________________
શૈ લ શીકરણે ભાગ ત્રીજે, શરીરના ઓછા કરી, પ્રદે શ જીવના ઘન કરી, વળી પૂર્વધ્યાન પ્રયો ગથી; ધનુષ્યથી છૂટેલ બાણ, તણી પરે શિવગતિ લહી. એવા..૪૪ નિર્વિદન સ્થિરને અચલ અક્ષય, સિદ્ધિગતિ એ નામનું, છે સ્થાન અવ્યાબાધ જયાંથી, નહિ પુન: ફરવાપણું ; એ સ્થાનને પામ્યા અનંતા, ને વળી જે પામશે. એવા..૪૫ આ સ્તોત્રને પ્રાકૃતગિરામાં, વર્ણવ્યું ભક્તિબળે , અજ્ઞાત ને પ્રાચીન મહામના, કો મુનીશ્વર બહુશ્રુ તે, પદ૫દ મહીં જેના મહાસામર્થ્યનો મહિમા મળે એવા..૪૬ જે નમસ્કાર સ્વાધ્યાયમાં, પ્રેમી હૃદય ગદ્ ગદ્ બન્યું, શ્રીચંદ્ર' નાચ્યો ગ્રંથ લઈ, મહાભાગનું શરણું મળ્યું ; કીધી કરાવી અલ્પભક્તિ, હોંશનું તરણું ફળ્યું. એવા..૪૭ જેના ગુણોના સિંધુના, બે બિંદુ પણ જાણું નહિ, પણ એક શ્રદ્ધા દિલમહીં કે, નાથ સમ કો છે નહિ, જેના સહારે ક્રોડ તરીયા, મુક્તિ મુજ નિશ્ચય સહી. એવા..૪૮ જે નાથ છે ત્રણ ભુવનના, કરુણા જગે જેની વહે, જેના પ્રભાવે વિશ્વમાં, સદ્ભાવની સરણી વહે, આપે વચન ‘શ્રીચંદ્ર' જગને, એ જ નિશ્ચય તારશે. એવા.૪૯ -: રચયિતા :- (શ્રી ચન્દ્ર) સ્વ. ચંદુલાલ શક્કરચંદ શાહ
પાનસર તીર્થ - મહાવીર સ્વામી
Jair Education International
For Personal S P
ate Use Only
www.jaineliborg