________________
भुवनभानवीयमहाकाव्ये
ભુવનભાનવીયમ્....
એક વિહંગાવલોકન
- આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી પરમર્ષિ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાનું પ્રકૃષ્ટ જીવન સદીઓ સુધી અનેક સાધકોના જીવનમાં અજવાળા પાથરતું રહે તે માટે આ મહાકાવ્યનું સર્જન થયું છે. ગુજરાતી ગ્રંથની ભાષા માત્ર ૧૦૦-૨૦૦ વર્ષમાં જ દુર્બોધ બની જાય છે. જ્યારે વ્યાકરણબદ્ધ સંસ્કૃત ભાષા હજારો વર્ષો સુધી ઉપયોગી બની શકે છે. વળી, સંસ્કૃત ભાષાની મજા કંઈક ઓર જ છે. એ તો તેના જાણકારો જ માણી શકે.
આ મહાકાવ્યના સર્ગોને “ભાનુ (કિરણ) એવું નામ અપાયું છે. અનેક ભાનુઓમાં વિવિધ છંદોમાં ૧૦૮૧૦૮ શ્લોકો દ્વારા એ ભુવનભાનુના અનેક કિરણોનું હૃદયંગમ નિરુપણ કરાયું છે. અર્થચમત્કૃતિ, છંદમાધુર્ય, લાટાનુપ્રાસ, વર્ષાવૃત્તિ, પદાવૃત્તિ, અર્થાલંકાર, સુભાષિતો વગેરેથી આ મહાકાવ્ય રોમાંચક બન્યું છે.
ગુરુતત્ત્વની શું ગરિમા છે? એ પ્રથમભાનુમાં રસાળ રીતે વર્ણવી છે. ચરિત્રના લોકેશનમાં તીર્થોનું જે વર્ણન છે એ ભવિષ્યમાં અનેક પ્રશ્નોના ઉકેલોનો આધાર બની શકે છે. જે કામ શિલાલેખોથી નથી થઈ શક્યું, તે કામ આવા કાવ્યોના વર્ણનોથી ઈતિહાસકારો કરી શક્યા છે અને કરે છે. હીરસૌભાગ્યમ્ જેવા કાવ્યોમાં ય આવા વર્ણનો છે. પૂજ્યશ્રીની કેટલીક અપ્રસિદ્ધ બાલ્યકાળની વિગતો વાંચીને તેમના ભક્તોને આનંદ થશે. પૂજ્યશ્રીના સંયમમનોરથોનું વર્ણન મુમુક્ષુઓ અને સંયમીઓને ભાવોલ્લાસ કરાવનારું છે. દીક્ષા અને તેની સફળતાની ગંભીર વિચારણા પૂજ્ય હરિભદ્રસૂરિજી આદિના દૃષ્ટિકોણથી વણી લેવાઈ છે. અને પૂજ્યશ્રીમાં તેનો સાક્ષાત્કાર કરાયો છે.
સર્વસાધનાના પાયાભૂત શિષ્યત્વના વિકાસ માટે પૂજ્યશ્રીના સમર્પણ, વિનય, સેવા, ગુરુકૃપાપ્રાપ્તિના આલેખનો સફળ દીવાદાંડીની ગરજ સારે છે. અને પૂજ્યશ્રીના જીવનની ઉત્કૃષ્ટતાના અવષ્ય હેતુ તરફ અંગુલિનિર્દેશ કરી જાય છે. અદ્ભુત જ્ઞાન, પ્રકૃષ્ટ પુરુષાર્થ, સમુદાય સર્જન, શિબિર શુભારંભ, બાલદીક્ષારક્ષા, વર્ધમાન તપ સિદ્ધિ વગેરેના સીલસીલાબંધ રસપ્રદ પ્રસંગોએ પુણ્યપુરુષ પર આફરીન કરી દઈને તેમના ગુણોની સ્પૃહા જગાડે છે. પૂજ્યશ્રીના અનુજ પ્રથમ શિષ્ય પં. પદ્મવિજયજી ની અદ્ભુત પરાક્રમગાથાને અતિસંક્ષેપમાં છતાં ય મહત્ત્વની વિગતો સાથે વણી લેવાઈ છે.
પંચાચાર પાલનમાં પ્રત્યેક કિરણો સાધકોને સાધનાની દૃઢતા અર્પણ કરે છે. પૂજ્યશ્રીમાં પરિપૂર્ણ ૩૬ ગુણોનું વર્ણન વાંચી આ કાળમાં ય ભાવ આચાર્યની પ્રાપ્તિ થઈ એ સંવેદના અપૂર્વ આહ્વાદ આપે છે.
પંચમ ભાનુ છે ભુવનભાનુભક્તામર અર્થાત્ ભક્તામર પાદપૂર્તિ કાવ્ય. જેમાં ભક્તામર સ્તોત્રની દરેક