફેર ? એણુ મારા-તમારા જેવા જ મનુષ્ય દેખાતા હતા; એમને પશુ મારી-તમારી માફક દુ:ખે, વેઠવાં પડયાં હતાં અને પુરુષાર્થ કરવા પડયો હતા; છતાં આપણે એમને અવતાર શા માટે કહીએ છીએ ? હુન્નરે વર્ષે લાતી ગયાં છતાં શું કામ આપણે એમને પૂગ્યે છીએ ? આત્મા સત્યકામ-સત્યસંકલ્પ છે' એવું વેદવચન છે, જે આપણે ધારીએ, ઇચ્છાએ તે પ્રાપ્ત કરી શકીએ એવા એને અર્થ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 122