Book Title: Bhavyatra Vandana Samvedana
Author(s): Munishratnavijay, Jiveshratnavijay
Publisher: Munishratnavijay Jiveshratnavijay

View full book text
Previous | Next

Page 334
________________ પ્રભુ પાસે યાચના સંસારની નિઃસારતા, નિર્વાણની રમણીયતા, ક્ષણક્ષણ રહે મારા સ્મરણમાં, ધર્મની કરણીયતા; સમ્યક્ત્વની જયોતિ હૃદયમાં, ઝળહળે શ્રેયસ્કરી, પ્રભુ ! આટલું જનમોજનમ, દે જે મને કરુણા કરી (૧) સવિ જીવ કરું શાસનરસી, આ ભાવના હૈયે વહું, કરુણા ઝરણમાં રાતદિન, હું જીવનભર વહેતો રહું; શણગાર સંયમનો સજું, ઝંખું સદા શિવસુંદરી!પ્રભુ...૨ ગુણીજન વિશે પ્રીતિ ધરું, નિર્ગુણ વિશે મધ્યસ્થતા, આપત્તિ હો, સંપત્તિ હો, રાખું હૃદયમાં સ્વસ્થતો; સુખમાં રહું વૈરાગ્યથી દુ:ખમાં રહું સમતા ધરી.પ્રભુ..૩ સંકટ ભલે ઘેરાય ને, વેરાય કંટક પંથમાં, શ્રદ્ધા રહો મારી સદા, જિનરાજ ! આગમગ્રંથમાં; પ્રત્યેક પલ પ્રત્યેક સ્થલ, હૈયે રહો તુજ હાજરી પ્રભુ...૪ તારાં સ્તવન ગાવા હંમેશાં, વચન મુજ ઉલ્લસિત હો, તારાં વચન સુણવા હંમેશાં, શ્રવણ મુજ ઉલ્લસિત હો; તુજને નિરખવા આંખ મારી, રહે હંમેશાં બહાવરી .પ્રભુ...૫ સંસારસુખનાં સાધનોથી, સતત હું ડરતો રહું, ધરતો રહું તુજ ધ્યાનને, આંતરવ્યથા હરતો રહું; કરતો રહું દિનરાત બસ, તારા ચરણની ચાકરી પ્રભુ...૬ Jain a tion International For Resonal Private Use Only WWWnelibrary.org

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336