Book Title: Bhavyatra Vandana Samvedana
Author(s): Munishratnavijay, Jiveshratnavijay
Publisher: Munishratnavijay Jiveshratnavijay

View full book text
Previous | Next

Page 322
________________ મને વેશ શ્રમણનો મળજો રે મને વેશ શ્રમણનો મળજો રે, મને વેશ પરમનો મળજો રે, મહાવિદેહમાં પ્રભુ તારી પાસે, સમોસરણમાં પ્રભુ તારી પાસે, આજ જનમમાં પ્રભુ તારી પાસે.મને..મને મન શ્રમણનું મળજો રે ૨ મમતા, મોટાઈ, મોહમાયાના, બંધન ટળજો રે મને...૧ પંચ મહાવ્રત પાળુ પાવન, નિર્દોષને નિષ્કલંક, સમતામાં લયલીન રહેવું, સરિખા રાયને રંક, ના આંખ ઈર્યાસમિતે ઢળજો રે... મને...૨ આઠ પહોરની સાધના કાજે, વહેલી પરોઢે હું જાગુ, શ્વાસો લેવા માટે પણ હું, ગુરૂની આજ્ઞા માંગુ, મન ગુરૂઆજ્ઞાએ, ઢળજો રે... મને...૩ સૂત્ર અર્થને સ્વાધ્યાય સાધી, શાસ્ત્રો સઘળા હું વાચું જિનવાણીનું પરમ રહસ્ય, પામી અંતર યાચુ, મારી અજ્ઞાનતા સવિ ટળજો રે... મને...૪ આહારમાં રસ હોય ન કોઈ, ઘર ઘર ગોચરી ભમવું, ગામોગામ વિચરતા રહેવું, કષ્ટ અવિરત ખમવું, મારા દોષો(કમી દૂર થાજો રે... મને...૫ આ જીવન અણિશુદ્ધ રહીને, પામુ અંતિમ મંગલ, સાધી સમાધિ મોક્ષના પંથે, આતમ રહે અવિચલ, મારી સંભાવનાઓ ફળજો રે... મને...૬ મને સ્પર્શ પરમનો મળજો રે, મને સ્પર્શ ગુણોનો મળજો રે, મારી વિનંતી સવિ ફળજો રે..., મને...૭ Jain Education International For Perel Yate Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336