Book Title: Bhavyatra Vandana Samvedana
Author(s): Munishratnavijay, Jiveshratnavijay
Publisher: Munishratnavijay Jiveshratnavijay

View full book text
Previous | Next

Page 324
________________ Ca શ્રી સરસ્વતી વંદના આ જગતમાં છે દેવદેવી કૈક વિધવિધ રુપમાં, પણ કોઈ નહિ મુજને દીસે છે, સર્વમાન્ય સ્વરુપમાં નરપતિ મુનિપતિ ધનપત પણ તુજને ચાહે સદા, મુજ પર બનો સુપ્રસન્ન સરસ્વતી ભવગતી દેવી તમે... ૧ એં નમઃ એવો મંત્ર તારો, બીજ મંત્ર ગણાય છે, ૐૐ હ્રીં અને ક્લીં બ્લીં તથા શ્રી જોડી જેહ ગણાય છે; સ્વર રહિત હસકલ હ્રીં સહિત હૈં નમઃ એ મહામંત્ર છે. મુજ પર.... ૨ મા સરસ્વતી તુજ નામને, જપનાર જગમાં છે ઘણાં, હું પણ જપું તુજ નામને, સન્મુખ થઈ એકલ મત્તા, વરદાન દો મુજ જ્ઞાનલક્ષ્મી, વૃદ્ધિ પામે સર્વદા. મુજ પર...૩ કવિજન હૃદયમાં વાસ કરતી, કાવ્યશક્તિ તું જ છે, વક્તૃત્વ શક્તિ પ્રદાન કરવા, સર્વથા તું સમર્થ છે; સૂરિમંત્ર જાપે પ્રથમ વિદ્યાપીઠની અધિષ્ઠાયિકા. મુજ પર...૪ સૂરિ હેમચન્દ્ર અને વળી, હરિભદ્ર મુનિસુંદર સૂરિ, બપ્પભટ્ટી સૂરિ યશોવિજય વાચક, વૃદ્ધવાદી મહાસૂરિ; રામચન્દ્રસૂરિ પણ મંત્ર જાપે, સિદ્ધ સારસ્વત બન્યાં. મુજ પર...પ નિગ્રંથ મુનિગણ લક્ષ્મીને, આરાધ્ય રુપે ના ગણે, એ પણ ઘરે હૃદયે સરસ્વતી, ભગવતી તુજ ધ્યાનને; આરાધ્ય રુપે વિવિધ મંત્રે, સાધના સહુ તુજ કરે. મુજ પર...૬ Jain Education International ૩૦૨ For Personal & Plate Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336